Your Moonsign Janam Rashi This Week –
20 March 2026 – 27 March 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય બાબતમાં જરા પણ મુશ્કેલી નહીં આવે. તમારા કામકાજ ખૂબ જ સારી રીતે કરી શકશો. શુક્રની કૃપાથી તમારા  કોન્ફિડન્સમાં વધારો થશે. તમારૂં મન સ્વસ્થ અને ચિંતામુકત રહેશે. નવી મુલાકાત થતાં તમારા જરૂરી કામકાજ પુરા કરવામાં મુશ્કેલીઓ નહીં આવે. કોઈના સાચા સલાહકાર બની તેમની મદદ કરી શકશો. કામકાજમાં વધુ સફળ થવા માટે દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

With Venus’ rule favouring you, travel opportunities could come your way. Financial matters remain smooth, and your work progresses efficiently. Confidence rises, and your mind stays calm and stress-free. New connections prove helpful in completing important tasks. You could also guide others with sound advice. For greater success, pray to Behram Yazad daily.

 


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

મોજીલા ચમકતા શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી મે સુધી તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. તમારા કામ પુરા કરવા માટે ઓપોઝિટ સેક્સની મદદ લઈ લેજો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ખર્ચ વધુ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધાર્મિક કાર્ય માટે મુસાફરી કરી શકશો. તમે મનથી મજબૂત બનતા મુશ્કેલીના સમયમાં પણ તમારો કોન્ફીડન્સ સારો રહેશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.

Under Venus’s positive rule till 14th April, your burdens begin to ease. Support from the opposite gender will help you complete tasks. Sudden financial gains are likely. Expenses remain manageable. Travel for religious purposes is possible. Inner strength keeps your confidence steady during challenges. Pray to Behram Yazad daily.

Lucky dates: 21, 22, 23, 26


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા ખાસ મિત્ર તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. બીજાનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થઈ જાય તેવા હાલના ગ્રહો છે. ડોક્ટરની દવા પાછળ ખર્ચમાં વધારો થશે. ખોટા ડિસિઝન લઈ લો તેવો સમય ચાલુ છે. બીજાની સલાહ ઉપર ચાલવાની ભૂલ કરતા નહીં. તમે કરેલી મહેનતનું ફળ નહીં મળે. તમે જે પણ પ્લાન કરશો તેનાથી ઉલટુ થશે. રાહુના પ્રકોપને ઓછો કરવા દરરોજ મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Rahu’s rule, till 3rd April, could cause minor misunderstandings with close friends. Efforts to help others could backfire. Expenses on health could rise. Avoid impulsive decisions or relying on others’ advice. Plans may not unfold as expected. Stay cautious and grounded. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 22, 23, 24, 25


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજ અને કાલનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. બની શકે તો ફેમિલી મેમ્બર સાથે દિવસ પસાર કરજો. બાકી 23મીથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાડી દેશે. ખોટા ખર્ચાઓમાં વધારો થશે. નવા કામ કરવાની ભૂલ કરતા નહીં. કોઈ પાસે ઉધાર નાણાં લેવા પડે તેવા હાલના ગ્રહો છે. કોઈપર વિશ્વાસ કરતા નહીં. ઓછું બોલવાનું રાખજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 21, 22, 25, 27 છે.

The next two days bring calm and are ideal for family time. Rahu’s rule, starting from 23rd March, could disturb your routine, affecting sleep and appetite. Expenses could increase, so avoid starting new ventures or borrowing money. Stay reserved and cautious in communication. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 22, 25, 27


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં માન ઇજ્જત અને ધન ત્રણે કમાશો. નાના ધનલાભ મળવાથી મનને આનંદ મળશે. ફસાયેલા નાણા ને પાછા મેળવવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે. ગુરૂની કૃપાથી વડીલ વર્ગના આશીર્વાદ મળે તેવા કામ કરી શકશો. તમારા કામમાં કંઈ નવું પ્લાનીંગ કરતા આગળ જતા પોઝીટીવ રીઝલ્ટ મેળવી શકો છો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.

Jupiter’s favourable rule, till 21st April, brings respect, recognition and financial gains. Even small profits will uplift your mood. This is a good time to recover stuck funds. Blessings from elders support your growth. New planning in work will yield positive outcomes. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજ અને કાલના દિવસમાં તમે નાના કામો પણ સારી રીતે નહીં કરી શકો. બને તો ઓછું બોલવાનું રાખજો. નેગેટિવ વિચારોથી દૂર રહેજો. બાકી 23મીથી ગુરૂની દિનદશા તમારા અશાંત મનને સ્થિર કરવામાં મદદગાર થશે. આવતા 58 દિવસમાં તમારામાં ઘણા ચેન્જીસ આવી જશે. ફેમિલી મેમ્બરની સાથે થયેલા મતભેદને દૂર કરવાનો સાચો રસ્તો મળી જશે. બીજાને મદદ કરીને તેમના આશીર્વાદ મેળવી લેશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 21, 22, 25, 27 છે.

