Your Moonsign Janam Rashi This Week –
22 November 2025 – 28 November 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

26મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમે થોડી મહેનત કરીને વધુ કમાઈ લેશો. નાણાકીય બાબતની અંદર સારૂં રીઝલ્ટ મેળવવામાં સફળ થશો. ફેમિલી મેમ્બર સાથે વધુ સારા સારી થતી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ ખૂબ સારા છે. તમારા અગત્યના કામો કરવામાં સફળ થશો. ધર્મના કામો કરવાથી મનને શાંતિ મળશે. હાલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 28 છે.

Until 26th December, the favourable rule of Jupiter supports you. With steady effort, finances improve and important tasks progress smoothly. Family bonds strengthen and travel plans look promising. Spiritual activities bring peace of mind. Investments made now will benefit you later. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 23, 26, 28


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 4 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. અગત્યના ડિસિઝન 26મી પછી લેવાનું વિચારજો. તબિયતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો આખું અઠવાડિયું ખરાબ જશે. 26મી પછી રાહત મેળવશો. તમારા વિચારો ધીરે ધીરે પોઝીટીવ થતા જશે. મનને શાંતી મળશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 26, 27, 28 છે.

Only four days remain under Saturn’s draining rule, which may cause fatigue and indecision. Avoid major decisions until after the 26th. Health needs extra care to prevent the week from feeling overwhelming. Relief follows soon after, bringing mental clarity and positivity. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 22, 26, 27, 28


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

હાલમાં તમે શનિની દિનદશામાંથી પસાર થઈ રહેલા છો. 26મી ડિસેમ્બર સુધી તમે તમારા નાના કામો પણ સમય ઉપર પૂરા નહીં કરી શકો. આવક ઓછી અને ખર્ચમાં વધારો થશે. કોઈને મદદ કરવા જતા તમારૂં ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખજો. વડીલ વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. મિત્રો સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Saturn’s ongoing rule could delay even simple tasks until 26th December. Expenses rise though income slows down. Avoid unnecessary involvement in others’ problems. Minor disagreements with elders and friends could arise, so think carefully before sharing personal matters. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 24, 25, 26


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમે બુદ્ધિ વાપરી તમારા મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. માથા ઉપરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. તમારા વિચારો પોજીટીવ થતા કામમાં સફળતા મેળવશો. નોકરી કરતા હશો ત્યાં તમારા માન-ઈજ્જત વધી જાય તેવા કામ કરી શકશો. ધનની ચિંતા હાલમાં નહીં આવે. તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો ખરીદી કરતી વખતે, હાથ ખોલીને પૈસા ખર્ચવાનું ટાળશો.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.

Mercury’s rule till 19th December helps you turn difficult tasks into manageable ones. Mental pressure reduces as your ideas grow more positive. Your work earns respect and financial worries ease. You could become more cautious with spending. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 22, 24, 27, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજ અને કાલનો દિવસ ગુસ્સા ઉપર કાબુ રાખશો તો આખું અઠવાડિયું સારું જશે. ઉતરતી મંગળની દિનદશામાં તમને નહીં ગમતા કામ કરતા નહીં. વાહન સંભાળીને ચલાવજો. વાગવા પડવાના બનાવોથી સંભાળજો. બાકી 24મીથી બુધની દિનદશા તમારા બધા દુ:ખો દૂર કરીને રહેશે. અચાનક ધનલાભ થશે. બે દિવસ ‘તીર યશ્ત’ અને પછી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

You are advised to keep you anger under check today and tomorrow, to enjoy a smoother week. Avoid tasks you dislike, under Mars’ waning influence. Drive carefully and stay alert. From the 24th, the onset of Mercury’s rule brings relief, as also unexpected gains and success. Pray the Tir Yasht for 2 days, followed by the Meher Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 28


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી સુધી તમારા અગત્યના ડિસિઝન લઈ લેજો. 26મીથી મંગળની દિનદશા તમને ચીડીયા સ્વભાવના બનાવી દેશે. ઉતરથી ચંદ્રની દિનદશામાં ફેમિલી મેમ્બરને નારાજ કરતા નહીં. ઘરમાં જોઈતી ચીજવસ્તુ લેવામાં જરા પણ કરકસર કરતા નહીં. ઘરનું વાતાવરણ શાંત રહેશે. મીઠી જબાન વાપરીને બીજાના દિલ જીતી લેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Make any important decisions before the 26th – after that, the onset of Mars’s rule could make you irritable. Avoid upsetting family members under the Moon’s phase. Do not be overly frugal when buying essentials for the home. Your sweet speech will win hearts. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 22, 23, 24, 25


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં મુસાફરીનો ચાન્સ મળી જશે. અગત્યના કામો કરવામાં જરા પણ કંટાળો નહીં આવે. ફેમિલી મેમ્બર સાથેના સંબંધો ખૂબ જ સારા થઈ જશે. ઘણા સમયથી ફેમીલીના અટકેલા કામ તમે પુરા કરતા ફેમીલી મેમ્બર તમારાથી ખુશ થઈ જશે. નાણાકીય ફાયદા મળતા જશે. ચંદ્ર તમારા મનને ખૂબ જ શાંતિ આપશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.

