મોબાઈલની મોહકાણ

ાજે એક ગામડાના વિધવા માજી તાલુકા મથકનાં મોબાઈલ વાળાને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે, મારા દિકરાને મુંબઈ ફોન જ નથી લાગતો.
મોબાઈલવાળા ને મે પુછયુ ભાઈ શું છે?
મોબાઈલવાળા એ કહ્યું (ધીમા અવાજે)આ માજીને એકનો એક છોકરો છે. 40 વિધા જમીન છે.
માજીના ઘરવાળા ગયા મહિને મરણ પામ્યા છે. સરકારી નોકરી હતી પેંશન આવે છે પણ દિકરો અને વહુ મુંબઈ લઈ જતા નથી વાડી સાંચવવા રાખ્યા છે.
મોટા બંગલામાં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કરે છે.
આધુનીક વહુને આ નથી ગમતુ કે એમનો ધણી (માજીનો દિકરો) દિવસમાં દસ વાર એની મંમી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બન્નેએ બ્લોક કરેલો છે.
મેં એક મોટો નીસાસો નાંખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રીપેર કરી આપું.
માજી માટે ચા મંગાવી હુ મોબાઈલવાળા એ બનાવેલી ચેમ્બરમાં ગયો માજીના દિકરા ને મારા મોબાઈલમાંથી ફોન કર્યો.
મારૂ નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફીસ પર આવ્યા છે 1 લાખનો વિઘો જમીન કહે છે તમને મંજૂર છે ને??
મુંબઈમાં રહેતો દીકરો ઉછળ્યો અરે બાપુ 10 લાખની વિઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાઈ ચાર કરોડની જમીન ચાલીસ લાખમાં, મારા બા ગાંડા થઈ ગયા છે.
મે હંસીને કહ્યું મે પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે, એ કહે હું બાને ફોન કરૂ .
મે માજીના મોબાઈલમાં બંનને ના નંબર બ્લોક કર્યા હતા.
હું ચેમ્બરમાંથી બહાર આવ્યો. માજીને કહ્યું બા આ મોબાઈલ 24 કલાકમાં ચાલુ થઈ જશે. ત્યાં સુધી બંધ રાખવો પડશે..
માજી થોડા નીરાશ થયા મે કહ્યું બા હું તમારા ગામ બાજુ જાવ છું તમને ઘર સુધી ઉતારતો જાવ, મોબાઈલ વાળા સામે જોઈ માજી કહ્યું તમારા જેવો ભગવાન નહી.
માજીને ઘરે ઉતારી દિધા.
હું ત્રીજા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશી એ કહ્યું કે બે દિવસ પહેલા દિકરો અને વહુ આવ્યા હતા માજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને 33% ભાગે વાવેતર કરવા આપી દિધી.
મીશન માજી મોબાઈલ સફળ થયું. મારી પાસે ફોનનંબર હતો મે ફોન કર્યો માજીને મે કહ્યું બા જય માતાજી મોબાઈલની દુકાને મળ્યો હતો એ બાપૂ બોલું છુ મોબાઈલ ચાલુ થઈ ગયો??
માજીએ કહ્યું હવે મોબાઈલની શું જરૂર દિકરો અને વહુ ના ઘરે મુંબઈ આવી ગઈ છું. એઈ બેય સામાને સામા બેઠા જ હોય છે.
મે કહ્યું આ મારો નંબર છે, મોબાઈલ બગડે તો ફોન કરજો..

Leave a Reply

*