સમુદાયની અગ્રણી સામાજિક કલ્યાણ સંસ્થા યંગ રથેસ્ટાર્સે પોતાના વાર્ષિક અનાજ વિતરણ અભિયાન દ્વારા ફરી એક વખત સેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવી. આ પહેલ ગ્રામિણ ગુજરાતમાં વસતા વંચિત પારસી પરિવારો માટે જીવનરેખા સમાન છે અને સંસ્થાની ગૌરવપૂર્ણ તથા સંવેદનશીલ સેવા ભાવનાનું પ્રતિબિંબ છે.
2026નું આ અભિયાન પ્રમુખ અરનવાઝ જાલ મીસ્ત્રી, ઉપપ્રમુખ હોમીયાર ડોક્ટર, સચિવ શિરાઝ ગાર્ડ તથા સમિતિ સભ્ય અસ્પી અલાવીયાની આગેવાની હેઠળ યોજાયું. 17થી 19 જાન્યુઆરી દરમિયાન અંકલેશ્વરને બેઝ કેમ્પ બનાવી ટીમે 20 દૂરદરાજ ગામોની મુલાકાત લીધી અને 80થી વધુ પરિવારો સુધી પહોંચ્યું. લાભાર્થીઓને દાળ, અનાજ,બ્લેન્કેટ, બેડશીટ, કેલેન્ડર અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ વિતરણ કરવામાં આવી. પુણેમાં વધુ 70 પરિવારો સુધી આવી જ મદદ પહોંચાડવાની યોજનાઓ પણ તૈયાર થઈ રહી છે.
ભાવનાત્મક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે 99 વર્ષીય જાલ કેરાવાલા પોતે અનાજ લેવા આવ્યા અને જણાવ્યું કે તેઓ દર વર્ષે આ મુલાકાતની આતુરતાથી રાહ જુએ છે. પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં અરનવાઝ જાલ મીસ્ત્રીએ કહ્યું કે સંસ્થાની સેવા માત્ર સામગ્રી પૂરતી સીમિત નથી, પરંતુ મેડિકલ અને એજ્યુકેશનલ એઈડ દ્વારા સર્વાંગી સંભાળ પૂરી પાડે છે. ટીમ દ્વારા અપાતો સમય અને આત્મિયતા આ કાર્યને વિશેષ બનાવે છે.
આ પહેલ બોરબથા, માંડવી, આંબાપારડી, ખંભાત, વ્યારા, રાજપીપળા, નારગોલ સહિત અનેક ગામોમાં જીવનને સ્પર્શી ચૂકી છે અને એકતા, ગૌરવ અને સંવેદનાનો ભાવ વધુ મજબૂત કરી રહી છે.
- 1908ના ચુકાદા પર સર્વોચ્ચ અદાલતનો પુનર્વિચાર, પારસી ઓળખ પર અસર - 7 March2026
- હૈદરાબાદની ચિનોય અગિયારીમાં ભક્તિના બે દાયકાનો ઉજવણીમય પ્રસંગ - 7 March2026
- 169 વર્ષ જૂની વાચ્છાગાંધી અગિયારી ફરી તેજસ્વી બની - 7 March2026
