નૈનાઝ મુનસફની નવી મોનાજાતે વિશ્વભરના દિલોને સ્પર્શ્યા

પ્રખ્યાત મોનાજાત ગાયિકા નૈનાઝ જમાદાર મુનસફે તાજેતરમાં નવી પારસી મોનાજાત ઓ દાદગાર ઓ દાવર રજૂ કરી છે, જેને સમુદાય તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. રિલીઝના માત્ર બે દિવસમાં જ આ મોનાજાતે 5,500થી વધુ વ્યૂઝ મેળવી લીધા છે અને દુનિયાભરના પારસીઓ તરફથી પ્રશંસા અને લાગણીસભર સંદેશાઓ મળતા રહ્યા છે.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં નૈનાઝે જણાવ્યું કે આ મોનાજાત ધીમે ધીમે ઓછી થતી જઈ રહેલી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાને પુનજીર્વિત કરવાની એક કોશિશ છે. તેમનું માનવું છે કે આજની યુવા પેઢી લોકપ્રિય સંગીત સાથે વધુ જોડાયેલી છે, જ્યારે એક સમયની રોજિંદી જીવનશૈલીનો ભાગ રહેલી પ્રાર્થનાઓથી અંતર વધતું જાય છે. પોતાના અવાજ દ્વારા તેઓ મોનાજાતને ફરીથી સરળ, લાગણીસભર અને આજના સમયમાં પ્રાસંગિક બનાવવાની ઇચ્છા ધરાવે છે, જેથી આ પ્રાર્થનાઓ વિધિ તરીકે નહીં પરંતુ જીવંત અનુભવ તરીકે અનુભવી શકાય.
ઓ દાદગાર ઓ દાવરનું સર્જન ગાયક અને સંગીતકાર કૈઝાદ પટેલ સાથે સહકારમાં થયું છે, જેમણે રચનાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ રજૂઆત નૈનાઝની અગાઉની લોકપ્રિય રચનાઓ પછી આવી છે, જેમાં આપ પધારો વાહલાઓ (ઓગસ્ટ 2025) સામેલ છે. આ મોનાજાત તેમના મરહુમ પિતાને અર્પિત મુકતાદ શ્રદ્ધાંજલિ હતી, જેને 24 કલાકમાં 10,000થી વધુ વ્યૂઝ મળ્યા હતા. તેમજ ખુદવિંદ ખાવિંદ (2023) માટે તેમને એવરગ્રીન મ્યુઝિક એવોડર્સમાં બેસ્ટ સિંગરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

Leave a Reply

*