Under the Moon’s influence, travel opportunities arise and important tasks feel easier. Family relationships grow stronger and long-pending responsibilities finally get resolved, earning appreciation. Financial gains come steadily and peace of mind increases. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 22, 24, 27, 28


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

હાલમાં સૂર્યની દિનદશા 6ઠ્ઠી ડિસેમ્બર સુધી ચાલશે. તમારા મગજનો પારો જલ્દીથી ઉપર જતો રહેશે. તમે ગુસ્સા ઉપર કંટ્રોલ નહીં રાખી શકો. પ્રેશરના દર્દીએ દવા લેવામાં જરાપણ બેદરકારી કરવી નહીં. સરકારી કામકાજમાં હાલમાં સફળતા નહીં મલે. શેરમાર્કેટથી દૂર રહેજો. સરકારી કામ કરતા ખુબ ધ્યાન આપજો. ફેમીલી મેમ્બર તમારાથી નારાજ રહેશે. મનને શાંત રાખવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.

The Sun’s rule till 6th December could raise stress levels and irritability. Try to avoid getting triggered or angry and follow medical advice strictly. Government work could get stalled. You are advised to avoid any share market dealings for now. Family tensions could rise, so stay calm and focused. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 23, 24, 25, 28


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusશુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજબરોજના કામો ખૂબ સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. તમે તમારા મોજ શોખ ઓછા કરવામાં સફળ નહીં થાઓ. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. અપોઝિટ સેક્સ ને મનાવી લેશો. તમારા સેલ્ફકોન્ફીડન્સમાં વધારો થશે. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.

Venus’ supportive rule has your daily tasks flowing smoothly. You could indulge in comforts and make new purchases for the home. Your charm is on the rise. Partnerships will prove beneficial. Your self-confidence rises, helping you make steady progress. Pray to Behram Yazad daily.

Lucky Dates: 22, 25, 26, 27


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલી ભર્યા કામો ને સીધા બનાવી દેશો. પૈસાની ચિંતા હશે તો તેમાંથી રાહત મળશે. મિત્રોનો સાથ મળવાથી અગત્યના કામો સફળતાપૂર્વક પૂરા કરી શકશો. શુક્રની કૃપાથી મુસાફરીનો ચાન્સ મળશે. નવા કામ કરી શકશો. નવા પ્રોજેકટમાં ઈનવેસ્ટમેન્ટ આગળ જતાં ફાયદો અપાવશે. મન શાંત રહેતા તમારા વિચારો પોઝીટીવ થતા જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Venus’s rule helps simplify complicated tasks and reduces your financial worries. Support from friends ensures that your important works get done. Travel opportunities appear and new projects look promising. Investments made during this phase will result in long-term benefits. A calm mind helps your ideas grow more positive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 23, 24, 25, 26


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મૂકી દેશે.તમારી સાથે કામ કરનાર ઉપર બિલકુલ વિશ્વાસ રાખવો નહીં. જયાં એક બચાવવા જશો ત્યાં ત્રણનો ખર્ચ કરવો પડશે. કામકાજની જગ્યાએ ઉપરી વર્ગ નાની બાબતમાં તમને પરેશાન કરશે. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે તેથી ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 26, 27 છે.

Rahu’s ongoing rule warns against carelessness, which could land you in trouble. Avoid trusting colleagues blindly. Minor issues could lead to unexpected expenses. Seniors at work may trouble you and new friendships could bring losses, so stay alert. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 22, 24, 26, 27


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજે અને કાલનો દિવસ ધર્મ અને ચેરિટીના કામ કરવામાં સફળ થશો. બાકી 24મીથી રાહુની દિનદશા તમારા ચાલુ કામમાં ભરપૂર મુશ્કેલીઓ લાવી દેશે. કોઈ પણ કામ શોર્ટમાં પતાવવાની ભૂલ કરતા નહીં. અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ મુકતા નહીં. જે પણ કામ કરશો તેમાં મન નહીં લાગે. તમારા નેગેટીવ વિચાર તમારા માટે નુકસાનકાર સાબિત થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.

Today and tomorrow has you favouring religious and charitable activities. Rahu’s rule, starting from the 24th could bring obstacles in your ongoing work. Avoid shortcuts and do not trust unfamiliar people. Your concentration may dip and negative thinking could affect decisions. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 22, 23, 25, 28

Leave a Reply

*