Your Moonsign Janam Rashi This Week –
14 March 2026 – 21 March 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13 મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. શુક્રની કૃપાથી તમારા મનની નેક મુરાદ પૂરી કરી શકશો. તમારા હાથથી સારા કામો થઈ જશે. કોઈ ભુલાઈ ગયેલા કામ તમને યાદ આવી જશે અને તમે તેને પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારા વિચારો સકારાત્મક હોવાથી તબિયતમાં પણ સારા સારી રહેશે. વધુ ધન મેળવવા માટે થોડી વધારે મહેનત કરશો તો સફળતા મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 14, 18, 19, 20 છે.

Venus’ rule till 13th April brings opportunities to fulfil long-held wishes. Positive energy surrounds you and forgotten tasks may suddenly return to memory, allowing you to complete them successfully. Financial matters show improvement. Good thoughts will support better health. Extra effort in your work can bring greater financial gains. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 18, 19, 20


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ચારે બાજુથી સારા સમાચાર મળીને રહેશે. શુક્રની કૃપાથી તમારા મનની વાત મનમાં નહીં રાખી શકો. જુના રોકાણમાંથી ફાયદો મળશે. ધારેલા ખર્ચ કરતા વધુ ખર્ચ કરવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. જે પણ કામ કરશો મહેનત ઓછી અને વધુ ધન કમાઈ લેશો. ઓપોઝિટ સેક્સની ડિમાન્ડ પૂરી કરી આપશો. મન શાંત રહેતા તમારા વિચારો પોઝીટીવ થતા જશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Good news is likely to arrive from several directions this week. Venus’s rule encourages you to express your feelings openly instead of keeping them inside. Returns from earlier investments may bring financial relief. Even with slightly higher expenses, money worries remain manageable. Work becomes easier while earnings improve. A calm mind encourages positive thinking. Pray to Behram Yazad daily.

Lucky dates: 16, 17, 18, 19


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારૂં મન ખોટા વિચારોથી ઘેરોયેલું રહેશે. બીજાએ આપેલી સાચી સલાહ તમને નહીં ગમે. ઉતાવળમાં ખોટા ડીસીઝન લઈ લો તેવા હાલના ગ્રહો છે. ફેમીલી મેમ્બર સાથે નાની વાતમાં મતભેદ પડશે. બને તો ઓછું બોલવાનું રાખજો. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે તેથી ધ્યાન આપજો. રાહુને શાંત કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.

Rahu’s rule till 3rd April has confusing thoughts disturbing your peace of mind. Advice from others may feel difficult to accept, Hasty decisions could lead to regret. Minor disagreements with family members are possible. Speak less and stay patient. Avoid forming new friendships quickly as they may bring complications. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 14, 15, 18, 19


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

 23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરને જોઈતી ચીજ વસ્તુ અપાવવામાં કરકસર કરતા નહીં. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથથી ભલાઈનું કામ કરાવી આપશે. સગા-સબંધીઓ સાથેના રીલેશનમાં સારા સારી થતી જશે. તબિયતની ચિંતા હાલમાં નહીં આવે. ધર્મના કામો કરવાથી મનને શાંતિ મળશે. હાલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.

Jupiter’s rule till 23rd March encourages generosity toward family members. You may feel motivated to help others and perform acts of kindness. Relationships with relatives improve gradually. Health concerns remain minimal during this period. Religious activities can bring mental peace. Investments made now may prove beneficial later. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 17, 19, 20


LEO | સિંહ: મ.ટ.

05Leo

 ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન ધર્મ કે ચેરિટીના કામ કરવા માટે તૈયાર થઈ જશે. બીજાને મદદ કરી શકશો. તમારી બગડેલી તબિયતમાં સુધારો થતો જશે. ધનની ચિંતા ઓછી થતી જશે. કામકાજમાં ધારેલી રકમ મેળવવામાં સફળ થશો. ધણી-ધણીયાણી વચ્ચેના સંબંધોમાં સારાસારી થતી જશે. થોડો વધારે ધનલાભ મેળવવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

Jupiter’s rule encourages interest in charity and spiritual activities. You may feel inspired to help people around you. Health issues begin to improve and financial worries slowly ease. Work related efforts bring the expected rewards. Harmony between partners strengthens. Additional effort at work may help increase your income. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 15, 18, 20


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

 23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમારા વિચારો તમને પરેશાન કરી નાખશે. કોઈપણ બાબતની અંદર પોઝિટિવ રીતે તમારા કામ નહીં થઈ શકે. નાણાકીય બાબતની અંદર ખૂબ જ ખેંચતાણ  રહેશે. વડીલ વર્ગ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. ઉપરી વર્ગ સાથે સંભાળીને કામ કરજો. ઘરમાં કામ કરનાર પણ તમારા માટે મુસીબત ઊભી કરશે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Saturn’s rule till 23rd March could cause mental strain. Your thoughts could create unnecessary worries and financial pressure may increase. Elders may become upset over small matters, so remain patient. Deal carefully with superiors at work. Domestic help may also create minor issues. For stability and calm, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 16, 17, 18, 19


LIBRA | તુલા: ર.ત.

