મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો સમય ઉપર પૂરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં માન પાનમાં ખૂબ જ વધારો થઈ જશે. સાથે કામ કરનારનો ભરપુર સાથ મેળવી શકશો. ફેમિલી મેમ્બરના મદદગાર બની શકશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. તમારા કામમાં કંઈ નવું પ્લાનીંગ કરતા આગળ જતા પોઝીટીવ રીઝલ્ટ મેળવી શકો છો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 11, 12 છે.
Under Jupiter’s favourable rule, your tasks are likely to get done smoothly and on time. Sudden financial gains are on the cards. You will gain appreciation at work and coworkers will support you well. Family harmony strengthens. Good news brings you joy. New planning will show positive results. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 6, 8, 11, 12
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરવાની હિંમત આવી જશે. ગુરૂની કૃપાથી કોઈની મદદ લેવાનો સમય નહીં આવે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. આ પ્રગતિનો સમય છે. તમારી મહેનત સફળ રીઝલ્ટ આપશે. જો તમે ઈનવેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો જમીન જાયદાદમાં ઈનવેસ્ટ કરવા માટે અનુકૂળ સમય છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Jupiter’s ongoing rule brings you courage to restart stalled work and progress becomes steady. Your efforts will deliver excellent results. Gradual and steady growth in finances is indicated. This is a good time for investing in land or property. Your self-confidence will rise as problems ease. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 7, 8, 9, 10
GEMINI | મિથુન: ક.છ.ઘ.

શનિની દિનદશા ચાલુ હોવાથી નવા કામ કરવા માટે સમય જરા પણ સારો નથી. તમે તમારા વિચારો સ્થિર નહીં રાખી શકો. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. બેક પેઈન જેવી બીમારીથી પરેશાન થશો. નકારાત્મક વિચારો તમને પરેશાન થશે. વિચાર્યા વગર કોઈ પર વિશ્વાસ નહીં કરતા. કામ પર કોઈની સાથે તમારો મતભેદ થઈ શકે છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 11, 12 છે.
Saturn’s rule makes this an unfavourable time for starting new ventures. You are advised to avoid impulsive decisions. Confusion could cloud your thoughts. You could suffer from health issues, like back pain. Misunderstandings at work could take place. Try and stay alert. Trust others very carefully. Pray the Moti Haptan Yasht daily.
Lucky dates: 6, 7, 11, 12
CANCER | કર્ક: ડ.હ.

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમે શારીરિક, માનસિક અને નાણાકીય બાબતથી હેરાન નહીં થાઓ. ઓફિસમાં અગત્યના કામો જલ્દીથી પૂરા કરી શકશો. જુના ઇન્વેસ્ટમેન્ટમાંથી ફાયદો મળશે. બને તો નવું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કોઈપણ નવા કામ વિચાર કરી શાંતિથી કરજો. બીજાઓને સલાહ આપવા કરતા પોતાના કામ પર ધ્યાન આપજો. ફેમીલી મેમ્બર સાથે મુસાફરીનો આનંદ માણી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Mercury’s rule, till 19th December, keeps you peaceful and supports you areas including your health, career and finances. Important office tasks finish quickly. You could earn profits come from old investments. New investments will prove rewarding if taken thoughtfully. Enjoy travel with family. Pray the Meher Nyaish daily.
Lucky dates: 7, 8, 9, 10
LEO | સિંહ: મ.ટ.

18મી જાન્યુઆરી સુધી તમારા ધારેલા કામો કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. બુદ્ધિ વાપરી તમારી સાથે બીજાને પણ નાણાકીય ફાયદો કરાવી શકશો. મિત્રો, ઓફિસ અને ફેમિલી મેમ્બર સાથે મેલ-મિલાપ વધી જશે. નવા કામ મેળવી શકશો. નાના ધનલાભ અચાનક મેળવી શકશો. વડીલોની સલાહ ફાયદાકારક સાબિત થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.
Until 18th January, progress will be smooth and all plans move successfully. Your intelligence helps generate monetary gains for yourself as well as for others. Strong bonding with friends, coworkers and family is on the cards. Sudden small profits are likely. You are advised to respect elders’ advice. Pray the Meher Nyaish daily.
Lucky dates: 8, 9, 11, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવી જશે. ગુસ્સો કરવાનું ઓછું રાખજો તેનાથી તમારા બનતા કામ બગડી જશે અને તબિયત પર અસર પડશે. ખોટા વિચારોથી દૂર રહેજો. હાલમાં કોઈપણ મોટા ડિસીઝનો લેતા નહીં આગળ જતા નુકસાનકારક સાબિત થઈ શકે છે. પોતાના પર ભરોસો રાખજો કોઈની ખોટી સલાહ તમને નુકસાની આપી શકે છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.
Under Mars’ rule, your temperament could fluctuate, so try and keep you anger under control or else your work could get disrupted and health could also suffer. You are advised to avoid making any rushed or risky decisions. Stay away from negative influences. Trust yourself and analyse any advice you receive carefully before acting on it. Pray the Tir Yasht daily.
Lucky dates: 6, 7, 9, 10
LIBRA | તુલા: ર.ત.

