Your Moonsign Janam Rashi This Week –
13 December 2025 – 19 December 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા શુભ મિત્રની દિનદશા ચાલશે. તમારા ધારેલા કામો વીજળીવેગે પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બર તમારા કામમાં મદદગાર થશે. મિત્રોના ભરપૂર સાથ મળશે. તમને કોઈ કામમાં નોંધપાત્ર સફળતા મળશે. મોટું રોકાણ કરવા માટે સારો સમય છે જે ભવિષ્યમાં ફાયદો આપશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.

Good support from Jupiter rule, continues until 25th December. You will complete your tasks quickly and see steady financial progress. Sudden monetary gains are likely. Family and friends will be supportive and you may achieve notable success. This is a favourable time for major investments that bring long-term benefits. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 13, 17, 18, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધનલાભ મળતા રહેશે. જે પણ મેળવશો તેમાં ખૂબ જ આનંદ મળશે. થોડી મહેનત કરવાથી તમારૂં ફસાયેલું ધન પાછું મેળવી શકશો. તમને વડીલો તરફથી આશીર્વાદ અને માર્ગદર્શન મળશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમ કરી શકશો. તમારા વિચારો ધીરે ધીરે પોઝીટીવ થતા જશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

With Jupiter’s blessing, financial gains will continue and each achievement will bring satisfaction. With some effort, you will be able to recover your funds which have been stuck. Guidance from elders will prove beneficial. You could organise a religious activity at home. Positive thoughts will strengthen family harmony. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 14, 15, 16, 17


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં પરેશાન થઈ જશો. સમજ્યા વગર કોઈપણ જાતનું ડિસિઝન લેતા નહીં. ખોટા ખર્ચમાં ખૂબ જ વધારો થશે તેથી તમે વધુ પરેશાન થશો. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. શારીરિક બાબતમાં બેદરકાર રહેતા નહીં ડોકટરની સલાહ અવશ્ય લેજો. પૈસાની બાબતમાં કોઈના પર આંધળો વિશ્વાસ રાખતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 15, 17, 19 છે.

Saturn’s rule, till 26th December, could cause unnecessary worries for you. You are advised to avoid making decisions without seeking complete clarity first. Expenses could rise and health could fluctuate, so take medical advice seriously. Do not trust anyone blindly in financial matters. Continue praying the Moti Haptan Yasht daily.
Lucky dates: 13, 15, 17, 19


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આ અઠવાડિયામાં લેતીદેતીના કામો પહેલા પૂરા કરી લેજો. તમારે કોઈકને નાણા આપવાના બાકી હોય તો પાછા આપવા સમય માંગી લેજો. તમે પાર્ટનરશીપમાં કામ કરતા હો તો તમારો નફો પહેલા લઈ લેજો. તમારા બાળકોની સકારાત્મક પ્રવૃત્તિઓથી તમને આનંદ થશે. લાંબા સમયથી તમારા ફેમીલીમાં ચાલી રહેલી મુશ્કેલીનું તમે નિવારણ કરી શકશો. દરેક ડીસીઝન વિચાર કરીને લેજો. બને તો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં થોડો સમય અવશ્ય પસાર કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Clear your pending financial dealings this week. Request leeway for extra time from your creditors if you owe money. If you work in a partnership, secure your share first. Your children’s positive behaviour will bring joy. A long-standing family issue could finally get resolved. Spend time in spiritual practices. Pray the Meher Nyaish daily.
Lucky dates: 14, 15, 17, 18


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુભ ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી બચત કરવામાં સફળ થશો. રોજબરોજના કામો સમય કરતા પહેલા પૂરા કરી શકશો. બને તો થોડી ઘણી રકમ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દેજો. હાલમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આગળ જતા ફાયદા કારક સાબિત થશે. કોઈકના મદદગાર બની શકશો. તમારા સકારાત્મક વિચારોથી તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.

Mercury’s favourable rule helps you save effectively and complete daily tasks ahead of time. You are advised to start making small investments as these could bring future benefits. You may be able to assist someone and your positive mindset will help resolve problems. Pray the Meher Nyaish daily.
Lucky dates: 13, 17, 18, 19


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. હાલમાં પડવા વાગવાના બનાવ બની જશે. હાઈ પ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. નાણાકીય ખર્ચમાં વધારો થશે. દરેક પર વિશ્ર્વાસ કરવાનું ટાળજો. બિનજરૂરી બાબતોમાં ધ્યાન આપતા નહીં. ઓછું બોલવાનું રાખજો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Mars’ ongoing rule till 24th December, increases the chances of minor injuries or health issues like high blood pressure. Avoid carelessness with medication. A small mistake could land you in big trouble. Expenses could rise, so stay cautious. Try and speak minimal to avoid altercations. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky dates: 13, 14, 15, 16


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરને વધુ ખુશ રાખવામાં સફળ થશો. જે પણ કામ કરતા હશો તેમાં તમને સફળતા મળશે. મગજને શાંત રાખીને કામ કરવામાં ખૂબ જ આનંદ આવશે. છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલી સમસ્યાનો સુખદ અંત આવશે. અજાણ્યા લોકોથી સાવધ રહેજો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 18, 19 છે.

