Your Moonsign Janam Rashi This Week –
27 December 2025 – 02 January 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધીમાં તમે દિવસે તારા જોઈ લેશો. રાહુ તમારા મગજને કામ કરવા નહીં દે. હાલમાં તમે દરેક બાબતની અંદર નેગેટિવ વિચાર કરતા થઈ જશો. નાણાકીય બાબતની અંદર વધુ પડતી મુશ્કેલીમાં આવી જશો. નોકરી કરતા હશો ત્યાં પણ તમારાથી નાની નાની ભૂલો થતી રહેશે. પ્રેમમાં હશો તો સાથી સાથે મતભેદ થવાના ચાન્સ છે બને તો ઓછું બોલવાનું રાખજો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Rahu’s ongoing rule till 3rd February, brings in confusion with negativity which could cloud your thinking. You could feel restless and financially strained. Small mistakes at work could create problems. Differences of opinion may arise with your partner, so speak less and stay calm. Avoid overthinking. To placate Rahu, pray the Man Bokhtar Nyaish daily.
Lucky dates: 30, 31, 1, 2


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તેમાં મિત્ર કે સાથે કામ કરનારનો સાથ સહકાર મળતો રહેશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. જે પણ કમાશો તેમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મનપસંદ વ્યક્તિ મળવાના ચાન્સ છે. અગત્યના કામો ઉપર વધુ ધ્યાન આપી પૂરા કરતા આગળ જતા ફાયદો થવાના ચાન્સ છે. ઘરમાં ધાર્મિક કાર્ય કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 31 છે.

Jupiter rule brings you support from friends and colleagues leading to your progress. Financial conditions improve steadily, and you will succeed in saving and investing wisely. A meaningful personal connection could develop. Focus on completing important tasks with care. Religious activities at home will bring peace. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 27, 28, 29, 31


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજથી તમને ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. 21મી ફેબ્રુઆરી સુધીમાં તમારા બગડેલા કામોને સુધારી લેશો. કોઈ કામમાં અટકેલા હશો તે કામ ફરી ચાલુ કરવામાં કોઈનો સાથ મળી જશે. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. નારાજ થયેલા ફેમિલી મેમ્બરની નારાજગી દૂર કરવામાં સફળ થશો. ફેમિલી ગેટ ટુ ગેધર કરી શકશો. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. ધર્મના કામમાં સમય પસાર કરતા મનને શાંતિ મલશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 29, 1, 2 છે.

The onset of Jupiter’s rule, starting till 21st February, today bring you much relief and progress. Your stalled works will restart with timely support. Financial stability will improve gradually. Family misunderstandings could be resolved, leading to joyful gatherings and a peaceful home atmosphere. Spending time in spiritual activities will calm the mind. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 27, 29, 1, 2


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં હેરાન થતા જશો. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ થતા રહેશે. તમે સાચા હોવા છતાં શનિને કારણે તમે તમારો બચાવ નહીં કરી શકો. બને તો કોઈબી સાથે બોલાચાલીમાં ઉતરી પડતા નહીં. ઓછું બોલવાનું રાખજો. બીજાની નકારાત્મક વાતો પર ધ્યાન નહીં આપતા. કોઈપણ ડીસીઝન લેવામાં ઉતાવળ કરતા નહીં. શનિની પીડાને ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા.28, 29, 30, 31 છે.

Saturn’s rule, till 24th January, could cause unnecessary worry and misunderstandings, especially in marital matters. Defending yourself may feel impossible despite being in the right. Ty to avoid arguments and speak only when needed. Ignore negativity and avoid rushed decisions. To placate Saturn and restore balance, pray the Moti Haptan Yasht daily.
Lucky dates: 28, 29, 30, 31


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે લાંબા સમયના પ્લાન બનાવીને તમારા કામમાં સફળ થશો. થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તે શિડયુલ બનાવીને કરતા તમારા કામમાં સફળતાની સાથે નાણાકીય ફાયદો પણ થશે. બુદ્ધિ વાપરીને વધુ કમાઈ શકશો. જુના ઇન્વેસ્ટમેન્ટ માંથી ફાયદો મેળવી શકશો. તમારા કામમાં જશ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 1, 2 છે.

Mercury’s rule supports smart planning and steady success. Creating schedules will help you achieve goals and improve finances. You will manage savings and earn more by using your intelligence. Gains from old investments are likely. You will receive much recognition at work. To strengthen positive outcomes, pray the Meher Nyaish daily.
Lucky dates: 27, 29, 1, 2


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલિક બુધની દિનદશા શરૂ થયેલી છે. તમે જો ધારશો તો 17મી ફેબ્રુઆરી સુધીમાં કરકસર કરીને નાણા બચાવવામાં સફળ થશો. મુશ્કેલી ભર્યા કામને બુદ્ધિ વાપરી પુરા કરશો. હાલમાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ મળતા રહેશે. લાંબા સમયથી અધુરૂં રહેલું કામ પુરૂં કરવા માટેનો હાલનો સમય ખુબ સારા છે. બને તો બીજાની પંચાતમાં પડતા નહીં. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Under Mercury’s rule, till 17th February, you will be able to successfully save money through careful spending. Challenges will be resolved using logic and patience. You could receive unexpected financial gains. This is an excellent time to complete long-pending tasks. Avoid unnecessary interference in others’ matters. Pray the Meher Nyaish daily.
Lucky dates: 28, 29, 30, 31.


