Your Moonsign Janam Rashi This Week –
14 February 2026 – 20 February 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા-ફરવા તથા મોજશોખની પાછળ ખર્ચ વધુ થઈ જશે. ઓપોઝિટ સેક્સ ને ખુશ રાખવા માટે તમે ખર્ચ કરવામાં કોઈ પણ જાતની કરકસર નહીં કરો. ધનની ચિંતા હાલમાં નહીં આવે. ગામ-પરગામ ધંધાકીય બાબત માટે જઈ શકશો. બીજાને ફાયદો કરાવી આપશો. તમારા વિચારો પોઝિટિવ થતાં તબિયતમાં પણ સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Under the onset of Venus’ rule, spending on outings and pleasures could increase. You could go out of your way to keep someone special happy, without worrying much about money. Business travel is likely. Helping others brings satisfaction. Positive thinking improves health. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 17, 18, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુ જેવા ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં મનને જરા પણ શાંતિ નહીં મળે. તમારા અંગત વ્યક્તિ તમને હેરાન પરેશાન કરશે. કામકાજમાં જરા પણ જશ નહીં મલે. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. અગત્યના ડિસિઝનો લઈ નહીં શકો. તમારા બોલવાથી ઝગડો થવાના ચાન્સ છે તેથી ઓછું બોલવાનું રાખજો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.

Rahu’s rule, till 4th March, brings restlessness and emotional strain. Personal relationships could test your patience and work could feel unrewarding. Avoid impulsive spending and delay major decisions. Speak less to prevent misunderstandings. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky dates: 14, 15, 17, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયું ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બને તો આ વીકમાં કોઈને મદદ અવશ્ય કરજો. ફેમીલીનું દિલ જીતી લેશો દરેક કામમાં તેમનો સારો સપોર્ટ તમને મલશે. ગુરૂની કૃપાથી થોડી ઘણી રકમને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. હાલમાં ધનની ચિંતા નહીં આવે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 18, 19 છે.

The final week under Jupiter’s rule encourages generosity and wise choices. Helping someone now strengthens family bonds and earns support. Investment opportunities could look promising, bringing financial ease. Expect uplifting news that lifts your mood. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 16, 18, 19


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી તમે પણ ગુરૂની છત્રછાયામાં રહેશો. તમારા હાથથી કોઈકની ભલાઈના કામો થઈ જશે. જૂના રોકાણમાંથી ફાયદો મળતા અચાનક નાણાકીય બાબતમાં સારા સારી થઈ જશે. અંગત વ્યક્તિનો સાથ મળતા કામકાજ સારી રીતે પૂરું કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. મિત્રો દરેક બાબતમાં મદદગાર થશે. કોઈ વ્યક્તિને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.

Jupiter’s rule, till 23rd March, inspires acts of kindness. Gains from past investments could improve financial stability. Support from loved ones helps you complete tasks smoothly. Friends offer valuable assistance and your advice could win appreciation. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 17, 19, 20


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશામાંથી તમે હાલમાં પસાર થઈ રહ્યા છો. તમે આળસુ બની જશો. રોજબરોજના કામો પૂરા કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવશે. અણધારેલા ખર્ચાઓથી પરેશાન થશો. તમારા કામ-ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. તેમાં પણ ખાસ કરીને માથાનો દુખાવો તથા જોઈન્ટ પેઈનથી ખૂબ જ પરેશાન થશો. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

Saturn’s rule could slow your pace and test your patience. Daily responsibilities could feel heavier and unexpected expenses could arise. Avoid rushing decisions in business matters. Watch for headaches or joint discomfort and take care of your health. To maintain balance, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 16, 17, 18


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા 3દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલીની ડીમાન્ડ તથા ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. બધા કામો બાજુમાં મૂકીને હિસાબી કામ પહેલા પૂરા કરી લેજો નહીં તો 17મીથી આવતા 36 દિવસમાં નાના કામો પણ પૂરા નહીં કરી શકો. 17મીથી તમારા મનગમતા મિત્ર પણ તમારાથી નારાજ થઈ જશે. સગા-સંબંધીઓ પણ તમને ખૂબ પરેશાન કરશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 14, 15, 16, 20 છે.

