Your Moonsign Janam Rashi This Week –
17 January 2026 – 23 January 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા અગત્યના કામો પૂરા કરવામાં સફળ નહીં થાઓ. રાહુને કારણે તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દેશે. નેગેટીવ વિચાર ખૂબ જ આવશે. રાહુ તમારા હાથથી ખોટા ખર્ચાઓ કરાવશે. કોઈની સાથે ખોટી બોલાચાલીમાં પડી જતા નહીં તેની સંભાળ રાખજો. આર્થિક નુકસાન નહીં થાય તેનું ધ્યાન આપજો. વિચાર્યા વગર કોઈપણ ડીસીઝન લેતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

Rahu’s ongoing rule could slow your progress and create confusion in your mind. Negative thoughts could rise easily. You could incur unnecessary expenses. Try and avoid arguments and speak carefully. Do not make any important decisions in haste. Be mindful of financial matters. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 18, 21, 22, 23


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 6 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ધર્મના કામો કરવાથી મનને ખૂબ જ શાંતિ મળશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ કસર નહીં રાખો. કામમાં થોડો બ્રેક લઈ શરીરને આરામ આપજો. સમજી વિચારીને ડીસીઝન લેજો. હાથમાં લીધેલા કામ પહેલા પુરા કરી લેજો. બાકી 23મી મેથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમને ખૂબ પરેશાન કરશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

You have 6 days remaining under Jupiter’s favourable rule. Religious activities will bring peace of mind. You will strive to meet family expectations. Take short breaks from work and rest your body. Complete your pending tasks carefully. Rahu’s rule, starting 23rd May, and lasting for 42 days, could cause stress. Pray the Sarosh Yasht daily.

Lucky dates: 17, 18, 19, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ફેમિલી મેમ્બર સાથે મનમેળ વધારી દે તેવા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારી બગડેલી બાજુને સુધારી લેવામાં સફળ થશો. કોઈ વ્યક્તિને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય ફાયદો થશે. નવા કામ કરવાના ચાન્સ મળે તો શરૂઆત કરજો આગળ જતા સફળતા મળશે. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 21, 23 છે.

Jupiter’s rule will strengthen family bonds and help you correct past misunderstandings. You will win appreciation by giving honest advice. Opportunities to support others will arise. Financial gains are indicated. Any new ventures you start will see gradual success. Positive changes will unfold steadily. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 18, 21, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લું અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને જીદ્દી બનાવી દેશે. તબિયતમાં બગાડો ના થાય તેની ખાસ કાળજી લેજો. તમારૂં સાચું બોલવાનું કોઈ અંગત વ્યક્તિને નહીં ગમે તેથી ધ્યાન આપજો. તમારા કામ-ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. અગત્યના કામો 24મી પછી શરૂ કરજો. 24મીથી ગુરૂની દિનદશા ધીરે ધીરે તમે કરેલી મહેનતના સારા ફળ આપવાનું શરૂ કરશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The final week under Saturn’s rule could make you stubborn and emotionally sensitive. Take extra care of your health. Your honesty may not be appreciated by someone close. Avoid haste in business matters. Begin important work after the 24th, as oncoming Jupiter’s rule will slowly reward your efforts. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 20


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજે બને તો ફેમિલી મેમ્બર સાથે દિવસ પસાર કરી લેજો. બાકી કાલથી 36 દિવસ તમારે ખૂબ મુશ્કેલીમાં પસાર કરવાના છે તે ધ્યાનમાં રાખજો. વડીલ વર્ગ તથા તમારા સગા સંબંધીઓ તમારી સાથે સારો વ્યવહાર નહીં કરે. લોકોનો તમારા ઉપરથી વિશ્ર્વાસ ઓછો થશે. શનિ તમને ખોટા વિચારો ખૂબ જ આપશે. તમે આળસુ પણ બની જશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

Try to spend time with family today. Starting tomorrow, Saturn’s challenging period for 36 days begins. Seniors and relatives may seem distant or critical. Others could be mistrusting of you. Negative thoughts and laziness could increase. Stay alert and disciplined. Spiritual focus will help. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 21, 22, 23


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. તમને તમારા કામ પુરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. થોડી બુદ્ધિ વાપરી ધન કમાઈ શકશો. મિત્રોની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો આગળ જતા ફાયદામાં રહેશો ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ હશે સાથે સાથે તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Mercury’s favourable rule till 17th February brings smooth progress in work. Using your intelligence will increase your income. Consider investments after consulting trusted friends. Catering to the family’s wants creates a happy atmosphere at home. You will also become more careful with expenses. This period supports balance and planning. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 20


LIBRA | તુલા: ર.ત.

