Your Moonsign Janam Rashi This Week –
21 February 2026 – 27 February 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

17મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ પુરા કરવામાં કોઈપણ જાતની કસર નહીં કરો. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો ખર્ચ કર્યા બાદ પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. બને તો થોડું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નવા કામ કરતા ફાયદો થશે. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. અપોજીટ સેક્સને નારાજ નહીં કરો તો તમારા કામમાં તેમની ખૂબ જ મદદ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.

Venus’ rule, till 17th April, has you spending freely on comforts and pleasures without worrying about limits. Even generous expenses are unlikely to create financial strain. You are advised to consider putting some money into wise investments. New ventures can bring profit and valuable contacts. Support from the opposite gender will help your progress. Pray to Behram Yazad daily.

Lucky dates: 22, 23, 26, 27


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો સમય ઉપર પૂરા થશે એવી આશામાં બેસી રહેતા નહીં. કામ વધુ કરવા છતાં પણ જોઈએ તેટલું ધન નહીં મળે. મિત્રો નાની બાબતમાં તમારાથી નારાજ થઈ જશે. બને તો હાલમાં વિચાર કર્યા વગર કોઈપણ કામ કરતા નહીં. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરશે. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.

Under Rahu’s ongoing rule, you are advised to avoid assuming tasks will finish smoothly. Hard work may not bring expected rewards. Friends could take offense over small issues. Think carefully before making decisions. At work, seniors could create pressure. Be cautious, as trust could be tested. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky dates: 22, 24, 25, 26


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે.તમે જે પણ કામ કરતા હો તેમાં તમને જશ નહીં મળે. તમારા બચાવેલા નાણાનો ખર્ચ કરવો પડે તો નવાઈમાં પડી જતા નહીં. નાણાકીય બાબતની અંદર ખૂબ જ મુશ્કેલીઓ આવશે. ગામ પરગામ જવાના પ્લાન હાલમાં બનાવતા નહીં. લેણદાર વધુ પરેશાન કરશે. નાણાંકીય બાબતમાં કોઈ પાસે ઉધાર નાણા લેવાનો સમય આવશે. ઘરમાં થોડું અશાંત વાતાવરણ બની શકે છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Rahu’s rule till 13th April has a sense of warranted recognition feeling delayed despite your efforts. You may need to use savings, so stay prepared financially and ensure to handle money matters carefully. Postpone travel plans for now. Creditors could press harder. Borrowing may become necessary. Domestic tension is possible. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky dates: 23, 24, 25, 26.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. મનગમતી વ્યક્તિની સાથે મુલાકાત થઈ જશે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને પહેલા જ કહી દેજો. ગુરૂની કૃપાથી દરેક બાબતની અંદર ઇનવિઝિબલ હેલ્પ મળી રહેશે. ફેમિલી મેમ્બરના મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી પુરા કરી આપશો. ધન માટે ચિંતાઓ ઓછી થતી જશે. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. કામમાં થોડો બ્રેક લઈ શરીરને આરામ આપજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.

Jupiter’s rule till 23rd March guides you and brings blessings and anonymous support. A meaningful meeting could uplift your spirits. Speak your heart openly. Family challenges become easier to manage. Financial worries begin to ease. Positive shifts unfold steadily. Take short breaks to recharge your health. Pray the Sarosh Yasht daily.

Lucky dates: 21, 22, 26, 27


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે મહેનત કરી તમારા અટકેલા કામોને પુરા કરવામાં સફળ થશો. તમારા દરેક કામમાં સફળતા મળશે. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરી આપશો. બને તો થોડી ઘણી રકમને સારી જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધનની કમી ઓછી થતી જશે. તમારા કામના બીજાઓ વખાણ કરશે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ધર્મના કામો કરી શકશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Jupiter’s rule, till 21st April, prove supportive. Your determined efforts help you complete pending tasks successfully. Appreciation for your work grows. Family expectations can be fulfilled. Consider smart investments to strengthen finances. Monetary pressure reduces gradually. Good news lifts your mood. Spiritual activities bring satisfaction. Pray the Moti Haptan Yasht daily.

Lucky dates: 22, 23, 24, 25


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમને તમારા કામો પૂરા કરવામાં ખૂબ જ કંટાળો આવશે. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે સંભાળજો. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવી જશો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. મનની વાત મનમાં રહેશે કોઈને કહી નહીં શકો. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Saturn’s rule till 23rd March, could make completing tasks feel tiring. Joint pain or sudden health issues could require attention. Financial strain is possible. Minor disagreements with elders could arise. You could keep your feelings to yourself. Avoid financial dealings for now. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky dates: 22, 23, 24, 25


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તેમાં બુદ્ધિ વાપરીને તમારા કામો પૂરા કરવામાં સફળ થશો. તમારા ફેમિલી મેમ્બર સાથેના સંબંધો સુધરશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો કારણ ભવિષ્યમાં તેનું સારૂં વળતર તમે મેળવી શકશો. નોકરી કરતા હશો ત્યાં નાણાંકીય ફાયદો થવાના ચાન્સ છે. શારિરીક બાબતમાં સારા સારી રહેતા તમારા વિચારોપણ પોઝીટીવ થતા જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

Mercury’s rule enhances clarity and sharp thinking. You handle tasks intelligently and see steady progress. Relationships with family improve. Investments made now can yield strong returns later. Financial gains at work are possible. Physical well-being supports a positive mindset. Pray the Meher Nyaish daily.

