ભાભી: લગ્નોમાં ફુવા કેમ નારાજ થઇ જાય છે?
દિયર: જે ઇજ્જત જમાઇની પોસ્ટ પર મળે તે ફુવાની પોસ્ટ પર નથી મળતી એટલે.
***
પોલીસ (ચોરને): તુ એક જ દુકાનમાં ચાર વાર ચોરી કરવા કેમ ગયો?
ચોર: સર, ચોરી તો મેં પહેલી વારમાં જ મારી પત્નીનો ડ્રેસ ચોરીને કરી લીધી હતી. બાકી ત્રણ વખત ડ્રેસ બદલાવવા જવું પડયું.
***
જજ: ઘરમાં માલિક હોવા છતાં તે ચોરી કેવી રીતે કરી?
ચોર: જજ સાહેબ, તમારો આટલો સારો હોદ્દો છે, ઊંચું વેતન છે. તમે આ બધું શીખીને શું કરશો?
***
70 વર્ષના વૃદ્ધે હોસ્પિટલમાં ડોક્ટરને કહ્યું: હું વધારે પૈસા આપવા તૈયાર છું પણ મારી સારવાર દરમિયાન નર્સ સુંદર રાખજો.
ડોક્ટર: અંકલ, આ ઉંમરે તમે આવી વાત કરી રહ્યા છો?
વૃદ્ધ: મારે બે દીકરા છે, નર્સ સુંદર હશે તો બંને સવાર-સાંજ મારા ખબરઅંતર પૂછવા આવશે.
***
પત્ની: એક વાત પૂછું?
પતિ: હા, પૂછ.
પત્ની: દુનિયાના બે સૌથી ખતરનાક હથિયાર કયા છે?
પતિ: પત્નીના આંસુ અને પડોશણની સ્માઇલ.
***
લગ્નમાં આવેલા જાનૈયાઓને નાચતા જોઇને સસરાએ જમાઇને પૂછ્યું: આ જાનૈયા પાગલોની જેમ કેમ નાચી રહ્યા છે?
જમાઇ: કેમ કે મેં તેમને કહ્યું છે કે દહેજના પૈસાથી એમની બધાની ઉધારી ચૂકવી દઇશ.
- એર. ડો. રામિયાર કરંજીયા દ્વારા રચિત ધાર્મિક કોર્સ - 11 April2026
- માથ્રવાણી અને મંત્રની શક્તિ - 11 April2026
- નવસારીના પારસીઓએ આદરપૂર્વક આવા યઝદ પરબની ઉજવણી કરી - 11 April2026
