Your Moonsign Janam Rashi This Week –
03 January 2026 – 09 January 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં અટવાઈ જશો. તમારા વિચારો ખૂબ જ નેગેટિવ થતા જશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. લેણીયાત પોતાના પૈસા પાછા મેળવવા તમારી ઉંઘ ઉડાવી દેશે. તમારા બોલવાથી ઝગડો થવાના ચાન્સ છે બને તો ઓછું બોલવાનું રાખજો. તમારો ઉપરીવર્ગ તમને પરેશાન કરશે. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. રાહુનું નીવારણ કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

Rahu’s rule till 3rd February poses obstacles in your way, causing you to get stuck in small matters. Negative thoughts could increase, as could with financial pressure. Creditors could disturb your peace. Speak very carefully to avoid conflicts. Seniors at work could create trouble for you and colleagues could not be supportive. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky dates: 6, 7, 8, 9


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરૂ જેવા પરોપકારી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો તમે જલ્દીથી પૂરા કરવામાં સફળ થશો. ઘરનું વાતાવરણ સારૂં રહેવાથી તમે વધુ આનંદમાં રહેશો. ગુરૂની કૃપાથી ખોટા ખર્ચાને ઓછા કરી સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. ધનલાભ મળતા રહેશે. બીજાને મદદ કરવાથી તમને સંતોષ અને આનંદ બંને મળશે. તમારા દુશ્મનો તમારૂં ખરાબ નહીં કરી શકે. સરકારી નોકરી કરનારને ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.

Under the positive rule of Jupiter, you will complete important tasks smoothly. A pleasant home environment keeps you cheerful. Wrong expenses reduce, and smart investments bring gains. Financial benefits continue steadily. Helping others gives you deep satisfaction. Your enemies will not be able to cause you any harm. Government employees could gain advantages. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 3, 4, 6, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનશા ચાલશે. તમારા હાથથી કોઈ સારા કામ કરવામાં સફળ થશો. રોજબરોજના કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. ધર્મના કામ કરવામાં ભાગ લઈ શકશો. ભવિષ્યનો વિચાર કરીને થોડી ઘણી બચત અવશ્ય કરી શકશો. ફેમીલીનું દિલ જીતી લેશો દરેક કામમાં તેમનો સારો સપોર્ટ તમને મલશે. લગ્ન કરવા મનપસંદ સાથી મળવાના ચાન્સ છે. કોઈ વ્યક્તિને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.

Jupiter’s rule, till 21st February, helps you perform good deeds and complete your daily tasks efficiently. You could take part in religious activities and manage savings wisely. Family support remains strong. Marriage prospects improve, with chances of meeting a preferred partner. Offering sincere advice strengthens bonds. Pray the Sarosh Yasht daily.
Lucky dates: 3, 5, 6, 7


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડિસિઝનમાં તમે પોતે જ ક્ધફ્યુઝ થઇ જશો.શનિ તમને શારીરિક, માનસિક અને ધનની બાબતમાં પરેશાન કરશે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ થશે. કામકાજ કરવામાં આળસ આવશે. ઘરમાં કામ કરતા લોકો તમને પરેશાન કરશે. મિત્રો સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.

Saturn’s rule could create confusion in decision-making and cause physical, mental, and financial stress. Minor disagreements with your spouse could arise. Laziness can affect work. Household staff might test your patience. Think before sharing personal matters with friends. Speak less and stay composed. Pray the Moti Haptan Yasht daily.
Lucky dates: 4, 5, 8, 9


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી હિસાબી કામો પૂરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગુરૂની કૃપાથી ચેરીટીના કામ કરવામાં સફળ થશો. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળી જશે બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં સારો ફાયદો મેળવશો. કરવાનું રાખજો. બિન જરૂરી ખર્ચ પર કાપ મુકજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.

Mercury’s rule supports completion of financial and accounting tasks. Money matters remain stable. You could engage in charity. Opportunities for new investments arise, especially in land or property, which could benefit you later. Control unnecessary spending. For peace and progress, pray the Meher Nyaish daily.
Lucky dates: 3, 5, 6, 7


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુદ્ધિ વાપરીને જે પણ કામ કરશો તેમાં સત્યના ડંકા વગાડશો. અટકેલા કામો પૂરા કરવા માટે મિત્રોની મદદ લઈ લેજો. આવક જાવકનો હિસાબ જોઈને બજેટ બનાવજો. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. મીઠી જબાન વાપરીને બીજાના દિલ જીતી લેશો. જૂના મિત્રોને મળતા તમે આનંદમાં આવશો તેમની સલાહથી નાણાંકીય ફાયદો મેળવી શકશો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.

Under Mercury’s phase, your intelligence helps you succeed in every task. Seek a friends’ support to complete your pending work. You are advised to plan a budget after reviewing income and expenses. You will mend strained relationships with gentle words. Reconnecting with old friends brings joy and financial insight. Pray the Meher Nyaish daily.
Lucky dates: 4, 7, 8, 9


LIBRA | તુલા: ર.ત.

