પારસી પ્રગતિ મંડળે (પીપીએમ) તેના 80મા વર્ષના ઉજવણી પ્રસંગે સંજાણ ડે નિમિત્તે સુરતના જરથોસ્તીઓ માટે સંજાણની યાદગાર પ્રવાસયાત્રાનું આયોજન કર્યું. આ દિવસ આપણા પૂર્વજોના ભારત આગમનને સમર્પિત છે અને એકતા, આભાર અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત બે ભાવસભર જશનથી થઈ, બાદમાં માનનીય જસ્ટિસ (નિવૃત્ત) શાહરૂખ કાથાવાલાના પ્રેરણાદાયક સંબોધન યોજાયા. અંતે તમામે એકતાભર્યુ સમૂહભોજન સાથે દિવસની ઉજવણી કરી. પરિવહન માટે પ્રાયોજકત્વ આપવા બદલ પીપીએમએ જસ્ટિસ કાથાવાલાનો હાર્દિક આભાર માન્યો.
ચિલ્ડ્રન્સ ડે ની ઉજવણી 16 નવેમ્બરે ઝેડડબ્લ્યુએએસ અને સુરત પારસી પંચાયત (એસપીપી) ના સહયોગથી યોજાઈ. એસપીપીના પ્રમુખ ડો. હોમી દૂધવાલાએ નિશુલ્ક સ્થળ અને ભોજનમાં ઉપસ્થિતિ આપી. આ વખતે ધાર્મિક વ્યાખ્યાનને બદલે એર. ડો. સરોશ કેકી દસ્તુરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવ મગજના ભવિષ્ય વિષે રસપ્રદ અને ઊંડાણપૂર્વકનું વ્યાખ્યાન આપ્યું. પીએમએમએ કલરિંગ, હેન્ડરાઇટિંગ અને નિબંધલેખન જેવી સ્પર્ધાઓ યોજી જેમાં કુલ 105 ઉત્સાહી બાળકો અને યુવાનોના એન્ટ્રીઓ મળ્યા. તમામ ઇનામો જસ્ટિસ કાથાવાલાના પ્રાયોજકત્વ હેઠળ હતા અને ઝેડડબ્લ્યુએએસ દ્વારા વિશેષ ઇનામો પણ અપાયા. પ્રશંસા પાત્ર છે પીપીએમ, એસપીપી અને ઝેડડબ્લ્યુએએસની સમિતિઓનું સમર્પિત કાર્ય જે સમાજની એકતા અને જોડાણને વધુ મજબૂત કરે છે.
- નૈનાઝ મુનસફની નવી મોનાજાતે વિશ્વભરના દિલોને સ્પર્શ્યા - 17 January2026
- ડબ્લ્યુઝેડઓ (ઇન્ડિયા)ના સભ્યોએ8 આતશ બહેરામની યાત્રાથીનવા વર્ષની શરૂઆત કરી - 17 January2026
- આશા વહીશ્તા દાદગાહનો 8મો સાલગ્રેહ ઉજવાયો - 17 January2026
