છોડી દો આ બધુ,
ખાઓ પીઓ જલસા કરો, મોજથી ઉડાઓ પેન્શન!
હુકુમ ચાલે છે ત્યાં સુધી, કરી લ્યો હકુમત ભા,
પછી, બૈરા છોકરાઓ પણ નહિ માને કોઈ સજેશન!
ગુસ્સે થવાની, ગુસ્સો કરવાની ઉમર તો ગઈ હવે,
કોઈ સોરી કહે તો પણ, શાંતિથી કહેજો નો મેન્શન!
હાથમાં છે વહેવાર ત્યાં સુધી રાખો બધુય હસ્તગત,
પછી પાણી માટે ય પૂછવું પડશે એવી થશે પોઝીશન!
શરતોમાં જીત્યો છું ને, શરતોમાં ઘણું હાર્યો છું,
હવે કહો જિંદગીને ડોન્ટ અપ્લાય એની ક્નડીશન!!
ગુમાવ્યું એનો ગમ ના કરો, મળ્યું છે એમાં મોજ કરો,
કેમ કે, ક્યારે હાર્ટ બેસી જશે, વિધાઉટ એની મેન્શન!
ક્યારેક પાપ કર્યા હોય તો એનું કરી લેજો પ્રાયશ્ચિત,
ઈશ્વર ગુન્હા માફ કરી દેશે, વિધાઉટ એની ઓબ્જેકશન!
દોડ ધામ ચિંતા ઉતાવળ, મેલો માળીયે આ ભૂતાવળ,
બીપી, સુગરને કહો રૂક જાઓ, આગળ નથી કોઈ પરમીશન!
મુત્યુ આવે તો મરવાનું મજાથી, ડરવાનું નહિ,
હસ્તે મોઢે હાલતા થઈ જવાનું, આપ્યા વગર કોઈ ઓપ્શન!
- એર. ડો. રામિયાર કરંજીયા દ્વારા રચિત ધાર્મિક કોર્સ - 11 April2026
- માથ્રવાણી અને મંત્રની શક્તિ - 11 April2026
- નવસારીના પારસીઓએ આદરપૂર્વક આવા યઝદ પરબની ઉજવણી કરી - 11 April2026
