જમશેદી નવરોઝ મુબારક!

પ્રિય વાચકો,
દર વર્ષે આવતી જમશેદી નવરોઝ નવી શરૂઆત, કૃતજ્ઞતા અને આશાનું સ્મરણ કરાવે છે. ભારતમાં વસતા પારસીઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. શતાબ્દીઓ પહેલાં આપણાં પૂર્વજોને આ ઉદાર ભૂમિએ આશ્રય આપ્યો અને ભારતે આપણા સમુદાયને ગૌરવપૂર્વક જીવવાની, પોતાના ધર્મનું સ્વતંત્રપણે પાલન કરવાની, પરંપરાઓ જાળવવાની અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા તક આપી. આપણે આનંદપૂર્વક ઉજવણી કરીએ છીએ ત્યારે પણ આપણા વિચારો આપણા મૂળ દેશ તરફ વળે છે. ઈરાન અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સૌહાર્દ માટે આપણે સતત આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ.
નવરોઝ આપણને એ પણ યાદ અપાવે છે કે સાચું પારસીપણું આપણું સુખ અન્ય લોકો સાથે વહેંચવામાં છે, ખાસ કરીને ઓછા સદભાગી લોકો સાથે. જ્યારે પરિવારો તહેવારી ભોજન માટે ભેગા થાય છે ત્યારે નાનકડા દયાભાવના કાર્યો ખૂબ મહત્વ ધરાવે છે. વૃદ્ધ પડોશીની મુલાકાત લેવી, હૃદયથી સારા શબ્દો કહેવા અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે સમય અને સાધનો વહેંચવા. આવા હળવા પરંતુ સાચ્ચા પ્રયાસો નવરોઝની ભાવનાને આપણા ઘરોની બહાર સુધી પહોંચાડે છે.
વસંતકાળની સફાઈ માત્ર ઘરોને સ્વચ્છ બનાવવાનો પ્રતીક નથી. તે આપણને હૃદય અને મનને પણ શુદ્ધ કરવા આમંત્રિત કરે છે . જૂના ગિલા-શિકવાઓ છોડી, દુઃખોને માફ કરવા અને શાંતિપૂર્ણ મનથી નવા વર્ષની શરૂઆત કરવા.
આ વિશેષ અંક આપણા વાચકો, જાહેરાતદાતાઓ અને શુભેચ્છકોના સતત પ્રોત્સાહનથી શક્ય બન્યો છે. તેમના સહકારથી પારસી ટાઈમ્સ આજે સમુદાયનું પ્રિય ન્યૂઝવીકલી બની શક્યું છે.
નવરોઝ આપણા સમુદાયમાં નવી આશા, કરુણા અને એકતા જગાવે. ઘરોમાં ઉષ્મા અને હૃદયોમાં આશા ભરે તેવી શુભેચ્છાઓ.
જમશેદી નવરોઝ મુબારક!
-– અનાહિતા

Leave a Reply

*