ડો. રૂઝબે કાંગાને પીએચડીની ઉપાધિ

ડો. રૂઝબે રોહિન કાંગાને તાજેતરમાં સુરતની એયુઆરઓ યુનિવર્સિટી દ્વારા માનવ સંસાધન વ્યવસ્થાપન અને માનસશાસ્ત્રના આંતરવિષયક ક્ષેત્રમાં ડોક્ટર ઑફ ફિલોસોફી (પીએચડી)ની ઉપાધિ પ્રાપ્ત થઈ છે. તેમની સંશોધન થીસિસ હેપીનેસ એટ વર્કપ્લેસ એઝ એ ડિટર્મિનન્ટ ઓફ બિઝનેસ પરફોર્મન્સ કાર્યસ્થળે કર્મચારીઓની ખુશીને સંસ્થાની કાર્યક્ષમતા અને નફાકારકતાનો મહત્વપૂર્ણ આધારરૂપ પરિબળ તરીકે રજૂ કરે છે. અભ્યાસમાં કર્મચારીઓની ખુશીના મુખ્ય પરિબળોની ઓળખ કરી, વિવિધ ઉદ્યોગોમાં કાર્યસ્થળની સુખાકારી માપવા અને વ્યવસાયિક પરિણામોને સુધારવા માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ સિદ્ધિ માટે ડો. કાંગાએ તેમના માતા-પિતા રોહિન અને ફર્ઝિન કાંગા, તેમજ તેમના માર્ગદર્શક પ્રોફે. વિશાલ શુક્લા અને કોચ ડો. વિક્રાંત મખિજાનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

Leave a Reply

*