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ફેમિલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. ચંદ્રની મહેરબાનીથી તમે કરેલા કામનું સારું ફળ જરૂર મળશે. નાણાકીય અગવડ જરા પણ નહીં આવે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. તમારા કોન્ફિડન્સમાં વધારો થશે. ફેમીલી મેમ્બર સાથે ધર્મ સ્થળે જવાનું રાખજો મનને શાંતિ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.
The Moon’s rule brings harmony at home. You will taste sweet success in all your tasks with confidence. Financial ease continues and peace of mind strengthens. You are advised to spend some time visiting spiritual places with your family. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky dates: 8, 9, 11, 12
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

આજથી તમને શીતળચંદ્ર જેવા ગ્રહની દિનદશા શરૂ થયેલી છે. 24મી જાન્યુઆરી સુધી તમારા રોજબરોજના કામો ખૂબ સારી રીતે કરવામાં સફળ થશો. બીજાનું કામ કરવામાં તમને ખૂબ આનંદ આવશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. તમારા બગડેલા કામ ધીરે ધીરે સુધારવા માંડશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 10, 12 છે.
Starting today, the cooling Moon’s rule brings you great calm and success. Your routine tasks will move smoothly. Helping out others brings you much satisfaction. Financial matters start to gradually improve and your stalled work projects begin progressing. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky dates: 6, 7, 10, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા તમારા મનની દરેક નેક મુરાદ પૂરી કરશે. તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં ખૂબ વધારો થશે. ચાલુ કામ પુરા કરવામાં સફળ થશો. ઉધાર લીધેલા નાણા પાછા આપી શકશો. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. નવા મિત્રો મળશે જે આગળ જતા તમારા કામમાં મદદ કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Venus’ rule, till 16th December, brings fulfilment of all your heartfelt wishes. You feel a boost in your self-confidence. You will be able to complete ongoing work and repay your loans with ease. Partnerships will prove beneficial and the atmosphere at home will be joyful. New friendships will prove beneficial in the future. Pray to Behram Yazad daily.
Lucky dates: 8, 9, 10, 11
CAPRICORN | મકર: ખ.જ.

14મી જાન્યુઆરી સુધી તમારા કોઈપણ કામમાં મુશ્કેલી નહીં આવે. તમે કામમાં સફળતા મેળવી વધુ આનંદમાં આવી જશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. કામકાજને વધારવા માટે ભાગદોડ કરી શકશો. ધન બચાવવાની કોશિશ જરૂર કરજો. વડીલવર્ગનો અનુભવ અને માર્ગદર્શન તમારા આત્મવિશ્વાસ અને મનોબળને વધારશે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 12 છે.
Until 14th January, success comes to you without major obstacles. You could purchase something new for the home. Your will expand your work through dedicated efforts. You are advised to save up wisely and value elders’ guidance. Good news from children brings happiness. Pray to Behram Yazad daily.
Lucky dates: 6, 7, 9, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

આજથી તમે આવતા 70 દિવસ મોજશોખમાં પસાર કરી શકશો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ કરવાના ચાન્સ મળી રહેશે. તમારી આવકના સ્ત્રોતો વધશે. નાણાકીય બાબતમાં છૂટછાટ સારી રહેશે. ઓપોઝિટ સેક્સની મદદથી તમારા અધુરા રહેલા કામ પુરા કરી શકશો. લગ્ન કરેલ વ્યક્તિ માટે સમય ખૂબ સારો છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
The next 70 days bring you enjoyment and progress. Finances improve gradually and opportunities for new ventures grow. Income sources increase and support from members of the opposite gender helps you complete your pending work. Married individuals experience harmony. Pray to Behram Yazad daily.
Lucky dates: 8, 9, 10, 11
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા તમારા મગજને સ્થિર નહીં રહેવા દે. તમે લીધેલા ડિસિઝન તમને મુસીબતમાં મૂકી દેશે. તમે મુશ્કેલીઓથી દૂર રહેવા માંગતા હો તો કોઈ સાથે કોઈપણ જાતની બોલચાલ કરતા નહીં. બને તો ઓછું બોલવાનું રાખજો. તમારા ખર્ચમાં ખૂબજ વધારો થશે. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને નુકસાન થઈ શકે છે તેનું ધ્યાન રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 12 છે.
Rahu’s rule, till 5th January, could disturb your mental stability and decisions you take could create challenges. You are advised to speak less and avoid arguments. Expenses could rise sharply. Be wary of strangers. Staying calm will help prevent trouble. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky dates: 6, 7, 8, 12
