બ્લોટિંગ થવાનાં કારણો, તેનાથી છુટકારો મેળવવાના ઉપાય

બ્લોટિંગ એટલે પેટ ફુલી જવું. ઘણા લોકોને જમ્યા પછી પેટ ફુલી ગયું હોય તેવું લાગે છે. ખોરાકનું પાચન ન થાય ત્યારે પેટ ફુલેલું લાગે છે. પેટમાં દુખાવો, બેચેની જેવા લક્ષણો જોવા મળે છે. બ્લોટિંગ થવાનું મુખ્ય કારણ આહાર હોય છે. તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાથી પેટ ભારે થઈ જાય છે.
બ્લોટિંગ થવાનાં કારણો:
* ઉતાવળમાં ખોરાક ચાવ્યા વિના ખાવો.
* વધારે મીઠાવાળો, મસાલેદાર ખોરાક ખાવો અથવા સોડા પીવી.
* ગ્લુટન કે ડેરી પ્રોડક્ટની એલર્જી હોય ત્યારે પણ બ્લોટિંગ થાય છે. * મહિલાઓને હોર્મોનલ ફેરફાર દરમિયાન બ્લોટિંગ રહે છે.
બ્લોટિંગથી રાહત મેળવવાના ઉપાય:
બ્લોટિંગ ન થાય તે માટે ખોરાક હંમેશા ચાવીને ખાવો જોઈએ. રાત્રે મસાલેદાર કે તળેલી વસ્તુઓ ન ખાવી. દિવસ દરમિયાન 30-40 મિનિટ વ્યાયામ કરવો. છતાં જો ક્યારેક બ્લોટિંગ થઈ જાય તો નીચેના ઉપાય કરી શકો છો.
* જમ્યા પછી ખોરાકનું પાચન ન થાય અને પેટ ભરેલું લાગે તો પાણીમાં આદુ ઉકાળી તે પાણી પીવું.
* જમ્યા પછી રોજ પેટ ભારે લાગતું હોય તેમણે જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીને શેકી સ્ટોર કરી લેવી. જમ્યા પછી રોજ 1 ચમચી વરિયાળી ખાઈ લેવી.
* બ્લોટિંગના કારણે પેટમાં દુખાવો વધી જાય તો તેનાથી તુરંત રાહત મેળવવા પાણીમાં ફુદીનાનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી પી લો.
* પેટની સમસ્યા દૂર કરવામાં અને પાચન સુધારવામાં દહીં લાભકારી છે. પેટ ભારે લાગતું હોય તો પાચનને ઠીક કરવા માટે એક વાટકી દહીંમાં સંચળ અને શેકેલું જીરું પાવડર મિક્સ કરી ખાઈ લો.

Leave a Reply

*