Your Moonsign Janam Rashi This Week –
31 January 2026 – 6 February 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 2જી ફેબ્રુઆરી સુધી કોઈપણ વ્યક્તિ સાથે બોલવામાં ખૂબ જ ધ્યાન આપજો. લોકો પર વિશ્ર્વાસ ઓછો કરજો. અગત્યના ડીસીઝનો હાલમાં લેતા નહીં. બાકી 3જી ફેબ્રુઆરીથી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમારા દુ:ખને દૂર કરી તમને ભરપુર સુખ આપશે. તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. તમારા વિચારો સકારાત્મક થતા જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

You have 3 days remaining under Rahu’s influence, so be careful in your conversations until 2nd February. Trust people cautiously and avoid making major decisions. From 3rd February, Venus’ rule, for the next 70 days, brings relief and positivity. Pending work will resume smoothly. Your mindset improves steadily. Pray to Behram Yazad daily.

Lucky dates: 3, 4, 5, 6


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમે રાહુની દિનદશામાંથી પસાર થઈ રહેલા છો. તમને તમારા કામો કરવામાં ખૂબ જ કંટાળો આવશે. નેગેટિવ વિચારો ખૂબ જ આવશે. નાણાકીય બાબતની અંદર સારા સારી નહીં રહે. ગામ પરગામ જવાના વિચાર હાલમાં કરતા નહીં. નોકરી કરનારને માનસિક શાંતિ નહીં મળે. બને તો ઓછું બોલવાનું રાખજો જેનાથી તમારી શારિરીક બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. માથાના બોજાને ઓછો કરવા દરરોજ મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 5 છે.

Under Rahu’s rule, you could face fatigue and negative thoughts. Financial matters need careful handling. Avoid travel plans for now. Those in service may feel mentally unsettled. Speak less to protect your health. To reduce mental burden, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky dates: 31, 1, 2, 5


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી દરેક જગ્યાએથી માન-ઈજ્જત મળતા રહેશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. વડીલ વર્ગની સેવા કરવાનો મોકો મળી શકશે. મનને ગમે તેવા કામો કરી શકશો. બીજાને મદદ કરીને તેમના આશીર્વાદ મેળવી લેશો. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. બની શકે તો શરીરને થોડો આરામ આપજો જેનાથી આવતી બીમારીઓથી બચી જશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 3, 4, 6 છે.

With Jupiter’s ongoing favourable rule, respect and recognition increase. Unexpected financial gains are on the cards. You will find solutions to financial concerns. Service to elders brings blessings. You will enjoy creative activities and helping others. Positive changes unfold steadily. Take adequate rest to avoid health issues. Pray the Sarosh Yasht daily.

Lucky dates: 31, 3, 4, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને તમારી રાશિના માલિક ચંદ્રના મિત્ર ગુરૂની દિનદશા શરૂ થયેલી હોવાથી તમારા હાથથી ચેરીટીના કામો કરી શકશો. બીજાને ફાયદો કરાવવા માટે તેમને સાચી સલાહ આપી શકશો. ધનની ચિંતા ઓછી થતી જશે. ગુરૂની કૃપાથી ગામ પરગામ જવાના પ્લાન બનાવી શકશો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો મળશે. બને તો જમીન, મિલકતમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો આગળ જતા સારો ફાયદો મેળવી શકશો. દરરોજ તમે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.

Jupiter’s ongoing rule encourages charity and wise guidance to others. Financial worries reduce gradually. Travel plans may take shape. Old investments could bring benefits. Property-related investments can prove rewarding in the long run. Good progress is indicated through consistent effort. For balance and clarity, pray the Sarosh Yasht daily.

Lucky dates: 1, 2, 3, 5


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી 23મી ફેબુઆરી સુધી તમને તમારા રોજબરોજના કામો કરવામાં ખૂબ જ આળસ આવશે. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. કોઈ પણ વ્યક્તિની જવાબદારી તમારા માથા ઉપર હાલમાં લેવાની ભૂલ કરતા નહીં. શનિને કારણે બેકપેઈન તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. લોકોનો તમારા ઉપરથી વિશ્ર્વાસ ઓછો થશે. નાણાકીય બાબતમાં કોઈ પાસે લોન લેવાનો સમય આવી શકે છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Saturn’s rule, till 23rd February, makes you feel lethargic and causes delays. Small mistakes could lead to bigger trouble, so avoid taking on new responsibilities. Health issues like back or joint pain could trouble you. Financial pressures could rise. Maintain discipline. Patience will protect you. Pray the Moti Haptan Yasht daily.

Lucky dates: 3, 4, 5, 6


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે ધારશો તો નકામા ખર્ચ ઉપર કાબુ મૂકી શકશો. થોડી રકમને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. મિત્રોની મદદ લઈને અધૂરા કામ પુરા કરી લેજો. કામકાજમાં માનપાન ઇજ્જત મળતા રહેશે. આ અઠવાડિયું આરોગ્ય માટે સારૂં રહેશે શારીરિક રૂપે તમે પહેલા કરતાં સ્વસ્થ રહેશો. તમે તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Mercury’s rule till 17th February helps you to control any unnecessary expenses. You will taste success in small investments. Friends will support you in completing pending tasks. Recognition at work continues. Health shows improvement this week. You will consciously reduce spending. For sharper focus and stability, pray the Meher Nyaish daily.

