આપણે વર્લ્ડ કપ જોયો, હવે મોટું નામ ધુરંધર તબાહી મચાવવા આવી રહ્યું છે, અને તેના પછી તરત જ શરૂ થઈ રહી છે આઈપીએલ.
વિશ્વભરમાં યુદ્ધ હજુ પણ સમાપ્ત થઈ રહ્યું નથી અને અહીં આપણી ઉજવણીઓ અટકતી નથી.
***
લગ્ન કરવાનો એક ફાયદો એ પણ છે કે,
રૂમના બધા મચ્છર આપણને એકલાને નથી કરડતા.
***
પત્નીઃ જો હું સમય હોત તો લોકો મારી કેટલી કદર કરત?
પતિઃ ના, લોકો તને જોઈને ડરી જાત.
પત્નીઃ કેમ?
પતિઃ લોકો કેહતે કે ખરાબ સમય આવી રહ્યો છે.
***
એક સરવે મુજબ 40% લોકો તેમની પત્નીથી પરેશાન છે અને બીજા સરવેથી જાણવા મળ્યું કે બાકીના 60% લોકોને તેમની પત્નીએ સરવેમાં ભાગ જ નહોતો લેવા દીધો.
***
પતિએ પત્નીને પુછયુંઃ સાંભળો છો? બે કિલો વટાણા લઈ લઉં?
પતિઃ હા લઈ લે. તને ઠીક લાગે એટલા લઈ લે. સાથે બીજું શાક પણ લઈ લેજે.
પત્ની ગુસ્સે થઈને બોલીઃ તમારો અભિપ્રાય નથી માગતી. બસ એટલા માટે પૂછું છું કે આટલા વટાણા ફોલી શકશો ને કે ઓછા લઉં?
- એર. ડો. રામિયાર કરંજીયા દ્વારા રચિત ધાર્મિક કોર્સ - 11 April2026
- માથ્રવાણી અને મંત્રની શક્તિ - 11 April2026
- નવસારીના પારસીઓએ આદરપૂર્વક આવા યઝદ પરબની ઉજવણી કરી - 11 April2026
