Your Moonsign Janam Rashi This Week –
07 March 2026 – 13 March 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસો હરવા ફરવામાં પસાર થઈ જશે. ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો ખર્ચ કર્યા બાદબી નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝિટ સેક્સનો સાથ મળવાથી તમારા રોકાયેલા કામ આસાનીથી કરી શકશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. કામકાજને વધારવા માટે થોડી ભાગદોડ કરી લેજો. તબિયતના બારામાં જરાબી ચિંતા નહીં આવે. ઘરમાં કોઈ સમસ્યા હશે તો તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.

Venus’ rule brings opportunities to travel, relax and enjoy pleasant outings. You may spend more than planned, yet financial worries are unlikely to trouble you. Support from a member of the opposite gender could help you complete pending tasks with ease. Unexpected financial gains are on the horizon. A little extra effort will help expand your work prospects. Health will remain stable and family concerns can be resolved calmly. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 11, 13


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને તમારી રાશિના માલિક શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 14મી સુધી ગામ જવાના ચાન્સ મળતા રહેશે. રિસાયેલા વ્યક્તિને મનાવી લેશો. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય મુશ્કેલી માંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. પ્રમોશન મળવાના ખૂબ સારા ચાન્સ છે. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. તમારા જીવનમાં પરિવર્તન આવવાના શરૂ થશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

The onset of Venus’ rule brings about positive developments till 14th March. Opportunities to travel could arise and strained relationships can be repaired with patience. You will find satisfaction in helping others and may discover a practical way out of financial pressure. Chances of promotion are strong. Gradual changes will begin shaping your personal life in a positive direction. For guidance and balance, pray to Behram Yazad daily.

Lucky dates: 10, 11, 12, 13


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા જન્મના ગ્રહોની સ્થિતિ સારી નહીં હોવાથી તમારી આશા ઉપર પાણી વળી જશે. તમારી સાથે કોઈ વ્યક્તિ ચીટીંગ કરી જશે. તમારી મનગમતી વ્યક્તિ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. નાણાકીય લેતી દેતી સંભાળીને કરજો. નોકરી કરનારને માનસિક શાંતિ નહીં મળે. બને તો ઓછું બોલવાનું રાખજો જેનાથી તમારી શારિરીક બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. માથાના બોજાને ઓછો કરવા દરરોજ મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.

Rahu’s rule till 3rd April suggests that you practice caution. Expectations may not unfold as planned and someone may act unfairly with you. A small misunderstanding could upset a close relationship. Handle financial transactions carefully and avoid unnecessary arguments at work. Speaking less will help maintain peace and prevent stress. To ease mental pressure, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 8, 9, 12, 14


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ પણ મુશ્કેલીમાં નહીં આવો. અંગત વ્યક્તિ તમારો ભરપૂર સાથ આપશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. નાણાં બચાવીને સારી જગ્યાએ રોકાણ અવશ્ય કરજો. મનને ગમે તેવા કામો કરી શકશો. બીજાને મદદ કરીને તેમના આશીર્વાદ મેળવી લેશો. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Jupiter’s rule till 23rd March brings stability and support. Family responsibilities can be handled comfortably and a trusted person will stand by your side. Financial matters will improve gradually, making this a good time to save and invest wisely. You will find joy in activities that bring personal satisfaction. Helping others will bring blessings and positive changes will emerge in many areas of life. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 9, 10, 11


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. ધર્મના કામો કરવાથી ખુબ જ આનંદ મળશે. તમારા ધારેલા કામો સમય પર પુરા કરી શકશો. જૂના રોકાયેલા નાણા પાછા મલવાના ચાન્સ છે. નોકરીમાં પ્રમોશન મેળવી શકશો. મિત્રોના મદદગાર બની શકશો. બીજાને ફાયદો કરાવવા માટે તેમને સાચી સલાહ આપી શકશો. ધનની ચિંતા ઓછી થતી જશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Jupiter’s favourable rule till 21st April blesses you with opportunities for progress. Spiritual or charitable activities will bring deep satisfaction. Long awaited tasks will finally be completed. This is a good time to recover old dues. Promotion or recognition at work is on the cards. Friends will value your support and guidance. Financial worries will slowly ease. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 7, 8, 9, 10


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. ચારે બાજુથી ચિંતામાં ઘેરાયેલા રહેશો. ખાવા પીવામાં ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જતાં વાર નહીં લાગે. માથાના દુખાવાથી પરેશાન થશો. તમારી સાથે કામ કરનાર લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. ઉતાવળમાં કોઈપણ કામ કે કોઈપણ ડિસિઝન લેતા નહીં. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. મનની વાત મનમાં રહેશે કોઈને કહી નહીં શકો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 11, 17, 18 છે.

