મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈ પણ કામ કરવામાં કંટાળો નહીં આવે. મુશ્કેલી ભર્યા કામો ખૂબ જ સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. બીજાની મદદ કરવામાં કોઈ પણ જાતની પાછી પાની નહીં કરો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડા ઘણા નાણાં તમને મનગમતી વસ્તુ ખરીદવામાં વાપરી શકશો. કામમાં બ્રેક લઈ શરીરને થોડો આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી જશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 5 છે.
Under the blessings of a favorable Jupiter’s rule, you will be able to handle even difficult tasks with confidence and energy. Financial matters look stable and you could spend happily on something you desire. Help others without hesitation. Take short breaks to rest your body and take care avoid health issues. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 29, 30, 2, 5
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

હવે તો તમને ગુરૂ જેવા શુભ ગ્રહની છાયામાં આવી ગયા છો. તમારા અધુરા કામ બીજાની મદદ લઈ પૂરા કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ પાસેથી સારા સમાચાર મળશે. જુના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. ધનની માટે ચિંતાઓ ઓછી થતી જશે. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. ઘરનું વાતાવરણને વધુ સારું બનાવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
The onset of Jupiter’s protective rule has all your unfinished work moving smoothly, with timely support. Expect good news from someone special. Old investments could bring profits. Financial worries will reduce. Positive changes will brighten your home and relationships. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 1, 2, 3, 4
GEMINI | મિથુન: ક.છ.ઘ.

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં પરેશાન થતા રહેશો. તેમાં જો તબિયતના બારામાં જરા પણ બેદરકારી રાખશો તો વધારે પરેશાન થશો. રોજબરોજના કામ કરવામાં ખૂબ કંટાળો આવશે. ખર્ચનું પ્રમાણ ધારશો તેના કરતાં વધી જશે. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. શનિને શાંત કરવા માટે દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 2, 5 છે.
Saturn’s rule could cause much tension over small issues. Do not ignore your health. Routine work may feel tiring. Expenses could exceed your expectations. You are advised to avoid any financial dealings for now. To placate Saturn and for peace of mind, pray the Moti Haptan Yasht daily.
Lucky dates: 29, 30, 2, 5
CANCER | કર્ક: ડ.હ.

બુધની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામો પહેલા પૂરા કરવામાં સફળ થશો. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળી જશે બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. નોકરી કરતા હશો તો પ્રમોશન મળવાના ચાન્સ છે. મિત્રોની સલાહથી તમારા કામમાં ફાયદો મેળવી શકશો. શારિરીક બાબતમાં સારા સારી રહેતા તમારા વિચારોપણ પોઝીટીવ થતા જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 1, 2, 4 છે.
Under Mercury’s auspicious rule, you will be able to complete all your important tasks smoothly. A chance to make a new investment is likely, especially in land or property. Professionals could receive promotion opportunities. A friends’ advice will help you gain success. Physical and mental strength will grow. Pray the Meher Nyaish daily.
Lucky dates: 29, 1, 2, 4
LEO | સિંહ: મ.ટ.

બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવામાં સફળ થશો. મીઠી જબાન વાપરીને પારકાને પોતાના બનાવી લેશો. વધુ ધન કમાવવા રસ્તા શોધી લેશો. મુશ્કેલી ભર્યા કામને બુદ્ધિ વાપરીને સહેલા બનાવી દેશો. તમારા સાચી સલાહથી સામેવાળાને નાણાંકીય ફાયદો કરાવી આપશો. મનગમતી વ્યક્તિને મળી પોતાના મનની વાત કહી દેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.
With Mercury ruling you, you will be able to control unnecessary expenses. You will succeed in winning over people through your polite speech. New income paths will open up for you. Smart decisions you make will benefit others financially. Speak your heart out to someone close. Pray the Meher Nyaish daily.
Lucky dates: 29, 30, 1, 2
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

24મી ડિસેમ્બર સુધી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે. તમારી જાત ઉપર ખૂબ જ ગુસ્સો આવશે. જે પણ કામ કરશો તેમાં ઉતાવળ કરતા નહીં કામને બગાડતા વાર નહીં લાગે. અગત્યની ચીજ વસ્તુને સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. તાવ શરદીથી પરેશાન થશો. ફેમિલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડતાં રહેશે. ઘરનું વાતાવરણ તંગ રહેશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 3, 4, 5 છે.
Until 24th December, Mars’ rule could trigger anger and impatience within you. Avoid rushing into decisions in haste or doing any important work. You are advised to keep your belongings safe. Minor health troubles and family disagreements could disturb the peace at home. To restore calm and balance, pray the Tir Yasht daily.
Lucky dates: 29, 3, 4, 5
LIBRA | તુલા: ર.ત.

