Your Moonsign Janam Rashi This Week –
24 January 2026 – 30 January 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. દરેક બાબતમાં નેગેટીવ વિચાર કરશો. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ રહેશે. કોઈ પાસે નાણા ઉધાર લેવાનો સમય આવશે. ફેમીલી મેમ્બર તમારા વિચારોને સમજી નહીં શકે. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. ખાવા-પીવા ઉપર ધ્યાન આપજો પેટની ગડબડ થવાના ચાન્સ છે. રાહુના દુ:ખને ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.

Lucky Dates: 24, 26, 27, 28
Until 3rd February, Rahu’s rule could disturb your sleep and appetite. You could feel more negative than usual and face financial pressure, even needing to borrow money. Family members will struggle to understand your viewpoint. Trust issues with close people could arise. Take care of your diet as you could suffer from stomach issues. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરીથી રાહુએ પોતાની સોનાની જાળમાં ફસાવી લીધા છે. 4થી માર્ચ સુધીમાં તમારા સીધા કામો પણ પુરા નહીં કરી શકો. દરેક બાબતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. શારીરિક, માનસિક તથા ધનની બાબતમાં ખૂબ પરેશાન થશો. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. મિત્રો કરતા દુશ્મનોનો વધારો થશે. તમારો ઉપરીવર્ગ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. દરરોજ મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 28, 29 છે.

Lucky dates: 25, 27, 28, 29
Rahu’s rule, starting 22nd January to 4th March, could create delays and confusion, making even simple tasks feel difficult. You could experience stress related to your health, mind and finances. Sudden health issues could arise. Enemies could seem stronger than friends. Seniors at work could add pressure. Pray the Mah Bokhtar Nyaish daily.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. જાણતા અજાણતા તમે કોઈના મદદગાર બની જશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ પણ જાતની કસરત નહીં મૂકો. જેટલી મહેનત કરશો એટલું ફળ મેળવી લેશો. ગુરૂની કૃપાથી તબિયતમાં ખૂબ જ સારા સારી રહેતા મનમાં સકારાત્મક વિચારો આવતા રહેશે. ધનની મુશ્કેલી હાલમાં નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.

Until 21st February, Jupiter’s positive rule supports you strongly. You will naturally help others and feel motivated to fulfil family expectations. Hard work will bring fair rewards. Health remains stable, and your mind stays optimistic. Financial worries are unlikely during this period. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 24, 26, 27, 28


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. આવતા 58 દિવસમાં ધન મેળવવા માટે ખુબ સારો સમય છે. વડીલવર્ગની મદદ કરી તેમની ભલી દુવા મેળવી શકશો. તમારો જન્મનો ગુરૂ બળવાન હશે તો ધર્મસ્થળે જવાના ચાન્સ મળશે. જૂના ઈનવેસ્ટમેન્ટથી જે પણ ફાયદો થતો હોય તે પહેલા લઈ લેજો. ગુરૂની કૃપા તમને કોઈ પણ બાબતની ચિંતાથી દૂર કરશે. બીજાને મદદ કરવાથી તમને સંતોષ અને આનંદ બંને મળશે. આજથી તમે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

The onset of Jupiter’s rule starting today, over the next 58 days, brings a promising period for financial gains. Support from elders will earn you blessings and goodwill. A strong Jupiter in your chart could inspire visits to religious places. Secure profits from older investments promptly. Helping others will bring inner peace and happiness. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમે ચારે બાજુથી મુશ્કેલીઓમાં ઘેરાયેલા રહેશો. શનિ તમને આળસુ બનાવી દેશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે તમે જોઈન્ટ પેઈનના દુખાવાથી ખૂબ પરેશાન થશો. નાની બાબતમાં ધણી ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. તમારા વાંક ગુના વગર તમારા ઉપરી લોકો તમને પરેશાન કરશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 28, 29, 30 છે.

Saturn’s rule, till 23rd February, could surround you with challenges. You might feel lethargic and experience health issues, especially joint pain. Minor domestic disagreements could disturb the peace at home. Despte being faultless, you could face pressure from seniors at work. Discipline and patience are essential now. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 24, 28, 29, 30


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. તમે બિનજરૂરી ખર્ચને નિયંત્રિત કરતા નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. કામકાજને વધારવા મુસાફરી કરી શકશો સાથે તમે ફાયદો પણ મેળવશો. બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. શારીરિક રૂપે તમે પહેલા કરતાં સ્વસ્થ રહેશો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

Mercury’s ongoing rule supports intelligence and practical thinking, helping you simplify complex tasks. Financial matters will gradually improve as you control unnecessary spending. Travel for work could yield benefits and open new opportunities for you. Consider investing in land or property if possible. Your health shows improvement compared to earlier. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 24, 25, 26, 27