07Libra

22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. ભાઈ-બહેન સાથેના સંબંધ બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં તેઓ નાની બાબતમાં તમારાથી નારાજ થઈ જશે. વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. કોઈ પણ જાતની લેતી દેતી કરવાની ભૂલ હાલમાં કરતા નહીં. લેણીયાત તમને તકલીફ આપશે. પોતાના પર ભરોસો રાખજો કોઈની ખોટી સલાહ તમને નુકસાની આપી શકે છે તેથી સંભાળજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Mars’ rule, till 22nd January, could strain relationships with siblings over minor issues. Drive carefully and avoid any financial transactions for now. Creditors could trouble you. Trust your judgment, as wrong advice could cause losses. Stay alert and disciplined. For protection and balance, pray the Tir Yasht daily.
Lucky dates: 3, 4, 5, 6


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મગજને ખૂબ જ શાંત રાખી શકશો. મનથી કરેલા કામમાં નિરાશ નહીં થાઓ. કામને પુરૂં કર્યા વગર મૂકશો નહીં. ચંદ્રની કૃપાથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી શકશો. તમારા મનની વાત મનમાં રાખવા કરતા જેને કહેવી હોય તેને કરી દેજો. ઘરમાં કોઈપણ જાતના ચેન્જીસ કરવાના હોય તો કરી લેજો હાલનો સમય ખુબ સારો છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 8, 9 છે.

The Moon’s rule helps keep your mind calm and focused. Tasks done with sincerity bring satisfaction. Avoid leaving work incomplete. Family demands will be fulfilled smoothly. Express your feelings openly instead of suppressing them. This is a good time for home-related changes. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky dates: 5, 6, 8, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusઆજ અને કાલનો દિવસ સૂર્યના ઉતાપામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી સૂર્યની દિનદશા તમને બીમારી આપી જાય તેથી સંભાળજો. બાળકો સાથે મતભેદ પડી શકે તેથી તેમની સાથે બે દિવસ ઓછું બોલવાનું રાખજો. બાકી તો 5મી જાન્યુઆરીથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં ભરપુર સુખ શાંતિ અને ધન આપવામાં કોઈ કસર નહિ મૂકે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 3, 6, 7, 9 છે.

You have today and tomorrow remaining under the Sun’s rule, so take care of your health. Avoid arguments with children and speak less for two days. From 5th January, the onset of the Moon’s rule brings peace, happiness, and financial comfort for nearly fifty days. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky dates: 3, 6, 7, 9


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી સુખના દાતા શુક્રની દિનદશા ચાલશે. તમે મોજશોખ, આનંદ તથા હરવા ફરવામાં દિવસ પસાર કરી શકશો. તમારાથી બને તો થોડી ઘણી રકમ બચાવીને કોઈની મદદ કરવાનું ભૂલતા નહીં. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. વિચારો પોઝિટિવ થતા તબિયતમાં પણ સારા સારી રહેશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખવામાં સફળ થશો. ઘરમાં નવી ચીજ વસ્તુઓ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 8 છે.

Venus’ ongoing rule till 14th January, brings you comfort, enjoyment, and leisure. You could spend time on recreation and travel. You are advised to save a small amount and help someone in need. Marital differences reduce. Positive thinking improves health. Family remains happy and new household items could be purchased. Pray to Behram Yazad daily.
Lucky dates: 4, 5, 6, 8


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusતમને શુક્રની દિનદશા 13મી ફેબ્રુઆરી સુધી ભરપુર સુખ આપીને રહેશે. શુક્રની કૃપાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. ખર્ચ વધી જવા છતાં પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. અપોઝિટ સેક્સ સાથે ખૂબ જ સારા સારી થતી જશે. પ્રેમી પ્રેમિકા તરફથી સારા સમાચાર મેળવશો. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક બનતું જશે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

Venus’ rule till 13th February blesses you with happiness. There will be no financial stress despite higher expenses. Relationships with the opposite sex improve, and pleasant news from a partner is likely. Home atmosphere becomes loving and positive. A new person could enter your life. Pray to Behram Yazad daily.
Lucky dates: 3, 4, 7, 8


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજ અને કાલનો દિવસ તમે માનસિક રીતે પરેશાન થશો. કોઈપણ કામ કરવાનું મન નહીં થાય. બાકી 6ઠ્ઠીથી શુક્રની દિનદશા ધીરે ધીરે તમારા તમામ દુ:ખને ઓછા કરી નાખશે. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. નવા પ્રોજેકટમાં ઈનવેસ્ટમેન્ટ આગળ જતાં ફાયદો અપાવશે. રિસાયેલી વ્યક્તિને તમે મનાવી લેશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

You could feel restlessness and lack of motivation today and tomorrow. From 6th January onwards, Venus’ rule gradually reduces your troubles. Finances slowly improve and investments in new projects could prove beneficial in the future. You will be able to reconcile with someone who is upset with you. Catering to the wants of your family members brings joy at home. Pray to Behram Yazad daily.
Lucky dates: 6, 7, 8, 9

Leave a Reply

*