The Moon’s rule, till 26th December brings happiness at home and success in all your ongoing works. Staying calm will promote your sense of job satisfaction. A long-standing issue could finally end. You are advised to stay cautious with strangers. Finances will improve. Investing is advisable. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky dates: 15, 17, 18, 19


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને ચંદ્રની દિનદશા શરૂ થયેલી હોવાથી રોજબરોજના કામ ખૂબ સારી રીતે કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. સકારાત્મક રહેવાથી કોઈ મહત્વપૂર્ણ કાર્યને પૂરું કરવામાં સફળતા મળશે. ગામ પરગામથી શુભ સમાચાર મળશે. તમને અચાનક કોઈ અજાણ્યો નફો મળશે જેની તમે અપેક્ષા નહોતી કરી. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

The onset of the Moon’s rule helps you to manage your daily tasks well. Travel opportunities could arise and a positive attitude will help you complete important work. You could receive good news from outside. You could gain an unexpected profit. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.
Lucky dates: 13, 14, 17, 19


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusપહેલા ત્રણ દિવસ સુખ શાંતિમાં પસાર કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા અપોઝિટ સેક્સ તરફથી સારા સમાચાર અપાવશે. 16મીથી શરૂ થતી સુર્યની દિનદશા તમને માથાના દુખાવાથી પરેશાન કરશે. સરકારી કામ કરતા ખુબ ધ્યાન આપજો. હાલમાં ઘરમાં રીપેરીંગ કામ કરતા નહીં. નવા કામ માટે તમારે મુસાફરી કરવી પડશે જેના કારણે તમને થાક અને તાણનો અનુભવ થશે. ઘરનું વાતાવરણ તંગ રહેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 18 છે.

You have three days remaining to spend peacefully. The waning rule of Venus brings pleasant news through the opposite gender. The Sun’s rule, starting from 16th December could cause you headaches. Be careful with government-related work and avoid home repairs. Travel for new tasks may feel tiring and stressful. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 13, 14, 15, 18


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે કામો ખૂબ સારી રીતે કરવામાં સફળ થશો. ફેમિલી મેમ્બરને ખુશ રાખી શકશો. ઓપોઝિટ સેક્સનો સાથ મળવાથી મુશ્કેલી ભર્યા કામો સારી રીતે પૂરા કરી શકશો. નવા કામ કરવામાં સફળતા મળશે. વિચારો પોઝિટિવ થતા તબિયતમાં પણ સારા સારી રહેશે. મિત્રોની મદદથી નવા કામ શરૂ કરી શકશો તથા તેમાં સફળતા પણ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Venus’ favourable rule helps you perform tasks smoothly. Family members will be pleased with you. Support from the opposite gender could help you manage difficult work tasks. New opportunities will taste success. Improved thinking brings better health. Friends may help you start new ventures. Pray to Behram Yazad daily.
Lucky dates: 16, 17, 18, 19


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusતમારી રાશિના માલિક શનિના મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતની અંદર ખૂબ જ સારા સારી થતી જશે. અચાનક ધનલાભ મળતા જશે જેનાથી તમે આનંદમાં આવી જશો. તબિયતની અંદર સારા સારી થતી જશે. ધણી ધણીયાણીના સંબંધમાં ખૂબ જ સારા સારી રહેશે. નવા કામ કરવા માટેનો સમય ખૂબ જ સારો છે. તમારી તબિયત બગડી હશે તો તેમાં સુધારો થતો જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

With Venus supporting Saturn, your financial matters improve steadily and sudden gains bring joy. Health shows improvement and relationships with loved ones will strengthen. This is a favourable time for starting new projects. Any recent health issues will begin to get resolved. Pray to Behram Yazad daily.
Lucky dates: 13, 14, 17, 19


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પમી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તબિયત અચાનક બગડી જશે. પેટની બીમારીથી પરેશાન થશો. હાલમાં ખોટી ચિંતાઓથી તમે પરેશાન થશો. રાહુ તમને ખોટા ખર્ચાઓ કરાવશે. ઘરમાં શાંતિ નહીં રહે. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે તેથી ધ્યાન આપજો. તમારા નેગેટીવ વિચાર તમારા માટે નુકસાનકાર સાબિત થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Rahu’s rule till mid-January could cause sudden health concerns, especially stomach issues. Unnecessary worries could trouble you and unexpected expenses could rise. Avoid forming new friendships as these could bring loss. Negative thoughts could affect your decisions, so stay mindful. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky dates: 15, 16, 17, 18

Leave a Reply

*