હસો મારી સાથે

ડોક્ટર: શું થયું છે તમને?
ચંચી: કંઈ નહીં, તમે જરાય નહીં સમજી શકો.
ડોક્ટર: બેન હું ડોક્ટર છું. તમારો બોયફ્રેન્ડ નહીં. તકલીફ હોય એ કહો!
***
ચંગુ: ભાઈ ખબર છે? મુકાને બીડી પીવાની ટેવ પડી ગઈ હતી
મંગુ તો શું થયું?
ચંગુ: એના ઘરવાળાએ એને યોગ ક્લાસમાં મૂકી દીધો
મંગુ: તો? બીડી છૂટી ગઈ?
ચંગુ: ના, મુકો હવે પગથી પીવે છે.
***
મનિયો: ભાઈ ભગવાન અને ડોક્ટરને ક્યારેય નારાજ ન કરવા જોઈએ
ટીનિયો: કેમ? શું થાય
મનિયો: ભગવાન નારાજ થાય તો ડોક્ટર પાસે મોકલે અને ડોક્ટર નારાજ થાય તો સીધા ભગવાન પાસે!
***
પતિ: તરસ લાગી છે, જરા પાણી લાવ.
પત્ની: હું આજે જમવામાં ખીચડી, કઢી અને રોટલા બનાવું? ખાશો?
પતિ: અરે મોંઢામાં પાણી આવી ગયું.
પત્ની: બસ તો પછી એ પાણીથ ચલાવો, હું પાણી નહીં લાવું!
***
ચંગુ: હું નાલાયકને પણ લાયક બનાવી શકું છું
મંગુ: એ કઇ રીતે ભાઇ?
ચંગુ: બસ નાલાયકની આગળથી ના કાઢીને!
***
શિક્ષક: ભારતીય પરિવારના સભ્યો એકબીજાને પ્રેમ કરે છે, તેનું કહ્યું ઉદાહરણ આપીને સમજાવો.
મનિયો: પરિવારમાં કોઈ એક બીમાર પડે તો આખું ઘર ખીચડી ખાય છે!

Leave a Reply

*