Only a few days remain under Mercury’s favourable rule. You are advised to handle family needs and complete financial paperwork first. Delays after the 17th could make even small tasks feel difficult. Friends or relatives could appear distant, so stay calm and patient. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 20


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં તમને જ્યાંથી ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. બિનજરૂરી ખર્ચને નિયંત્રિત કરતા નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. બુધની કૃપાથી તમે કોઈને સમજાવી તમારા કામ પુરા કરવામાં સફળ થશો. કામકાજમાં વધુ સફળતા મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.

Mercury’s supportive rule, till 18th March, guides you toward profitable opportunities. You could focus on areas that bring steady gains while controlling unnecessary spending. Property or land investments could work in your favour. Clear communication helps you achieve your goals. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 16, 17, 19


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો સાથે સાથે વાગવા પડવાના બનાવો પણ બની શકે છે. તમારી સાથે કામ કરનાર તમારા કામમાં મદદ નહીં કરે. ઉપરીવર્ગથી સંભાળજો બને તો ઓછું બોલવાનું રાખજો. કોઈને સલાહ આપવા જતા નહીં. ઘરમાં અશાંતિ રહેવાથી નેગેટીવ વિચારથી વધુ પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.

The final week under Mars’ rule calls for caution, especially while driving or handling physical tasks. Your colleagues might not be supportive and interactions with seniors will require diplomacy. Avoid giving unsolicited advice. Emotional tension at home could create negative thoughts. For peace, pray the Tir Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 19


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius23મી ફેબ્રુઆરી સુધી શીતળચંદ્રની દિનદશા ચાલશે. આ અઠવાડિયામાં અગત્યના ડિસિઝન લઈ લેજો. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. તમારે કોઈને પૈસા પાછા આપવાના હોય તો થોડી મુદત માંગી લેજો. ફેમિલી મેમ્બર તમારા કામથી ખુશ રહેશે. ગામ-પરગામથી સારા સમાચાર સાંભળવા મળશે. ઈનવેસ્ટમેન્ટ કરતા પહેલા વડીલવર્ગની સલાહ અવશ્ય લેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The Moon’s gentle phase, till 23rd February, makes this a good time for important decisions. Success at work brings satisfaction and renewed confidence. If you owe money, request a little more time from your creditors. Family members appreciate your efforts and encouraging news could arrive from afar. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 19, 20


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ચંદ્રની દિનશા ચાલુ હોવાથી 23મી માર્ચ સુધી ફેમીલી મેમ્બર અથવા મિત્રો સાથે પીકનીકનો પ્રોગ્રામ બનાવી શકશો. રોજબરોજના કામમાં સારા સારી થતી જશે. તમારા કામો તમે સમય પહેલા પૂરા કરી શકશો. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ચંદ્રની કૃપાથી તબિયતમાં પણ સારા સારી થતી જશે. વિચારો પોઝિટિવ બનતા જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.

The Moon’s rule, till 23rd March, encourages joyful moments with family or friends, including short outings. Work tasks move smoothly and you could complete projects ahead of schedule. Success boosts confidence while health gradually improves. Positive thinking strengthens emotional balance. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 15, 17, 20, 21


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusસૂર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામોમાં ખૂબ જ મુશ્કેલીઓ આવશે. વડીલ વર્ગની ચિંતાથી તમે પરેશાન થશો તેમનું ધ્યાન રાખજો. સૂર્યને કારણે સામે પડેલી વસ્તુ પણ તમને દેખાશે નહીં. માથાના દુખાવાથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં અચાનક મુસીબતમાં આવી જશો. ખોટા ખર્ચાઓથી બચજો. નેગેટીવ વિચારોથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

The Sun’s rule could create hurdles in official matters and increase concern for elders. Stay attentive as confusion or fatigue could lead to small mistakes. Headaches or stress could surface, and finances require careful planning. Avoid unnecessary expenses and negative thinking. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 14, 15, 16, 17


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે. ખર્ચ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. શુક્રની કૃપાથી તમે એકબીજાના મનની વાત ઈશારાથી સમજી જશો. કોઈ નવી વ્યક્તિની ઓળખાણ થશે જે આગળ જતા તમારા માટે ફાયદાકીય સાબિત થશે. જૂના ફસાયેલા પૈસા પાછા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Venus’ rule brings a lively period till 14th March, though expenses could feel difficult to control. Differences in close relationships begin to ease, improving emotional understanding. A new acquaintance could prove beneficial in the future. There are chances of recovering delayed payments. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 17, 18

Leave a Reply

*