07Libra

મંગળની દિનદશામાં છેલ્લું અઠવાડિયું પસાર કરવાનું બાકી છે. ફેમિલી મેમ્બર સાથે મતભેદ વધી જાય નહીં તેની ખાસ તકેદારી રાખજો. નાણાકીય લેતીદેતી આ અઠવાડિયામાં કરતા નહીં. જે પણ કામ કરો તે કામ ધ્યાનથી કરજો. લાગવા પડવાના બનાવો બની શકે છે તમે હાલમાં પડી ન જાઓ તેનું ખાસ ધ્યાન રાખજો. ગુસ્સો કરવાનું ઓછું રાખજો તેનાથી તમારા બનતા કામ બગડી જશે અને તબિયત પર અસર પડશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.

The final week under Mars’s rule suggests that you avoid conflicts with family members. Postpone any financial transactions during this period. Work carefully and remain alert to prevent minor accidents. Control anger as it could damage health and outcomes. Patience is essential. Pray the Tir Yasht daily.

Lucky Dates: 18, 20, 21, 23


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 9 દિવસ સુખ શાંતિમાં પસાર કરવાના બાકી છે. ફેમિલી મેમ્બરને ખુશ રાખવાની કોશિશ કરજો. ઉતરતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રાખીને તમારા કામ પુરા કરાવશે. મિત્રો તરફથી માનપાન સારૂં મળશે. તમારા ચાલુ કામમાં સારો ધનલાભ આ અઠવાડિયામાં પ્રાપ્ત કરી શકશો. ઉતરતી ચંદ્રની દિનદશા મનને આનંદ આપી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 22 છે.

Nine peaceful days remain under the Moon’s gentle rule. Make sincere efforts to keep family members happy. Your mind will stay calm and help you complete tasks effectively. Friends will show respect and support. Financial gains from ongoing work are likely. Emotional satisfaction will increase. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 19, 20, 22


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius23મી ફેબ્રુઆરી સુધી તમારા મિત્ર ગ્રહ ચંદ્રની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં તમે નિરાશ નહીં થાઓ. તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. જુના રોકાણમાંથી ફાયદો મળશે. કોઈ તમને લાલચ આપે તો તેનાથી દૂર રહેજો. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. નેગેટીવ વિચારોથી દૂર રહેજો. અચાનક ધનલાભ પણ મેળવશો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

The Moon’s rule till 23rd February supports you. Confidence will rise and disappointment will reduce. Past investments could bring returns. Avoid people who offer tempting but unclear proposals. News from distant places is likely. Stay away from negative thoughts. Sudden financial gains are possible and overall financial stability improves. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 21, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી પ્રેશરની બીમારીથી સંભાળજો સાથે તાવ, શરદી તથા ખાંસી જેવી બીમારી આવવાના ચાન્સ છે. સરકારી કામમાં સફળતા નહીં મળે. જ્યાં કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમને ઈરીટેટ કરવામાં સફળ થશે. કોઈની સલાહ સાંભળી ઈનવેસ્ટમેન્ટ કરવા જતા નહીં નુકસાન થવાના ચાન્સ છે. માથા ઉપર કામનો બોજો વધવાથી વધારે પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 20, 21, 23 છે.

The Sun’s rule could impact your health. Take care of blood pressure, fever, cold or cough. Government-related work could face delays. Seniors at work could test your patience. Avoid investing based on others’ advice. Work pressure could increase stress. Protect your energy with rest and discipline. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 17, 20, 21, 23


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusશુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજમજામાં દિવસ પસાર કરી શકશો. નવા કામ કરવામાં આનંદ આવશે. પ્રેમમાં પડેલા હશો તો પ્રેમી પ્રેમિકામાં પ્રેમ ખૂબ જ વધી જશે. સારા મિત્રો મળવાના ચાન્સ છે. હરવા ફરવાના ચાન્સ મળશે. પૈસા બચત નહીં કરી શકો. વિચારો પોઝિટિવ થતા તબિયતમાં પણ સારા સારી રહેશે. મિત્રોની મદદથી નવા કામ શરૂ કરી શકશો તથા તેમાં સફળતા પણ મેલવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Venus’ rule brings enjoyment and lightness. New activities will feel joyful. Romantic bonds could deepen. Supportive friendships will develop. Travel opportunities are on the cards. Saving money could be difficult. Positive thinking improves health. With friends’ support, you can begin new successful ventures. Prat to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 20, 21


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવા પાછળ ખર્ચ વધુ કરશો. ઓપોઝિટ સેક્સ તમને ખૂબ જ સારો સાથ આપશે. ધન કમાવા માટે હાલમાં ખૂબ જ સારો સમય છે પરંતુ ધન બચાવવામાં સફળ નહીં થાઓ. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખવામાં સફળ થશો. ઘરમાં નવી ચીજ વસ્તુઓ વસાવી શકશો. રોકાયેલા નાણા ને પાછા મેળવવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 20, 22, 23 છે.

Venus may increase spending on outings and leisure. Support from the opposite gender will feel encouraging. This is a good time to earn money, though saving could be difficult. You will succeed in keeping family members happy. Purchases for the home are likely. Pending funds could return. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 20, 22, 23

Leave a Reply

*