અમરોલી અગિયારીનો 222મો સાલગ્રેહ ઉજવાયો

સુરતના અમરોલી ગામમાં આવેલી અમરોલી અગિયારીએ 21મી નવેમ્બર 2025એ (રોજ આદર, માહ તીર) તેનો ભવ્ય 222મો સાલગ્રેહ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવ્યો. આ પ્રસંગે ટ્રસ્ટી બેહરામ અમરોલીયા અને તેમની પુત્રી ઝરીન અમરોલીયા, ખોજેસ્તે મીસ્ત્રી, મેહેર પંથકી અને અનાહિતા દેસાઈની હાજરી હતી. ઉપરાંત અનેક ભાવિકોએ હાજરી આપી. પંથકી એર. કૈઝાદ એફ. માંડવીવાલા દ્વારા હમા અંજુમનની માચી બાદ ખુશાલીનું જશન કરવામાં આવ્યું.
આ નાની પરંતુ પવિત્ર અગિયારીના કેન્દ્રમાં આવેલ કેબલામાં વિશાળ અફરગન્યુમાં સ્થાપિત દિવ્ય આતશ પાદશાહનો તેજ ચમકે છે. અગિયારીએ તેનું મૂળ સૌંદર્ય અને જૂની લકઝરી જાળવી રાખી છે. અહીંનું 131 વર્ષ જૂનું પથ્થરની ફલોરિંગ અનગિનત આતશ ન્યાએશની શ્રદ્ધા અને ઉર્જાનું સાક્ષી છે. અગિયારીનું મુખ્ય આકર્ષણ છે કુવો કે જેને વિશિંગ વેલ કહેવામાં આવે છે અને જે ભાવિકોની માનતા મુજબ ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
અગિયારીની સુંદર સંભાળ પંથકી એર. કૈઝાદ માંડવીવાલા અને તેમના સમર્પિત પરિવાર દ્વારા લેવામાં આવે છે. તેમની પત્ની પરિઝાદ, માતા ડોલી અને પુત્રીઓ ઝેનિયા અને પર્લ તેમની સાથે ખભેથી ખભા મીલાવીને સેવા કરે છે. અગિયારીની મુલાકાત લેતા લોકો વારંવાર તેમના સ્નેહસભર સ્વાગત અને આત્મિયતાની ખૂબ પ્રશંસા કરે છે.
સુરત સ્ટેશનથી માત્ર અડધા કલાકના અંતરે આવેલું આ શાંત અને આધ્યાત્મિક સ્થળ તમામ જરથોસ્તીઓ માટે અવશ્ય મુલાકાત લાયક છે. અહીંની શુભ ઉર્જા અને દિલથી મળતી મહેમાન નવાજીનો અનુભવ અવશ્ય કરવો જોઈએ.
વિગતો માટે સંપર્ક: 9374998829 / 9375980442

Leave a Reply

*