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજથી 28 દિવસમાં તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે. મંગળની દિનદશા ચાલુ હોવાથી મિત્રો તથા ફેમિલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડતા વાર નહીં લાગે. ધનનો ખર્ચ ખૂબ વધી જવાથી પરેશાન થશો. કામ ઓછા અને મગજમારી વધુ કરવી પડશે. કોઈને ઉધાર પૈસા આપવાની ભૂલ હાલમાં કરતા નહીં. વિવાદોથી દૂર રહેજો. તમારી બેદરકારી મુશ્કેલીમાં વધારો કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Mars’ rule for the next 28 days makes it essential for you to control your anger. Minor issues could lead to disagreements within family and friends. Expenses could rise sharply, causing stress. Avoid lending money and stay away from conflicts. Carelessness could worsen situations. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky dates: 30, 31, 1, 2


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. દરેક કામ કરવામાં સફળ થશો. મુસાફરી કરવાથી નાણાકીય ફાયદો તો મળશે સાથે માનસિક શાંતિ પણ મળશે. ફેમિલી મેમ્બરનો સાથ મળતો રહેશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ઘરમાં સારા પ્રસંગો આવશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેવાથી તમે પણ ખુશ રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

The Moon’s rule, till 24th January, brings success in most efforts. Travel will bring both financial benefits and mental peace. Family support remains strong and positive developments at home are likely, including new purchases or happy occasions. A cheerful household atmosphere uplifts your spirits. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky dates: 28, 29, 30, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius5મી જાન્યુઆરી સુધી સૂર્યની દિનદશા ચાલશે. તેથી તમને તમારા કામ કરવામાં સફળતા નહીં મળે. સરકારી કામો હાલમાં કરતા નહીં. વડીલ વર્ગની તબિયતની ખાસ કાળજી લેજો. કોઈબી બાબતમાં બેદરકાર બનીને કામ કરતા નહીં. તમારા કામ-ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ પરેશાન કરશે. સાંભળજો બધાનું કરજો તમારા મનનું. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 29, 1, 2 છે.

The Sun’s rule, till 5th January, causes delays and obstacles. Avoid government-related work for now and take special care of elders’ health. Do not rush into decisions, especially in business matters. Workplace pressure could increase. Listen to everyone, but act wisely. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky dates: 27, 29, 1, 2.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધીના દિવસો મોજ શોખમાં પસાર કરશો. ધન ખર્ચની ચિંતા હાલમાં નહીં આવે. જેટલો ખર્ચ કરશો એટલું મળી જશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નવું કામ શોધતા હશો તો થોડી મહેનત પછી નવો તમને મનગમતો જોબ મળી જશે. બને તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો. ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ આનંદીત રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 2 છે.

Life will be relaxed and enjoyable till 14th January, with little worry about expenses. Spending remains balanced, and travel opportunities may arise. Those seeking new employment could find a suitable job after some effort. Property investment will be favorable. Guests at home will create a joyful atmosphere. Pray to Behram Yazad daily.
Lucky dates: 28, 29, 1, 2


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius13મી ફેબ્રુઆરી સુધી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા કામને પૂરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. થોડી ઘણી મહેનત કરવાથી ફસાયેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. મોજશોખ ઉપર કંટ્રોલ રાખી નહીં શકો. કેટલાક નજીકના લોકો સાથેની મુલાકાત પોઝીટીવ રહેશે તેમની સલાહથી નવા કામ સાથે ફાયદો પણ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Venus’ influence till 13th February showers you with progress and financial improvement. With effort, stuck funds could be recovered. Leisure activities may increase, making it hard to control indulgence. Meetings with close contacts will prove beneficial for new ventures. Pray to Behram Yazad daily.
Lucky dates: 28, 29, 30, 31


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

5મી જાન્યુઆરી સુધી તમને તમારા કરેલા કામનું ફળ નહીં મળે. અંગત વ્યક્તિ તમને દગો આપી જશે. કોઈ પણ બાબતમાં સમજ્યા વગર હા પાડી દેવાની ભૂલ કરતા નહીં. અચાનક તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. કોઈને પ્રોમિસ આપીને ફસાઈ જશો. તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા કામમાં મુશ્કેલીઓ ઉભી કરશે. વડીલવર્ગની સલાહ અવશ્ય માનજો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 30, 1, 2 છે.

Rahu’s rule till 5th January, causes your results to not match the efforts put in, leading to disappointment. Avoid trusting others blindly or making quick commitments. Health could need attention. Anger or haste could create problems. Be cautious with promises. Seek guidance from elders. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky dates: 28, 30, 1, 2

Leave a Reply

*