વિસ્પી એક સારી એવી મોટી અમએનસી કંપનીમાં નોકરી કરે છે.તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેણે કોલાબા જેવા પોશ એરીયામાં એક ફલેટ ખરીદ્યો. તેણે ફલેટ લેવા એક મોટી એવી લોન લીધી હતી. પરંતુ હમણાંજ તેનું પ્રમોશન થયું હતું તથા તેણે થોડા સમય પહેલાજ ઓફીસના કામ માટે યુકેની ટ્રીપ પણ કરી હતી જેમાં તેણે ઓફીસને એક મોટો કોન્ટ્રેકટ લાવી આપ્યો હતો અને તેના પ્રતાપે તેની સેલરીમાં સારો એવો વધારો મળ્યો હતો.
વિસ્પીનો પરિવાર પોતાના નવા ઘરમાં ઘરમાં આનંદથી રહે છે તેના પરિવારમાં તેના વહાલા મમ્મા ખોરશેદ, પપ્પા સોરાબ તથા તેની સુંદર અને સમજુ ધણીયાણી શીરીન અને તેના વ્હાલા બાળકો આવાં અને પીરાનનો સમાવેશ થતો હતો જેઓ હમણા હમણા નવા ઘરમાં આવીને ખુબ ખુશ હતા કારણકે બાળકોને તેમનો પોતાનો એક અગલ રૂમ મળ્યો હતો.
શીરીન અને ખોરશેદના સંબંધો ખુબ સારા હતા. શીરીન એક વર્કીંગ વુમન હતી અને પોતાના કામનું ક્રેડીટ તેની સાસુને આપતી કે આજે તે આરામથી કામ પર જાય છે કારણ કે તેની સાસુ ઘર સંભાળી લે છે.
એક દિવસ શીરીન જયારે ઓફીસથી આવે છે અને ઘર કામ શરૂ કરે છે. ત્યારે તેનું સાસુ કહે છે. તુ પહેલા ગરમ ગરમ ચા પી લે ત્યાં સુધી હું તને ભાજી કાપી આપુ. તુ ઓફિસેથી થાકી ને આવી છે અને આવીને તરત જ કામે લાગી ગઈ. હું તો કહું છુ કે તું નોકરી છોડી દે. ખોરશેદે પોતાની વહુ શીરીનના હાથમાંથી ભાજી લેતા કહ્યુ.
ના, મમ્મી, જ્યાં સુધી ફ્લેટ ના હપ્તા પુરા નહીં થાય, ત્યાં સુધી હું નોકરી છોડવાની નથી.
`પરંતુ બેટા, હવે તો વિસ્પીની પણ સારી નોકરી લાગી ગઈ છે અને પગાર પણ સારો છે.’ ખોરશેદે ભાજી સમારતા સમારતા કહ્યું.
`નહીં મમ્મી હું નોકરી નહીં છોડું, કારણ કે, મે તમને પેલા દિવસે પડદા પાછળ રડતા જોયા હતા.’
`જ્યારે પપ્પાએ નાનકડી વાતમાં તમને કહી દીધું હતું કે નીકળી જા મારા ઘરેથી’ શીરીને કહ્યું.
આ સાંભળી ખોરશેદ તો અવાક થઈ ગયા ને વહુ ને જોવા લાગ્યા ત્યારે શીરીને કહ્યું `મમ્મી, આ તમારી સાથે જ નહીં પરંતુ દરેક પરિણીત સ્ત્રીઓને ઘણી વખત સાંભળવા મળે છે. ઘણી વખત પતિ ગુસ્સામાં કહી દે છે કે તારા ઘરે ચાલી જા આ મારું ઘર છે. અને એવી જ રીતે પિયરમાં માં-બાપ ભાઈ અને બહેન બધા લોકો એમ કહે છે કે હવે સાસરૂ એ જ તારું ઘર છે આ નહીં.’
`તો આખરે સ્ત્રીઓનું તેનું પોતાનું ઘર છે ક્યુ?’
`મમ્મી સાચું તો એ છે કે આપણા સિવાય કોઈ ઘર ઘર નથી બનતું ફકત આપણે જ તેને ઘર બનાવીયે છીએ. અને બધું કર્યા પછી શું સાંભળવા મળે છે?’
`એટલા માટે જ મમ્મી હું નોકરી કરીને અડધો હપ્તો ભરૂં છું, એટલા માટે નહીં કે મારો હક છે પરંતુ મને એ સાંભળવા મળે કે આ આપણું ઘર છે, આ આપણા બધાનું ઘર છે. હમ સાથ સાથ હૈ આટલું કહીને શીરીન ખારશેદના ગળે ભેટી પડી.
ખોરશેદને પણ વહુની આવી વાત સાંભળીને મનમાં અંદરોઅંદર તેના વખાણ કરવા લાગી, અને તેની પણ આંખો ભીની થઈ ગઈ હતી.હકીકતમાં દરેક દીકરીને પોતાને આત્મનિર્ભર બની ને પોતાના પતિની સાથે કદમથી કદમ મેળવીને સાથ આપવો જરૂરી છે.
- Fanning The Fire Within - 18 April2026
- ZTFI’s Community Bazaar 2026: Celebrating Unity, Culture & Community Spirit - 18 April2026
- Gate To Glory: Diana Edulji Honoured At Wankhede Stadium - 18 April2026
