Your Moonsign Janam Rashi This Week –
28 February 2026 – 06 March 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે જ્યાં જશો ત્યાં ભરૂપુર માનપાન મળશે.તમે નાણાકીય બાબતની અંદર પરેશાન હશો તો શુક્રની કૃપાથી અચાનક ધનલાભ થશે તથા નાણાકીય સ્થિતિ સુધરતી જશે. તમે કરેલા કામનું વળતર પૂરેપૂરું મળી જશે. ફેમિલીમાં આનંદ અને સુખનું વાતાવરણ જોવા મળશે. તમારી સાથે કામ કરનારા લોકોના મતભેદ દૂર કરી શકશો. કોઈના સાચા સલાહકાર બની શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Venus’ rule till 13th April brings grace and visibility. Wherever you go, respect and recognition follow. Financial stress begins to ease, and an unexpected gain improves stability. You receive fair returns for your efforts. Family life feels warm and harmonious. Workplace differences can be resolved diplomatically. You may guide someone with wise advice. Pray the Behram Yasht daily.

Lucky Dates: 1, 2, 3, 4


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસમાં કોઈની સાથે પણ ખોટી બોલાચાલીમાં ઉતરી જતા નહીં તેનાથી તમારા દુશ્મનોમાં વધારો થશે. તમારા બાકી રહેલા કામ પુરા કરજો. બીજાના કામ તમારા માથે લેતા નહીં. કોઈના ભરોસે રહેતા નહીં. બાકી ચોથી માર્ચથી આવતા 70 દિવસમાં તમને ભરપુર સુખ મળશે. તમારા મનની નેક મુરાદો પૂરી થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 4, 5 છે.

Three days remain under Rahu’s rule, calling for caution. Avoid arguments, as conflicts could increase opposition. Complete your pending tasks. Avoid taking responsibility for others’ work. Do not depend blindly on anyone. 4th March onwards, the next 70 days promise comfort and fulfillment. Heartfelt wishes may come true. Pray the Mah Bokhtar Nyaish and to Behram Yazad after 3 days, daily.

Lucky dates: 1, 3, 4, 5


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન સ્થિર નહીં રહે. ખોટા વિચારોથી પરેશાન રહેશો. ખોટા ખર્ચાઓમાં વધારો થશે. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે તેથી સંભાળજો. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં તમારાથી નારાજ થઈ જશે. તમારા સાચા બોલવાથી સામેવાળી વ્યક્તિને દુ:ખ લાગશે. નવા વ્યક્તિ પર ભરોસો મુકવાથી નુકસાની તમને ભોગવવી પડશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.

Rahu’s rule keeps your mind unsettled. Negative thoughts and unnecessary expenses could rise. Helping others without limits could backfire. A loved one might feel hurt over a small issue. Speaking blunt truths may create distance. Avoid trusting new acquaintances too quickly. Stay alert in making decisions. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મ કે ચેરીટીના કામ કરવાનો ચાન્સ મળશે. ફેમિલી મેમ્બરના મદદગાર થઈ શકશો. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. જે પણ કામ કરતા હશો તેમાં માનપાન ખૂબ જ મળશે. ધનને કારણે તમારા કોઈપણ કામો અટકશે નહીં. તમારા ટેન્શનને દૂર કરી શકશો. કામ સાથે ધાર્મિક કાર્ય માટે મુસાફરી કરી શકશો.મિત્રોનો સાથ મળતા મહત્વના કામ પુરા કરી શકશો.દરરોજ ‘સરોશ યશ્ત’ ભણતા મનને શાંતિ મલશે.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

Under Jupiter’s rule, opportunities for charity and meaningful action arise. You support family members and find practical solutions to ongoing challenges. Recognition grows in professional efforts. Financial flow remains steady, easing tension. Travel linked to work or spiritual purpose is possible. Friends assist in completing important tasks. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1, 2, 5, 6


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને તમારી રાશિના માલિક સૂર્યના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમિલીમાં આનંદ થાય તેવી બાબતો બનશે. અચાનક ધનલાભ મળવાથી ભરપૂર ખુશ થશો. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ લાંબા સમય માટે અવશ્ય કરજો. ગામ-પરગામ જવાના ચાન્સ મળી જશે સાથે ધંધાકીય ફાયદો પણ મેળવશો. આવતી મુશ્કેલીઓને દૂર કરી શકશો. નવા પ્રોજેકટ માટે હાલનો સમય ખૂબ સારો છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Jupiter’s supportive rule brings joy within the family. A sudden financial gain lifts your spirits. Consider long term investments wisely. Travel opportunities may combine with business benefits. Obstacles begin to clear, making this a favorable period for new projects. Confidence strengthens as progress becomes visible. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 6


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમારા નાણાં ખોટી જગ્યાએ ફસાઈ ન જાય તેની દરકાર લેજો. તમે સ્વભાવમાં થોડા જિદ્દી બની જશો. રોજબરોજના કામો સમય ઉપર પૂરા નહીં કરી શકો. તમારા કામમાં સફળતા નહીં મળે. ઘરના ખર્ચમાં વધારો થશે. તમારા ટેન્શન ઓછા થવાને બદલે વધતા જશે. તમે કરેલી મહેનતનું ફળ તમને નહીં મળે. જે પણ પ્લાન કરશો તે ઉલટા થઈ જશે. નેગેટીવ વિચારોથી બચજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 1, 2, 6, 7 છે.