The next couple of days could feel unproductive, so stay calm and avoid negative thoughts. Jupiter’s rule, starting from 23rd March, brings stability and positive changes over the coming weeks. Family misunderstandings will resolve, and helping others brings blessings. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 21, 22, 25, 27


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા દોસ્તો તમારી પાસે આવવાની કોશિશ નહીં કરે. કોઈના ઉપર જરા પણ વિશ્વાસ રાખવાની ભૂલ કરતા નહીં. નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. હાલમાં તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. શારીરિક બાબતમાં ધ્યાન આપજો નહીં તો ડોક્ટરના ખર્ચમાં વધારો થશે. ઉતાવળમાં કોઈપણ કામ કે કોઈપણ ડિસિઝન લેતા નહીં. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Saturn’s rule could create distance in friendships and financial strain. Avoid trusting others blindly. Health needs attention, or medical expenses could rise. Do not take hasty decisions or engage in financial dealings. Stay cautious and disciplined. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 24, 25, 26


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે તમારા કામો ખૂબ જલ્દી પૂરા કરવામાં સફળ થશો. સાથે કામ કરનારની મદદ કરવામાં આગળ પડતો ભાગ લેશો. ધનની બચત કરવામાં સફળ થશો. તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો ખરીદી કરતી વખતે, હાથ ખોલીને પૈસા ખર્ચવાનું ટાળશો. શારીરિક રીતે ફિટ રહો તેના માટે ખાવાપીવામાં ધ્યાન આપજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 27  છે.

Mercury’s rule till 17th April, helps you complete tasks efficiently. You will actively assist colleagues and manage finances wisely. Savings improve as you control spending. Focus on maintaining good health through mindful eating. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 22, 24, 27


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

હવે તમે પણ વાણીયા ગ્રહ બુધની શુભ છાયામાં આવી ગયેલા છો. આજથી તમે તમારા કામો બુદ્ધિ વાપરીને કરી શકશો. ખોટા માણસો તમારાથી દૂર થતા જશે. આવક વધવાના ચાન્સ ખુબ જ સારા છે. નવા કામ કરવા માટે ખૂબ સારો સમય છે. તમારૂં મન કરે ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કરજો કોઈની સલાહ માનતા નહીં. અચાનક ધનલાભ થશે. જૂના મિત્રોને મળતા તમે આનંદમાં આવશો. દરરોજ `તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Mercury’s positive rule sharpens your thinking. You will make smart decisions and distance yourself from negative influences. Income prospects improve, making this a favourable time for new ventures. Trust your instincts while investing. Reconnecting with old friends brings joy. Pray the Tir Yasht daily.

Lucky Dates: 23, 24, 25, 26


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજ અને કાલનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. બને તો બે દિવસમાં ફેમિલી મેમ્બરને આનંદમાં રાખજો બાકી 23 મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા ઠંડા મગજને ગરમ કરી દેશે. તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. હાલમાં એટલું ધ્યાન રાખજો કે નજર હટી તો દુર્ઘટના ઘટી એવી સ્થિતિ છે એટલે બે ધ્યાન થશો તો એક્સિડન્ટ થાય તેવા ચાન્સ પણ છે. કોઈપણ મોટા ડિસીઝનો લેતા નહીં આગળ જતા નુકસાનકારક સાબિત થઈ શકે છે. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.

The next two days bring peace, making it a good time to keep family happy. Mars’ rule, starting from 23rd March, could trigger irritability for a few weeks. Stay alert to avoid accidents and avoid making any major decisions during this phase. Maintain calm and caution. Pray the Tir Yasht daily.

Lucky Dates: 21, 22, 24, 26


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી તમારા મનની નેક મુરાદ પૂરી કરવામાં સફળ થશો. ગામ પરગામ જવાના ચાન્સ ખૂબ સારા છે. તમે લીધેલા ડિસિઝનમાં તમારી સાથે બીજાને પણ મદદ કરી શકશો. કોઈને ધનની મદદ કરવાની હાલમાં ભૂલ કરતા નહીં. નાણાકીય વ્યવહાર ખૂબ સારી રીતે કરી શકશો. ઘરનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.

Your wishes are likely to be fulfilled till 23rd April. Travel opportunities look promising. Your decisions will benefit both – you and others. Avoid lending money. Financial management remains strong. A harmonious home environment brings happiness. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 22, 23, 24, 26


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સૂર્યની દિનદશા ચાલશે હાલમાં સરકારી કામ કરવામાં સફળ નહીં થાઓ. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જાય તેવા હાલના ગ્રહો છે. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. અગત્યની વસ્તુ સામે પડેલી હશે તો પણ તમને દેખાશે નહીં. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. પ્રેમી પ્રેમિકામાં મતભેદ થવાના ખૂબ જ ચાન્સ છે માટે શાંત રહેવાની કોશિશ કરજો. સૂર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.

The Sun’s rule till 6th April could create delays in official matters. Elderly health could need attention. Minor mistakes could lead to bigger issues, so stay alert. You could face headaches or fever. Relationship tensions could arise, so remain calm. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 21, 25, 26, 27

Leave a Reply

*