Your Moonsign Janam Rashi This Week –
10 January 2026 – 16 January 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તમે નાના કામો કરવામાં સફળ નહીં થાઓ.ખોટા ખર્ચા ખૂબ જ વધી જશે. તમે સ્વભાવે ખૂબ જ ચીડીયા થઈ જશો. સગા સંબંધીઓનો વ્યવહાર તમારી સાથે બરાબર નહીં રહે. હાલમાં નવા કામ લેવાનું ટાળજો નુકસાન થવાના ચાન્સ છે. અજાણ્યા લોકો સાથે તમારી અંગત વિગત શેર કરવાનું ટાળજો. અંગત વ્યક્તિ પર વિશ્ર્વાસ ઓછો કરજો. નેગેટીવ વિચારોને ઓછા કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 14, 16 છે.

Until 3rd February, Rahu’s rule could slow progress in routine matters. Unnecessary expenses could rise, and irritability could affect relationships with relatives. Avoid starting new ventures for now, as losses are possible. Do not share personal details with strangers and be cautious about placing trust. To calm negative thoughts, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 10, 11, 14, 16


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધીમાં તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ફેમિલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. જે પણ આવક થશે તેમાંથી થોડી રકમ કોઈને મદદ કરવામાં ખર્ચ અવશ્ય કરજો. નવું કામ કરવા માટે સમય ખુબ સારો છે. તમારી મહેનતથી સારૂં ફળ મેળવી શકશો. કામકાજમાં ખૂબ જ શાંતિ રહેશે. ઉપરી વર્ગ સાથે તમારા સંબંધો ખુબ સારા રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

By 22nd January, you are likely to be involved in a good deed that brings satisfaction. You will succeed in keeping family members happy. Financial matters remain stable. From your income, set aside a small amount to help someone in need. This is a favourable period to begin new work, as efforts will bring results. Workplace harmony improves. Pray the Sarosh Yasht daily.

Lucky dates: 12, 13, 14, 15


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ગુરૂની કૃપાથી તમારી આવકમાં વધારો થવાના ચાન્સ છે. અચાનક ધનલાભ મળી જશે. ફેમિલી મેમ્બરમાં તમારૂં માન વધી જાય તેવું કામ કરવામાં સફળ થશો. સાથે કામ કરનારને મદદ કરી ખુશ રાખશો. કોઈપણ નવી યોજનાઓ અમલ કરતા પહેલા પ્લાન બનાવી પછી કામ કરજો. ઘરનું વાતાવરણ શાંતિપ્રિય રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 12, 14, 16 છે.

Jupiter’s beneficial phase continues until 21st February, bringing opportunities for increased income and sudden financial gains. You could earn respect within the family through thoughtful actions. You will support colleagues generously. Plan carefully before implementing new ideas. The home atmosphere remains peaceful and supportive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 12, 14, 16


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા 24મી જાન્યુઆરી સુધી ચાલશે. કોઈપણ જાતની મુસાફરીનો પ્લાન હાલમાં બનાવતા નહીં. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. જોઈન્ટ પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન થશો. કોઈના ઉપર આંધળો વિશ્વાસ રાખતા નહીં. બીજાઓને મદદ કરતા તમને નુકસાની થઈ શકે છે તેથી સંભાળજો. ઘરમાં શાંતિ રહે તે માટે વડીલવર્ગની સલાહ માનજો. બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.

Saturn’s rule till 24th January suggests that you avoid planning any travel or purchasing new household items. Joint pain or headaches could trouble you. Be cautious about trusting others blindly, as helping indiscriminately could lead to loss. Maintain peace at home by following elders’ advice and speaking less when possible. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 15


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમારા માથા ઉપરના બોજા ને ઓછો કરવાની કોશિશ જરૂર કરજો. જો તમે કોઈ પાસે કરજ કે ઓછીના નાણાં લીધા હોય તો તેને આપવા માટે થોડો સમય માંગી લેજો. ધનની લેતી લેતી ખૂબ જ સંભાળીને કરજો. બાળકો સાથે થોડો સમય પસાર કરી તેમની સમસ્યાઓનું નીરાકરણ કરી શકશો. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 14, 15, 16 છે.

Mercury’s rule till 18th January, makes this a good time to reduce mental burdens. If you have borrowed money, request some time from creditors before repayment. Handle financial transactions carefully. Spending quality time with children helps resolve their concerns. The home environment stays positive. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 14, 15, 16


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી 17મી ફેબ્રુઆરી સુધીમાં બુદ્ધિ વાપરીને ધન કમાઈ શકશો. બીજાને સમજાવવાની શક્તિ વધી જશે. જમીન જાયદાદના કામ કરતા સારો ફાયદો મેળવી શકશો. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. તમે ઇન્વેસ્ટ કરેલા નાણા હાલમાં સારો ફાયદો આપશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી શકશો. દિવસો આનંદમાં પસાર કરી શકશો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

Mercury’s rule till 17th February makes you a sharp thinker which helps you earn and manage money wisely. Property matters could bring gains. Working professionals could expect promotion opportunities. Past investments show positive returns. Family expectations are met with ease. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 12, 13


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા બે અઠવાડિયા મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમે તમારા મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી દેશો. નાની બાબતમાં વધુ પડતા વિચારોને કારણે પ્રેશર જેવી બીમારીથી પરેશાન થશો. ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેજો. બને તો નેગેટીવ વિચાર ઓછા કરજો. વાહન ચલાવો તો ખૂબ સંભાળીને ચલાવજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. તમારી સાથે કામ કરનારને સાથ તમને નહીં મળે તેથી વધારે પરેશન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 14, 16 છે.

