જરથોસ્તી ઉપદેશો આપણને યાદ અપાવે છે કે હુખ્ત, એટલે કે સારા શબ્દો, માત્ર તથ્યાત્મક સાચાશ પર આધારિત નથી, પરંતુ આશા-ધાર્મિકતા અને દિવ્ય વ્યવસ્થાના ઉચ્ચ સિદ્ધાંત-પર આધારીત છે. આ અર્થમાં સત્ય ક્યારેય એકલું ઊભું રહેતું નથી; તે સૌહાર્દ, સંતુલન અને સર્વજન હિતની સેવા કરવાનું હોય છે.
દૈનિક જીવનમાં આપણે ઘણી વખત ઈમાનદારીને રૂક્ષતા સાથે ગૂંચવી દઈએ છીએ અને સત્યને કોઈને ઘાયલ કરવા માટેનો પરવાનો બનાવી લઈએ છીએ. કરૂણા વિના બોલાયેલા શબ્દો આત્માને ઘા પહોંચાડી શકે છે, સંબંધોમાં ખટાશ લાવી શકે છે અને આંતરિક શાંતિ ભંગ કરી શકે છે. આવું સત્ય આશાનું પ્રતિબિંબ નથી; તે સદગુણના વેશમાં છુપાયેલી ક્રૂરતા છે. આપણાં ધર્મગ્રંથો સતત આ પર બાબત પર ભાર મૂકે છે કે સત્ય હંમેશા રચનાત્મક હોવું જોઈએ. જ્યારે તથ્યો અનાવશ્યક દુ:ખ કે અશાંતિ સર્જે, ત્યારે સંયમ રાખવો દુર્બળતા નહીં, પરંતુ જ્ઞાનનું ચિહ્ન છે.
એક સરળ નિયમ માર્ગદર્શન આપે છે. બોલતાં પહેલાં થોભો અને ત્રણ પ્રશ્ર્નનો પૂછો: શું તે સત્ય છે? શું તે કરૂણાસભર છે? શું તે જરૂરી છે? જો તે સત્ય હોય પરંતુ ન તો કરૂણાસભર હોય ન તો જરૂરી, તો મૌન વધુ ધાર્મિક પસંદગી બને છે. એ મૌનમાં આશા જળવાઈ રહે છે અને ગૌરવ સુરક્ષિત રહે છે.
- એર. ડો. રામિયાર કરંજીયા દ્વારા રચિત ધાર્મિક કોર્સ - 11 April2026
- માથ્રવાણી અને મંત્રની શક્તિ - 11 April2026
- નવસારીના પારસીઓએ આદરપૂર્વક આવા યઝદ પરબની ઉજવણી કરી - 11 April2026