07Libra

 પહેલા ત્રણ દિવસમાં લેતીદેતી હીસાબી કામો કરી લેજો. 18મીથી શનિની દિનદશા તમારા સુધારેલા કામને બગાડી દેશે. ખાવાપીવા પર કંટ્રોલ રાખજો. રોજ બરોજના કામકાજમાં મુશ્કેલીઓ આવતી જશે. પહેલા ત્રણ દિવસમાં તમારા લેણાના નાણા લેવાની કોશિશ કરજો. દરરોજ `મહેર નીઆએશ’ સાથે મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 15, 16, 17, 20 છે.

Complete your financial dealings and important calculations during these first three days. Saturn’s rule, starting from 18th March, could create obstacles in previously settled matters. Maintain discipline in eating habits. Routine work may feel challenging. Try to collect pending payments early in the week. Pray the Moti Haptan Yasht along with Meher Nyaish daily.

Lucky Dates: 15, 16, 17, 20


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. ધનને બચાવવા માટે કોઈ પણ જાતની કસર નહીં છોડો. થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. રોજના કામકાજ વીજળીવેગે પુરા કરી શકો. જૂના મિત્રોને મળતા તમે આનંદમાં આવશો તેમની સલાહથી નાણાંકીય ફાયદો મેળવી શકશો. મીઠી જબાન વાપરીને બીજાના દિલ જીતી લેશો. દરરોજ `મહેર  નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 17, 18, 20  છે.

Mercury brings sharp thinking and practical financial awareness. You may become careful about saving and managing money. A small investment in the right place can bring benefits. Daily work moves ahead quickly and efficiently. Meeting old friends will bring joy and helpful advice. Your pleasant speech will win people’s trust. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 17, 18, 20


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

 છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશા તમારા મગજને ખુબ તપાવશે. ભાઈ-બહેનો સાથે ઓછું બોલવાનું રાખજો. ગુસ્સો કરવાનું ઓછું રાખજો તેનાથી તમારા બનતા કામ બગડી જશે અને તબિયત પર અસર પડશે. પડવા લાગવાના બનાવો બની શકે છે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. અગત્યના ડીસીઝન 21મી પછી લેજો. દરરોજ `તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

The final week of Mars’ rule could create restlessness and mental stress. Avoid arguments with siblings and reduce anger. Impulsive reactions may spoil good opportunities and affect health. Minor accidents or falls are possible, so remain cautious. Drive carefully. You are advised to delay important decisions until after the 21st of March. For mental peace and clarity, pray the Tir Yasht daily.

Lucky Dates: 15, 16, 17, 18


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

 23મી માર્ચ સુધી શીતળ ચંદ્ર તમને મનની શાંતિ આપીને રહેશે. જે પણ ડીસીઝન લેશો તેનો ફાયદો લાંબા સમય પછી તમને મળશે. રોજબરોજના કામો જલ્દીથી પુરા કરવામાં સફળ થશો. નાણાકીય લેતી-દેતી આ અઠવાડિયામાં પુરી કરી લેજો. ચંદ્રની કૃપાથી તમારા મનનો બોજો ઓછો થશે. તમારા મનની વાત 23મી સુધીમાં જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 17, 19, 20 છે.

The cooling rule of the Moon, till 23rd March, brings peace of mind. Decisions made during this period could yield benefits in the long run. Routine tasks will be completed quickly. Try to finish financial transactions this week. The Moon’s energy will help reduce emotional burdens. Share your thoughts with the right person before 23rd March. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 15, 17, 19, 20


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius 23મી એપ્રિલ સુધીમાં ચંદ્ર તમને નાની મોટી મુસાફરી કરાવીને રહેશે. ઘરની બહાર રહેવાનું થાય તો ચિંતા કરતા નહીં તેમાંથી તમને નાણાકીય ફાયદો થશે. કોઈની સાચી સલાહ મળતા  ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત અવશ્ય કરી દેજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

The Moon’s rule till 23rd April could bring opportunities for short journeys or travel. Time spent away from home could lead to financial benefit. A wise suggestion from someone may help you make a successful investment. Express your feelings honestly to someone special. Fulfilling family members’ wishes will create happiness at home. Pray the 34th Name, ‘YaBeshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 17, 18, 19


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા તમને બપોરના સમયમાં આળસુ બનાવી દેશે. મગજ ઉપરનો બોજા વધતો જશે. તાવ તથા પ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. કોર્ટના કામ તથા સરકારી કામ હાલમાં કરતા નહીં. વડીલવર્ગ સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. તમારા બોલવાથી ઝગડો થવાના ચાન્સ છે તેથી ઓછું બોલવાનું રાખજો. નેગેટીવ વિચારોથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 19, 18, 20 છે.

The Sun’s rule till 6th April could make you feel lethargic, especially in the afternoons. Mental pressure may increase and minor health issues, such as fever or blood pressure, could arise. Avoid court matters or government related work for now. Differences with elders may occur easily. Speak carefully to prevent arguments. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 15, 19, 18, 20

Leave a Reply

*