The final phase under Mars’ rule could cause mental restlessness and overthinking. Stress-related health concerns could arise, so seek medical advice if needed. Drive cautiously and stay alert at work, as small mistakes could lead to big trouble. Support from colleagues could feel limited. Pray the Tir Yasht daily.

Lucky Dates: 11, 13, 14, 16


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ચંદ્ર જેવા શુભ ગ્રહની દિનદશા 24મી જાન્યુઆરી સુધી ચાલશે. મનને શાંત રાખીને અગત્યના ડિસિઝન લઈ લેજો. ફેમિલી મેમ્બરની સલાહ લીધા પછી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિને મળવાના ચાન્સ છે. ધન ખર્ચ ઉપર થોડીઘણી કરકસર અવશ્ય કરજો. તમારી લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો ઉકેલ મેળવી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

The Moon’s favourable rule till 24th January supports you in calm and confident decision-making. Success improves when family advice is considered. Control unnecessary spending. You could expect solutions to long-standing problems. Emotional balance strengthens personal connections. Pray the 34th Name, ‘Ya BEshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 15, 16


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusતમે તમારી રાશિના માલિક ગુરૂના મિત્ર ગ્રહ ચંદ્રની શીતળ છાયામાં આવી ગયેલા છો. તમે લીધેલી જવાબદારી પૂરી કરી શકશો. કોઈને ભૂલથી પ્રોમિસ આપશો તે પણ પુરૂં કરી શકશો. 23મી ફેબ્રુઆરી સુધીમાં મુસાફરી કરવી પડશે. ધનની કમી હાલમાં નહીં આવે. બીજાઓના કામ પર ધ્યાન આપવા કરતા પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતા સફળતા સાથે નાણાકીય ફાયદો પણ મેળવશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 14, 15, 16 છે.

Under the Moon’s supportive rule, till 23rd February, responsibilities will be completed smoothly, including promises and commitments made earlier. Travel is on the cards. Financial stability remains steady. Focus on your own tasks for success and profit. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 14, 15, 16


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા ચાર દિવસ તમે સુખ શાંતિમાં પસાર કરી શકશો. ઉતરતી શુક્રની દિનદશા 14મી સુધી તમને ભરપુર સુખ આપશે. ધણી-ધણીયાણીના સંબંધમાં સારા સારી રહેશે. તમારા ફેમીલી મેમ્બરની દરેક કામમાં મદદ મળશે. બાકી 14મી જાન્યુઆરીથી શરૂ થતી સૂર્યની દિનદશા તમારા માથાના બોજાને વધારી દેશે. સરકારી કામો કરનાર મુશ્કેલીમાં આવી શકે છે. બેન્કમાં કામ કરનારએ સમજ્યા વગર કામ કરવું નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

The first four days bring comfort and harmony, with Venus offering relief until 14th January. Family support remains strong. After the 14th, responsibilities could increase, especially with regard to official or banking matters. You are advised to act carefully. Avoid making decisions in haste. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 10, 11, 12, 13


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius13મી ફેબ્રુઆરી સુધી શુક્ર તમારા આનંદમાં વધારો કરાવશે. ખર્ચ વધુ થવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. મુસાફરીનો આનંદ માણી શકશો. શુક્રની કૃપાથી નાણા બચાવવામાં સફળ નહીં થાઓ. વડીલવર્ગની સલાહથી જમીન-જાયદાદમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. ઓછી મહેનત કરી વધુ કમાઈ કરી શકશો. તમારા દરેક કામમાં પ્રગતિ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

Venus’ rule, till 13th February, enhances your joys and strengthens relationships. Expenses could rise, but finances remain manageable. Travel brings pleasure, though saving money could be difficult. Property investments made with elders’ guidance could prove beneficial. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 12, 15, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને ચમકતા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી લાંબા સમય સુધી તમે શારીરિક બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. નાણાકીય બાબતના સારા સારી થતી જશે. જુના અટકેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. મિત્રમંડળમાં માન-ઈજ્જતમાં વધારો થશે. સાથે કામ કરનારનો ભરપુર સાથ મળશે. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક બનતું જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.

Venus’ ongoing rule supports physical well-being and emotional balance. Financial matters improve steadily, with chances of recovering pending dues. Respect grows within your social circle. Your colleagues offer support. The home environment becomes warm and positive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 13, 14, 15

Leave a Reply

*