મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

હવે તો 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. થોડી મહેનત કરવાથી અટકેલા કામો ફરી ચાલુ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. અપોઝિટ સેક્સ સાથે ખૂબ જ સારા સારી રહેશે. તમારા કામને વધારે ફોકસ કરતા આગળ જતા ફાયદામાં રહેશો. જૂના ફસાયેલા પૈસા પાછા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 10, 13 છે.
Venus’s rule till 13th April, helps stalled tasks move forward with focused effort. Financial matters gradually improve. Unexpected gains are on the cards. You could purchase new items for the home. Relationships with the opposite gender feel harmonious. Stay dedicated to your goals. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7, 8, 10, 13
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. માથાના બોજામાં વધારો થશે. તબિયતની ખાસ સંભાળ લેવા છતાં તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. ખાવા પીવા ઉપર ખૂબ જ ધ્યાન આપજો. અગત્યની ચીજવસ્તુ સંભાળીને રાખજો. તમે જેના ઉપર વિશ્વાસ રાખશો તે જ વ્યક્તિ તમને દગો આપશે. ખોટી પરેશાનીઓ આવતી રહેશે. નેગેટીવ વિચારથી વધુ પરેશાન થશો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Rahu’s ongoing rule till 4th March brings mental pressure and health sensitivity. Pay close attention to your diet. Safeguard your important belongings. Trust issues could arise, so stay cautious. Avoid negative thinking and focus on inner calm. To balance restless energies during this period pray the Mah Bokhtar Nyaish daily.
Lucky dates: 9, 10, 11, 12
GEMINI | મિથુન: ક.છ.ઘ.

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 21મી ફેબ્રુઆરી સુધીમાં તમે દરેક બાબતમાં આનંદમાં રહેશો. શારીરિક બાબતમાં સારો સુધારો થતો જશે. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ફેમીલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. સારા કામની પાછળ સમય અને નાણાનો ખર્ચ કરી શકશો. તમારા હાથથી ધર્મના કામો થતા રહેશે. નવા કામ કરવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 11, 13 છે.
Jupiter’s rule till 21st February keeps your spirits high, bringing improvement in health and finances. Family happiness grows as you invest time and resources into meaningful pursuits. Religious or charitable actions bring satisfaction. Positive news lifts your mood and supports new beginnings. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 11, 13
CANCER | કર્ક: ડ.હ.

તમારા પરમ મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તંદુરસ્તી ખૂબ જ સારી રહેશે. તમારા કામો પૂરા કરવામાં કોઈપણ જાતની અડચણ નહીં આવે. જે પણ આવક થશે તેમાંથી ફેમિલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. ધર્મના કામો કરી શકશો. બીજાના મદદગાર બની શકશો. ચાલુ કામમાં સફળતા મળતી જશે. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. ઘરમાં કોઈ મહેમાન આવવાની શક્યતા છે. દરરોજ તમે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.
Under Jupiter’s rule, health remains strong and tasks progress smoothly. Financial stability allows you to support family needs while engaging in spiritual or charitable activities. You could find yourself helping others more often. Positive changes unfold gradually, and a guest visiting your home brings warmth and joy. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 9, 10, 12
LEO | સિંહ: મ.ટ.

શનિની દિનદશા સાથે તમે શનિની નાની પનોતીમાંથી પણ જઈ રહેલા છો તેથી હાલમાં નેગેટીવ વિચારથી પરેશાન થશો. તમારા પોતાના કામો કરવામાં ખૂબ જ આળસ આવશે. જોઈન્ટ પેઈનના દુખાવાથી પરેશાન થશો. 23મી સુધી ઘરમાં કોઈ પણ નવી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. સરકારી કામો કરવામાં સફળતા નહીં મળે. પૈસાનો ખર્ચ વધી જવાથી તમે ખોટા વિચારો તથા માનસિક રીતે પરેશાન થશો. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 11, 12, 13 છે.
Saturn’s rule till 23rd February could bring heaviness in your thoughts and cause reduced motivation. Joint pain or fatigue will call for your attention. Avoid purchasing new items for the home. Be patient with official matters. Expenses could rise, affecting your mood. Learn to maintain discipline. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 7, 11, 12, 13
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

બુધની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામો 17મી ફેબ્રુઆરી પહેલા પૂરા કરી લેજો. આ અઠવાડિયામાં થોડી ઘણી રકમ ઇન્વેસ્ટ અવશ્ય કરજો. બુધની કૃપાથી ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. મનગમતી વ્યક્તિને મળવામાં સફળ થશો. હિસાબી કામ ઉપર વધુ ધ્યાન આપજો. મિત્રો સાથેની મુલાકાત વધી જશે. ધનની લેતીદેતી સંભાળીને કરજો. કામકાજમાં સાથે કામ કરનારનો સારો સાથ મળશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.
Mercury’s rule encourages completing important work before 17th February. Consider modest investments and stay alert with financial calculations. Good news from distant places lifts your spirits. Meeting someone special is likely. Cooperation at work strengthens progress. You could acquire useful items for the home. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 8, 9, 10, 13
LIBRA | તુલા: ર.ત.

બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી નવા મિત્રો મળી રહેશે. મિત્રોના મદદગાર થશો. થોડું વધુ કામ કરીને નાણાકીય બાબતમાં સારા સારી મેળવી લેશો. કોઈક જગ્યાએ ગેટ ટુ ગેધરમાં જવાથી વધુ માનપાન મેળવશો. તમારા કમાયેલા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. અગત્યના કામો ઉપર વધુ ધ્યાન આપજો. ફેમીલી મેમ્બરની જરૂરિયાત પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 6 છે.
Mercury’s rule supports friendships and social connections, helping you expand your circle. Extra effort improves financial stability, and gatherings could bring recognition. Use your earnings wisely and remain focused on key responsibilities. Supporting family needs creates harmony at home. For steady guidance, pray the Meher Nyaish daily.
Lucky Dates: 31, 1, 2, 6
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

21મી ફેબ્રુઆરી સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. વાહન સંભાળીને ચલાવજો. તાવ, માથાના દુખાવાથી પરેશાન થશો. ઘરમાં ખોટા ખર્ચાઓ ખૂબ જ વધી જશે. એક મુસીબતમાંથી નીકળશો તો સામે બીજી મુસીબત આવશે. હાલમાં ઘરમાં રીપેરીંગ કામ કરતા નહીં. ઘરનું વાતાવરણ તંગ રહેશે. અગત્યના ડીસીઝનો હાલમાં લેતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Mars’ rule till 21st February brings intensity, making you more sensitive and impatient. Drive carefully and take care of health, especially headaches or fever. Unexpected expenses could rise, and home repairs should be postponed. Avoid major decisions during this period. To maintain emotional balance pray the Tir Yasht daily.
Lucky Dates: 9, 10, 11, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની વાત જેને કહેવા માંગતા હો તેને કહી દેજો. અગત્યના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. રોજના કામ રોજ પૂરા કરશો તો ખરાબ સમયમાં તમે એકસ્ટ્રા કામથી પરેશાન નહીં થાવ. ફેમિલી મેમ્બરને સાથ આપજો. ઘણા સમયથી ફેમિલીના અટકેલા કામો તમે આ અઠવાડિયામાં પૂરા કરી શકશો. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ઓછી મહેનત કરી વધુ કમાઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.
The Moon’s rule encourages honest conversations and emotional clarity. Complete pending tasks this week to avoid future pressure. Supporting family members strengthens bonds and helps resolve long-standing issues. Work progress brings satisfaction and financial gains with less effort. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 10, 12
CAPRICORN | મકર: ખ.જ.

હવે તો તમને શીતળ શાંત ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. તમે તમારા ડિસિઝન લેવામાં જરા પણ ઉતાવળ કરતા નહીં. નાણાકીય બાબતમાં સારાસારી થતી જશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. તબિયતમાં સારા સારી રહેવાથી કામ કરતા થાક નહીં લાગે સાથે દરેક કામ પ્રસન્નચિત્તે કરી શકશો. મુસાફરી કરી શકશો. તમારી દરેક મુસીબતનો અંત સુખદ આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
The calming Moon’s rule brings steadiness and aids in thoughtful decision making. Avoid rushing into choices and allow financial matters to improve gradually. Meeting someone special brings joy. Funds which were stuck could be retrieved in this phase. Good health supports productivity and travel plans. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 10, 11, 12, 13
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને છેલ્લું અઠવાડિયું શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આવકમાં વધારો થશે. શુક્રની કૃપાથી તમે તમારી પસંદગીની વ્યક્તિ સાથે સમય પસાર કરી શકશો. કોઈપણ ચીજ વસ્તુ વસાવવામાં વિચાર નહીં કરો. શુક્રની કૃપાથી મુસાફરી કરવાથી આનંદ સાથે ધનલાભ પણ મેળવશો. મિત્રો તથા ફેમીલી મેમ્બર સાથે ધર્મસ્થળ અથવા કોઈ જગ્યાએ પીકનીક માટે જઈ શકશો. ત્યાં જતા તમે માનસીક શાંતિ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.
The final week of Venus’ rule brings enjoyment, financial growth and meaningful time with loved ones. Travel or outings with friends and family brings happiness and potential gains. You could feel inspired to purchase something special. Spiritual visits or picnics offer peace of mind. Continue praying to Behram Yazad daily.
Lucky Dates: 8, 10, 12, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

હાલમાં 14મી માર્ચ સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપીને રહેશે. કોઈ સાથે મતભેદ થયેલા હશે તો તેને દૂર કરવા માટે મિત્રની મદદ મળી જશે. કામકાજ માટે ગામ પર ગામ જવાના ચાન્સ મળશે સાથે નાણાકીય લાભ પણ મેળવશો. બીજાના મદદગાર બની શકશો. તમારા મોજશોખ ઓછા કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવાની કોશિશ કરજો. તમારા મનને શાંતિ મળતા ઘરનું વાતાવરણ પણ આનંદીત બનશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Venus’ rule, till 14th March, blesses you with comfort and harmony. Differences with others could resolve through supportive friends. Travel related to work brings financial benefit. Focus on wise investments by reducing unnecessary indulgence. Emotional peace strengthens the home environment. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 11, 12
- Your Moonsign Janam Rashi This Week –
07 March 2026 – 13 March 2026 - 7 March2026 - Your Moonsign Janam Rashi This Week –
28 February 2026 – 06 March 2026 - 28 February2026 - Your Moonsign Janam Rashi This Week –
21 February 2026 – 27 February 2026 - 21 February2026