Saturn’s rule, till 23rd March, demands patience from you. Guard your finances carefully and avoid risky commitments. Stubbornness could create delays in routine work. Expenses at home could increase. Efforts could feel unrewarded for now. Plans might not unfold as expected. Stay away from negative thinking and remain disciplined. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 1, 2, 6, 7


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધની દિનદશા ચાલુ હોવાથી બુદ્ધિ વાપરીને જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. સાથે કામ કરનારનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલીમાં લાંબા સમયથી ચાલતી મુશ્કેલીને તમે દૂર કરી શકશો. તમારા જૂના મિત્રો સાથે મતભેદ દૂર કરી શકશો. નવા કામ લેવા કરતા તમારા હાલના કામમાં ફોકસ કરશો તો સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Mercury sharpens your intellect, helping you succeed in planned efforts. Teamwork improves and financial matters remain steady. Consider sensible investments. You can resolve a long-standing family issue and reconnect with old friends. Focus on strengthening current responsibilities rather than adding new ones. Consistency brings achievement. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 3, 4, 5, 6


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને 21મી ફેબ્રુઆરીથી બુધની દિનદશા શરૂ થયેલી છે. નવા કામ કરવાનો ચાન્સ મળે તો અવશ્ય કરજો. ધન મેળવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાથી ફાયદામાં રહેશો. હિસાબી કામમાં સફળતા મેળવશો. જમીન જાયદાદમાં ઇન્વેસ્ટ કરતા આગળ જતા ફાયદો મેળવી શકશો. આ અઠવાડીયું તમારી સફળતા તથા પ્રગતિનું રહેશે. લગ્ન કરનાર વ્યક્તિને મનપસંદ સાથી મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 4, 5 છે.

Mercury’s rule, since 21st February, supports fresh beginnings. Take opportunities to start new ventures. Strategic thinking improves financial gains. Success comes in accounting, documentation and property related matters. This week signals growth and forward movement. Those seeking marriage may meet a suitable partner. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 3, 4, 5


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે. નાની બાબતની અંદર ચીડાઈ જશો. વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. ખર્ચનું પ્રમાણ વધી જવાથી મનની ચિંતા વધી જશે. નેગેટિવ વિચારો વધારે આવશે. તમારૂં સાચું બોલેલું બીજાને પરેશાન કરશે જેનાથી મતભેદ થવાના ચાન્સ છે. તમને ગુસ્સો આવે તેવી બાબતો તમારી સાથે થશે બને તો શાંત રહેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

Mars’ rule, till 21st March, increases your sense of impatience. Minor issues could trigger irritation. Drive carefully, as small mistakes could create larger problems. Rising expenses could cause concern. Honest words you utter could upset others, leading to disagreements. Practice calmness and self-control in challenging moments. Pray the Tir Yasht daily.

Lucky Dates: 3, 4, 7, 8


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી શાંત શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમે લીધેલા ડીસીઝનથી ફેમીલી મેમ્બર ખુશ થશે. કામકાજમાં સારા સારી થતી જશે. ચંદ્રની કૃપાથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહેવાથી તમારા વિચારો પણ પોઝીટીવ થતા જશે. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. થોડી મહેનત કર્યા પછી તમારા અટકેલા નાણા પણ પાછા મળી જાય તેવા હાલના ગ્રહો છે. તમારો ઉપરીવર્ગ તમારા કામથી ખુશ થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

The Moon’s calming rule till 23rd March has family members feeling pleased with your well thought out decisions. Work progresses steadily. A peaceful home atmosphere encourages positive thinking. Financial help may arrive unexpectedly. With steady effort, stuck payments can be recovered. Seniors appreciate your dedication. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 4, 5, 6, 7


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusપહેલા ત્રણ દિવસ ખૂબ જ સંભાળીને પસાર કરજો. ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો તથા તાવ જેવી માંદગી આપી શકે છે. ચોથી માર્ચથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં માથાનો બોજો ઓછો કરાવી આપશે. મગજને શાંત રાખીને કામ કરવાથી દરેક કામમાં સફળતા મળશે. તબિયતમાં સારા સારી થતી જશે. મનને શાંત રાખીને કામ કરતા દરેક કામમાં સફળતા મળશે. તમારી મુશ્કેલીઓનો સુખદ ઉકેલ મેળવશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Exercise caution during the first three days of the week. The descending rule of the Sun could cause headaches or mild fever. The Moon’s rule, staring 4th March, brings relief for nearly 50 days. Mental clarity improves when you stay composed. Health gradually stabilizes. Calm decision making ensures success and solutions to ongoing challenges. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 3, 4, 5, 6


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ઉતરતી શુક્રની દિનદશા તમને ભરપુર મોજશોખ કરાવશે. થોડી કરકસર કરીને નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. પ્રેમી પ્રેમીકામાં પ્રેમ વધી જશે. અપોઝીટ સેકસનો તમારા કામમાં સાથ મળી જશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. તમારી સાથે કામ કરતા લોકો તમારા મદદગાર બનશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી ફેમીલી મેમ્બરને ખુશ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 5, 7 છે.

Venus’s ongoing rule encourages enjoyment and social comfort. Spend wisely and invest carefully for long term benefit. Romantic bonds strengthen and supportive partnerships emerge. Good news may arrive from distant places. Colleagues extend helpful cooperation. Purchasing something meaningful for the home brings family happiness. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 5, 7

Leave a Reply

*