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. અટકેલા નાણા ને પાછા મેળવવા માટેનો સમય ખુબ સારો છે. મિત્રોને મળવાથી મનને ખૂબ જ આનંદ મળશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. તમારી મુશ્કેલીઓને ધીરે ધીરે દૂર કરી શકશો. તમારા વિચારો પોઝીટીવ થતા કામમાં પણ સફળતા મેળવશો. ફેમીલી મેમ્બરની જરૂરિયાત પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. મિત્રોના મદદગાર થશો. આજથી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

The onset of Mercury’s rule makes this a strong time to recover stuck payments. Meeting friends will lift your mood. Good news could arrive from distant places. Your problems will gradually resolve as your thinking turns more positive. Family harmony improves as you support loved ones. You will become a helpful friend. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 24, 25, 26, 27


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. આજુબાજુવાળા તમને ખોટી રીતે પરેશાન કરશે. અચાનક આવેલી મુશ્કેલીઓથી સંભાળજો. કોઈપણ ડીસીઝન સમજી વિચારીને લેજો. મનને શાંત રાખી કામ કરજો. ભાઈ બહેન તમારો સાથ આપવા તૈયાર નહીં થાય. તબિયતમાં માથાના દુખાવા તથા પ્રેશરથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 27, 28, 29 છે.

Mars’ rule can increase impatience, causing you to get irritated over small matters. People around you could trouble you without reason. Stay alert to sudden challenges and avoid impulsive decisions. Keep your mind calm while working. Support from siblings could feel limited. Headaches and pressure-related issues are possible. For balance, pray the Tir Yasht daily.

Lucky Dates: 25, 27, 28, 29


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius23મી ફેબ્રુઆરી સુધી શીતળચંદ્રની દિનદશા તમને ખૂબજ મદદગાર થશે. તમારા કરેલા કામમાં સફળતા સાથે તમને પ્રગતિ પણ મળશે. નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો ઉકેલ મળી જશે. તમારા જૂના ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 29, 30 છે.

The soothing rule of the Moon till 23rd February, supports all your efforts. You can expect success and steady progress in your work. Financial gains are likely. Property investment could prove beneficial. Long-standing issues could finally get resolved. You will be able to recover money that was stuck for a long time. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 24, 25, 29, 30


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

સૂર્ય જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી માથા ઉપરનો બોજો વધી જશે. બપોરના કોઈ પણ કામ કરવાનું રાખતા નહીં. સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયત સંભાળજો. તમારા બાળકો સાથે નાની બાબતમાં મતભેદ થશે. તમારા ઘરનું વાતાવરણ અશાંત રહેતા તમારા બનતા કામો પણ તમે નહીં કરી શકો. કોઈ નવી વ્યક્તિનો સાથ તમને નુકસાની આપી શકે. છે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

The Sun’s intense rule could increase pressure and responsibilities. Avoid scheduling important tasks during the afternoon. Government-related work could face delays. Take extra care of elders’ health. Minor conflicts with children could arise. A restless home environment could affect your productivity. Be cautious with new associations as they could bring loss. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 27, 28, 29, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusશુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા બધા જ કામો વીજળીવેગે પુરા કરી શકશો. ફેમીલી પાછળ વધુ ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ઓપોઝિટ સેક્સને બને તો નાણાકીય મદદ અવશ્ય કરજો. બીઝનેસ માટે ગામ પરગામ જતા સારો ફાયદો મેળવી શકશો. તમારી સાથે કામ કરનારનો ભરપુર સાથ મળશે. ઘરમાં નવી વસ્તુ વસાવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Venus’ rule helps you complete tasks quickly and efficiently. Though spending on family will increase, financial stability remains intact. Offering financial help to the opposite gender could garner goodwill. Business travel could prove profitable. Your colleagues will be supportive. You could succeed in purchasing new items for your home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 27, 28


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોઝિટ સેક્સ સાથેના સંબંધમાં ખૂબ જ સારા સારી રહેશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ કરવા માટેનો સમય હાલમાં ખૂબ જ સારો છે. પ્રોફેશનલ પ્રવૃત્તિઓમાં તમારી મહેનત મુજબ રીઝલ્ટ મળશે. નોકરી કરતી મહિલાઓ તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 27, 29, 30 છે.

Venus’ rule enhances harmony in relationships with the opposite gender. Love and understanding between partners will grow. Financial conditions will steadily improve. This is an encouraging time to begin new ventures. Your efforts in professional life will bring results that match your dedication. Working women could achieve notable success in their field. Pray to Behram Yazad daily.

Lucky Dates: 24, 27, 29, 30

Leave a Reply

*