Lucky dates: 1, 2, 3, 4


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધની દિનદશા ચાલુ હોવાથી લેતીદેતીના કામો પહેલા પૂરા કરી શકશો. કામ પૂરા કરવા માટે જેની ઉપર વિશ્વાસ રાખશો તે વ્યક્તિ તમારા કામમાં મદદ કરી તમારા કામ પુરા કરી આપશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. બને તો કોઈ મિત્રની સલાહ લઈને રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. બુદ્ધિ વાપરીને કામ કરી શકશો અને સફળતા મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 6 છે.

Mercury’s influence supports completion of financial dealings. People you trust will assist in finishing important work. Good news may arrive from distant places. Investments made with a friend’s guidance bring gains. Use intelligence while working and success will follow naturally. To strengthen decision-making and clarity, pray the Meher Nyaish daily.

Lucky dates: 31, 1, 2, 6


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજને શાંતિ નહીં મળે. નાની બાબતની અંદર પરેશાન થઈ જશો. ફેમિલી મેમ્બર સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. મંગળ તમને કોઈપણ કામ કરવામાં હિંમત નહીં આપે. તબિયતની ખાસ કાળજી લેજો વાગવા પડવાના બનાવ બની શકે છે. બીજાઓ તમને નીચા પાડવામાં કોઈ કસર નહીં રાખે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Mars remains active till 21st February, creating restlessness and emotional strain. Minor issues could feel overwhelming. Differences with family members will arise easily. You are advised to drive carefully. Health needs attention as there could be risk of injuries. Others may try to pull you down. Maintain inner strength. Caution brings protection. Pray the Tir Yasht daily.

Lucky dates: 3, 4, 5, 6


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius23મી ફેબ્રુઆરી સુધી મગજને ઠંડક આપે તેવા ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કરેલા કામમાં ખૂબ જ આનંદ મળશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળવાથી તમને ધન કમાવા માટે કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં સફળ થશો. તમારા લીધેલા ડિસિઝનનું રીઝલ્ટ તમારી ફેવરમાં આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 5 છે.

The Moon’s calming phase continues till 23rd February. You will feel satisfied with your efforts. Travel opportunities may arise. Family support strengthens financial progress. You will fulfil family expectations successfully. Decisions taken now will bring favourable results. For blessings and stability, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky dates: 31, 1, 2, 5


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

પહેલા ત્રણ દિવસ સૂરજના ઉતાપામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસમાં કોઈપણ જાતના સહી સિક્કાના કામો કરતા નહીં. બાકી 3જી ફેબ્રુઆરીથી 50 દિવસમાં ચંદ્રની દિનદશા તમને ભરપુર સુખ આપીને રહેશે. અધુરા કામને પૂરા કરી શકશો. 2જી ફેબ્રુઆરી સુધી માથાના દુખાવાથી પરેશાન થશો. તમારૂં મન કામકાજમાં નહિ લાગે. સરકારી કામ કે બેંકમાં કામ કરતા લોકો માટે સમય સારો નથી. સહી સિક્કાના કામો હાલમાં કરતા નહીં. દરરોજ ‘યા બેસ્તરના’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Three days remain under Sun’s influence, so you are advised to avoid signing any important documents. Headaches and lack of focus could persist till 2nd February. From 3rd February, the Moon’s phase, for 50 days, brings comfort and success. Pending work moves ahead smoothly. Those handling official matters are advised to proceed cautiously. Pray the 34th Name, ‘Ya Beshtarna’ 101 times, daily.

Lucky dates: 3, 4, 5, 6


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝિટ સેક્સનો સાથ તેમજ ધણી ધણીયાણીમાં પ્રેમ ખૂબ વધી જશે. એકબીજાના મનની વાત સમજી લેશો. તમારા ખર્ચ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ વસાવી શકશો. શુક્રની કૃપાથી અચાનક ધનલાભ મળતા રહેશે. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. તમારા જીવનમાં પરિવર્તન આવવાના શરૂ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 4 છે.

Venus’ favourable rule till 13th February helps strengthen emotional bonds between partners, leading to improvement in mutual understanding. Expenses could rise, though gains are also likely. You could bring home a new item. You could reconcile with someone who is upset with you. Positive changes begin unfolding in your life. Pray to Behram Yazad daily.

Lucky dates: 31, 1, 2, 4


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશા 14મી માર્ચ સુધી ચાલશે. પ્રેમીપ્રેમિકાની વચ્ચે પડેલા મતભેદ દૂર કરવામાં સફળ થશો. ધન ખર્ચ કર્યા પછી પણ નાણાંકીય મુશ્કેલી નહીં આવે. કામકાજને વધારવા માટે થોડી ભાગદોડ કરી લેજો. તબિયતના બારામાં જરાબી ચિંતા નહીં આવે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. કામકાજ માટે મુસાફરી કરતા સફળતા મળશે. ઘરમાં કોઈ સમસ્યા હશે તો તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 5, 6 છે.

Venus’ rule till 14th March helps couple resolve their differences. Financial stability remains strong despite spending. Extra effort helps expand professional progress. Health remains steady. Positive news could come from distant places. Travel related to work brings success. Domestic issues find peaceful solutions. Pray to Behram Yazad daily.

Lucky dates: 2, 3, 5, 6

Leave a Reply

*