26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે મનથી ખૂબ આનંદમાં રહેશો. કામકાજ પૂરા કરવા માટે સમય નહીં જુઓ. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ઓછી મહેનત કરી વધુ કમાઈ શકશો. મુસાફરીનો આનંદ લઈ શકશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી તેમને ખુશ રાખશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 1, 2, 5 છે.
The Moon’s rule till 26th December has you feeling joyful and motivated. Success at the workplace will bring you happiness. Even less efforts will result in increased earnings. Travel will be enjoyable. Fulfilling family expectations will create happiness all around. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky dates: 30, 1, 2, 5
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

6ઠ્ઠી ડિસેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારા મગજનો પારો ઊંચો રહેશે. નાની બાબતમાં ગુસ્સો આવશે. સરકારી કામની અંદર સફળતા નહીં મળે. સરકારી કામો 6ઠ્ઠી ડિસેમ્બરપછી કરવાથી તમને સફળતા મળશે. હાલમાં માથાના દુખાવાથી પરેશાન થશો. શેરમાર્કેટથી દૂર રહેજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. મનને શાંત રાખવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 3, 4 છે.
The Sun’s rule, till 6th December, the Sun could result in an increase in stress and anger. Government-related work could face obstacles until after this date. You could suffer from headaches. You are advised to stay away from the stock market and speak less to avoid conflict. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky dates: 30, 1, 3, 4
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે. મનગમતી ચીજ વસ્તુ લેવામાં જરા પણ પાછી પાની કરતા નહીં. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરજો. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક બનતું જશે. નાની-નાની સાવચેતીઓથી સ્વાસ્થ્ય સુધરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 1, 3, 5 છે.
Venus’s ongoing rule till 16th December supports you, bringing joy, comfort and pleasant purchases. Money matters improve steadily. Share your feelings with someone trustworthy. Your health will benefit by practising small but useful precautions. The atmosphere at home remains peaceful and loving. Pray to Behram Yazad daily.
Lucky dates: 29, 1, 3, 5
CAPRICORN | મકર: ખ.જ.

તમને મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસો પસાર કરશો. ખર્ચ કરવામાં કોઈપણ જાતની કસર નહીં કરો. અપોઝિટ સેક્સનું દિલ જીતી લેશો. અચાનક ધનલાભ થઈ જશે. કોઈના મદદગાર બની શકશો. જે પણ કામ કરશો તેમાં આનંદ આવશે. પ્રેમ કરનાર વ્યક્તિ માટે લગ્ન થવાના ખુબ સારા ચાન્સ છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 30, 2, 4, 5 છે.
Venus’s rule brings opportunities your way for travel, enjoyment and happy expenses. You could win the admiration and heartfelt affection from all around you. Sudden financial gain is likely. There are strong chances of marriage for those in love or looking to tie the knot. Family joy increases as wishes are fulfilled. Pray to Behram Yazad daily.
Lucky dates: 30, 2, 4, 5
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

છેલ્લું અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમને નેગેટિવ વિચારો ખૂબ જ આવશે. તબિયતનું ખાસ ધ્યાન રાખજો. ખર્ચનું પ્રમાણ ખૂબ વધી જશે. રાહુને કારણે ફેમિલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમારા કોઈપણ કામ ઉતાવળમાં કરતા નહીં. રાહુના નિવારણ માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
This last week under Rahu’s rule could cause your head to get flooded with negative thoughts. Expenses could be on the rise. Your health could be in need of attention. Family disagreements could arise. You are advised to avoid rushing into any decisions. For mental peace and strength, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky dates: 30, 1, 2, 3
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી આવકની જગ્યાએ ખોટા ખર્ચમાં વધારો થશે. ફેમિલી મેમ્બરની તબિયત અચાનક બગડી જશે. હાલમાં બને તો કોઈપણ જગ્યાએ જવાનો પ્લાન બનાવતા નહીં. એસિડિટી જેવી બાબતથી પરેશાન થશો. નોકરી કરતા હશો તો સાથે કામ કરનારનો સાથ નહીં મળે. રોજના કામ શરૂ કરતાં પહેલાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.
Rahu’s rule increases unnecessary spending on your end. There could be sudden health concerns in the family. Avoid travel plans for now. You could suffer from acidity and general discomfort. Colleagues at the workplace might not be supportive. Start the day by praying the Mah Bokhtar Nyaish daily.
Lucky dates: 30, 3, 4, 5
- Your Moonsign Janam Rashi This Week –
29 November 2025 – 05 December 2025 - 29 November2025 - Your Moonsign Janam Rashi This Week –
22 November 2025 – 28 November 2025 - 22 November2025 - Your Moonsign Janam Rashi This Week –
15 November 2025 – 21 November 2025 - 15 November2025