Lucky dates: 22, 23, 24, 27


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજથી તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. છપ્પન દિવસની અંદર તમારા કામમાં નાણાકીય ફાયદો મળવાના ચાન્સ છે. બીજાના મદદગાર બનવાથી વધુ આનંદમાં આવશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. મીઠી જબાન વાપરીને પારકાને પોતાના બનાવી લેશો. વધુ ધન કમાવવા રસ્તા શોધી લેશો. ફેમીલીની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલી દૂર કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Mercury’s rule, starting today and lasting for the next 56 days, brings in likely scope for financial improvement. Helping others brings genuine satisfaction. New friendships could form. Encouraging news arrives from afar. Sweet speech helps you win people over. You discover new ways to increase income. A long-standing family issue finds resolution. Pray the Meher Nyaish daily.

Lucky dates: 22, 23, 24, 25


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusઆજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો બને તો આજે ફેમિલી મેમ્બરની સાથે દિવસ પસાર કરજો. કાલથી શરૂ થતી મંગળની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર નહિ મૂકે. કામ ઓછા અને મગજમારી વધુ કરવી પડશે. કોઈને ઉધાર પૈસા આપતા નહીં. વિવાદોથી દૂર રહેજો. દરેક કામ ધ્યાન આપી કરજો નહીં તો તમારી બેદરકારી મુશ્કેલીમાં વધારો કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.

Spend the day in peace today, preferably with family. Mars’ rule, starting tomorrow, could create mental pressure and restlessness. Work feels demanding with added mental strain. You are advised to avoid lending money. Stay away from any disputes. Handle tasks carefully to prevent mistakes. To placate Mars, pay the Tir Yasht daily.

Lucky dates: 24, 25, 26, 28


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી શીતળચંદ્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. બને તો કોઈ વ્યક્તિની મદદ લઈ કામ પૂરા કરી શકશો. ચંદ્રની કૃપાથી તમારા મગજને શાંત રાખી શકશો. ફેમિલી મેમ્બરને નારાજ નહીં કરો. તેમની ડિમાન્ડ પૂરી કરવા માટે વધુ કામ કરી શકશો. ઘરમાં સારા પ્રસંગો આવશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેવાથી તમે પણ ખુશ રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

The Moon’s rule, till 23rd March, helps you finish your important tasks early. Accept help when needed. Emotional balance remains steady. Keep family members happy by meeting their expectations. Auspicious events may brighten your home. A positive atmosphere keeps you cheerful. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky dates: 22, 23, 24, 25


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius4થી માર્ચ સુધી સૂર્યની દિનદશા ચાલશે. સરકારી કે સહી સિક્કાના કામો હાલમાં કરતા નહીં. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. ઘરમાં જો વડીલ વર્ગ હોય તો તેમની તબિયત ઉપર ધ્યાન આપજો તેમની તબિયત બગડવાના ચાન્સ છે. કોઈબી બાબતમાં બેદરકાર બનીને કામ કરતા નહીં. તમારા કામ-ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. સૂર્યના તાપ ને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

The Sun’s rule remains, till 4th March, advises you to avoid any government-related or official paperwork for now. Fever or headaches could trouble you. Pay attention to elders’ health at home. Carelessness could lead to setbacks. Rushed decisions in business could cause losses. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky dates: 23, 24, 25, 26


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમને ઓપોઝિટ સેક્સનો ભરપૂર સાથ સહકાર મળવાથી તમે ખૂબ આનંદમાં રહેશો. ધનનો ખર્ચ કરવામાં કોઈપણ કસર નહીં મૂકો. શુક્રની કૃપાથી હરવા ફરવામાં દિવસ પસાર કરશો. ખર્ચ વધુ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. મિત્રોનો ભરપૂર સાથ મળશે. કામકાજ માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે સાથે નાણાકીય લાભ પણ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.

Venus’s rule till 14th March, supports you greatly. Strong backing from the opposite gender keeps your spirits high. You spend freely yet finances stay stable. Leisure and outings bring joy. Friends offer generous support. Travel related to work could bring profits. Pray to Behram Yazad daily.

Lucky dates: 22, 24, 27, 28

Leave a Reply

*