Saturn’s rule till 23rd March could cause phases of worry or fatigue. Pay attention to your health, especially diet and rest, as stress could trigger headaches or discomfort. Speak carefully with colleagues and avoid rushing into decisions. Financial dealings should be handled cautiously to prevent loss. Try to keep your thoughts to yourself during this time. For strength and clarity, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 9, 11, 17, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધની દિનદશા ચાલુ હોવાથી કરકસર કરવામાં સફળ થશો. બિન જરૂરી ખર્ચ પર કાપ મુકજો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. મિત્રોની મદદથી તમારા કામ પુરા કરતા ફાયદામાં રહેશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ હશે. આ અઠવાડિયામાં તમારે કોઈને નાણા પાછા આપવાના હોય તો તેનો હીસાબ પહેલા કરી લેજો. અગત્યના કામો ઉપર વધુ ધ્યાન આપજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Mercury’s rule helps you manage finances wisely. Cutting unnecessary expenses will bring relief. Good news could arrive from relatives or contacts living elsewhere. With the support of friends, important tasks can be completed successfully. Meeting family expectations will create a joyful atmosphere at home. If you need to settle financial dues this week, plan your accounts carefully. Focus on work that needs priority. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 9, 10, 11


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. તમે વધુ પડતા વર્કહોલીક બની જશો. તમારી સાચી સલાહથી સામેવાળાને નાણાકીય ફાયદો કરાવી આપશો. તમારા વિચારો પોઝીટીવ થતા તમે આનંદમાં રહેશો. કામમાં પ્રમોશન મળશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમ કરી શકશો. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળી જશે બને તો જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Mercury’s rule till 17th April encourages productivity and dedication. You could become deeply focused on work. Your advice could help others achieve financial gains. Positive thinking will keep you cheerful and promotion opportunities may arise. A religious function could be organised at home. You may also consider making a new investment, especially in land or property. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 14


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી મનની શાંતિ નહીં મળે. મંગળ તમને ખુબ ગુસ્સાવાળા બનાવી દેશે. ભાઈ બહેન સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. જયાં કામ કરતા હશો ત્યાં ઉપરીવર્ગ તમને પરેશાન કરશે. કારણ વગર દુશ્મનોમાં વધારો થશે. બને તો કોઈબી સાથે બોલાચાલીમાં ઉતરી પડતા નહીં. ઓછું બોલવાનું રાખજો. વાહન સંભાળીને ચલાવજો. વાગવા પડવાના બનાવો બની શકે છે. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.

Mars’ rule till 21st March could disturb your inner peace. Irritability could increase and disagreements with siblings may arise. Pressure from superiors at work may feel frustrating and unnecessary rivals could emerge. Avoid arguments and practice restraint in speech. Drive carefully and remain alert to avoid minor accidents. For calmness and protection, pray the Tir Yasht daily.

Lucky Dates: 8, 11, 12, 13


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી અગત્યના કામો કરી લેજો. નવા કામ સાથે ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. ઘરમાં કોઈપણ જાતના ચેન્જીસ કરવાના હોય તો તે 23મી પહેલા કરી લેજો હાલનો સમય ખુબ સારો છે. કોઈને ઉધાર નાણા આપતા નહીં. ઓછી મહેનત કરી વધુ કમાઈ શકશો. પોતાના પર ભરોસો રાખજો કોઈની ખોટી સલાહ તમને નુકસાની આપી શકે છે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 11, 12, 13 છે.

You are advised to complete important tasks before 23rd March. Pay attention to ongoing responsibilities and new opportunities. Meeting family expectations will strengthen harmony at home. This is a favorable time to plan any changes in house. Avoid lending money to others. With focused effort, financial gains may come with less strain. Trust your judgement and avoid misleading advice. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 9, 11, 12, 13


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

હવે તો તમે શીતળ ચંદ્રની દિનદશામાં આવી ગયા છો. તમારા કામ પુરા કરવા માટે તમે સમયને બાંધી લેશો. તમારા કામ સમય પર પુરા કરી સામેવાળાની વાહવાહી મેળવશો. તમારા સેલ્ફકોન્ફીડન્સમાં વધારો થશે. સામેવાળાની સાચી સલાહ આપી તેમનું દીલ જીતી લેશો. ચંદ્ર તમારા મનને સ્થિર અને શાંત બનાવી તમારા કામમાં સફળતા આપશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

The onset of the Moon’s rule brings you calmness and emotional balance. Careful planning will help you complete tasks on time and earn appreciation from others. Your confidence will grow as your thoughtful advice wins people’s trust. The Moon supports a stable mind and encourages steady progress in your efforts. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 7, 8, 9, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા છ દિવસ આનંદમાં પસાર કરી શકશો. ઉતરતી શુક્રની દિનદશા અપોજીટ સેકસ સાથેના સંબંધમાં ખુબ સારા સારી કરાવશે. થોડી કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક રહેશે. નાની-નાની સાવચેતીઓથી સ્વાસ્થ્ય સુધરશે. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરજો જે ભવિષ્યમાં તમને મદદ કરશે. બાકી 14મી માર્ચથી શરૂ થતી સુર્યની દિનદશા ભરપુર મુશ્કેલીઓ આપશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

The coming days will bring moments of comfort and enjoyment. Venus’ rule supports harmony in relationships, especially with the opposite gender. Practicing financial discipline. Making wise investments will benefit you in the future. The home atmosphere will remain loving and positive. Small health precautions will improve wellbeing. Share your thoughts with a trusted person who may guide you wisely. From 14th March, the Sun’s rule could pose challenges, so remain cautious. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 12, 13

Leave a Reply

*