Your Moonsign Janam Rashi This Week –
28 March 2026 – 3 April 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને ફેમિલી મેમ્બર તથા બહારવાળાનો દરેક બાબતમાં ભરપુર સાથ મળશે. ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. તમારા ખર્ચ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. તેમ છતાં તમને હાલમાં ધનની કમી નહીં આવે. થોડી મહેનત કરી વધુ ધન મેળવી શકશો. કોઈપણ નવું કામ હાથમાં લેતા પહેલા વડીલવર્ગની સલાહ અવશ્ય લેજો. નોકરી કરનાર લોકો સારા સમાચાર મેળવશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 2, 3 છે.

With Venus ruling your current phase, you will receive strong support from family and others around you. The home environment feels pleasant and uplifting. Expenses may slip out of control, yet financial stability remains intact. Extra effort can bring added income. Seek guidance from elders before starting anything new. Working professionals can expect encouraging news. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 29, 2, 3


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને તમારી રાશિના માલિક શુક્ની દિનદશા શરૂ થયેલી છે. ફેમીલી સાથે મુસાફરી પીકનીક કરી શકશો. તમે કરેલા કામોની કદર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ નહીં થાય. શુક્રની કૃપાથી ખાવા પીવા તથા હરવા ફરવા પાછળ ખર્ચ વધી જશે. નવા કામ મેળવી શકશો સાથે તેમા સફળતા પણ મળશે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.

This is a favourable time for you, under Venus guiding your sign. Family outings or short trips will bring joy. Your efforts will be appreciated. Finances show steady improvement. Harmony in relationships is likely. Spending on comforts and leisure may increase. New opportunities will come your way along with success. Long-standing issues begin to resolve. Pray to Behram Yazad daily.

Lucky dates: 29, 30, 31, 1


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લું અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા અગત્યના કામો આવતા અઠવાડિયાથી શરૂ કરજો. ઉતરતી રાહુની દિનદશા તમારા મગજનો બોજો વધારી દેશે. તમારા મનની વાત હાલમાં કોઈને કહેવાની ભૂલ કરતા નહીં. કોઈપાસે ઉધાર નાણા લેવાનો સમય આવે તેવા હાલના ગ્રહો છે. કોઈને સલાહ આપવા જતા નહીં. બીજાના કામમાં દખલગીરી કરતા તમને નુકસાની ભોગવવી પડશે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 28, 30, 2, 3 છે.

You are nearing the end of Rahu’s phase, so delay important decisions until next week. Mental pressure may rise and it is best to keep your thoughts private. Avoid borrowing money or giving advice at this time. Interfering in others’ matters may lead to setbacks. Stay cautious and grounded. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 30, 2, 3


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો ખૂબ જ સંભાળીને કરતા હશો તો પણ તમારી નાની ભૂલ તમને મુસીબતમાં મૂકી દેશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં 30નો ખર્ચ કર્યા પછી પણ તમને સંતોષ નહીં મળે. ફેમિલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડશે. નાણાકીય બાબતને લીધે સગાસંબંધીઓથી અણબનાવ થશે. મનથી પરેશાન રહેતા રાતની ઉંઘ ઓછી રહેશે. નેગેટીવ વિચારો પર કંટ્રોલ નહીં રહે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 29, 1, 3, 4 છે.

Under Rahu’s rule, even small mistakes could create complications. Expenses may rise unexpectedly without bringing satisfaction. Minor disagreements within the family may occur. Financial stress could affect relationships with relatives. Disturbed thoughts may impact your sleep. Stay mindful and try to control negative thinking. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 1, 3, 4


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે.  તમારા કામમાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. નાના ધનલાભ મળતા રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં બીજાને મદદ કરી શકશો. ઓછા સમયમાં વધુ કામ કરવામાં સફળ થશો. ઉતાવળમાં કોઈ પણ કામ કરતા નહીં. ધર્મના કામ કરી શકશો. ઘરમાં  મહેમાન આવવાની શક્યતા છે. નકારાત્મક પ્રવૃતિઓ તથા વિચારોથી દૂર રહેજો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Jupiter’s rule till 21st April supports smooth progress. Work will move ahead without major hurdles and small financial gains are likely. You will assist others and manage tasks efficiently. Avoid rushing decisions. You could feel inclined towards spiritual or meaningful activities. Expect guests at home. Stay away from negative influences. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 2


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ધર્મજ્ઞાન આપતા ગુરૂની દિનદશા ચાલશે. થોડું ઘણું ચેરિટીનું કામ કરી શકશો. કોઈ ગરીબને તમારી સ્થિતિ પ્રમાણે મદદ કરજો. ધન મેળવ્યા બાદ ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. કામ માટે નવા પ્લાન બનાવી શકશો બને તો કોઈપણ સાથે શેર કરવાનું ટાળજો. નોકરીમાં સાથે કામ કરનારની તમારા કામમાં મદદ મળશે. થોડો વધારે ધનલાભ મેળવવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 1, 3 છે.

Jupiter’s rule continues to guide you till 22nd May, encouraging generosity and wisdom. You could engage in charity and help those in need. Financial gains could be used wisely. New ideas for work will emerge, but keep them private. Support from colleagues is likely. Extra efforts could bring additional income. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 1, 3


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તમારા રોજના કામો પૂરા કરવામાં આળસ આવી જશે. નાની બાબતથી તમે પરેશાન થશો. હાલમાં માથાનો દુખાવો તથા જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. અણધારેલા ખર્ચાઓથી પરેશાન થશો. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં. આજુબાજુવાળાઓ સાથે ખોટી માથાકુટમાં પડતા નહીં. બને તો ઓછું બોલવાનું રાખજો. શનિના દુઃખને ઓછું કરવા દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Saturn’s rule till 23rd April induces a sense of sluggishness in daily tasks. Minor issues could feel overwhelming. You could face headaches or joint discomfort. Unexpected expenses could arise. Avoid financial dealings for now. Stay away from unnecessary conflicts and speak less to maintain peace. To ease Saturn’s impact, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 2


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ફાયદાની વાત ઉપર વધુ ધ્યાન આપશો. બુદ્ધિ બળ વાપરીને મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. નાણાકીય બાબતની અંદર થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. તબિયતમાં સારો સુધારો થતો જશે. કોઈને લેણાના પૈસા આપવાના બાકી હશે તેને આપી શકશો. તમારા વિચારો પોજીટીવ થતા જશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 1, 3  છે.

With Mercury ruling this phase, you will focus on practical gains. Your intelligence will help simplify complex situations. Financial discipline improves. Good news could be expected from afar. Health shows signs of improvement. Pending dues could be cleared. Your thoughts will turn positive, helping you move forward with clarity. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 1, 3


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને લાંબા સમય સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામો પૂરા કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરવામાં સફળ થશો. નોકરી કરનાર વ્યક્તિને પ્રમોશન મળવાના ચાન્સ છે. થોડી બચત કરીને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મીઠી જબાન વાપરીને બીજાના દિલ જીતી લેશો. જૂના મિત્રોને મળતા તમે આનંદમાં આવશો તેમની સલાહથી નાણાંકીય ફાયદો મેળવી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.

Mercury’s long-standing rule supports smart decision-making. You will handle work efficiently. Chances of promotion are likely. Savings could be invested wisely. Your communication skills will win people over. Meeting old friends will bring happiness and financial gains will be possible through their useful advice. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 1, 2, 3


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ખૂબ જ ચેન્જીસ આવી જશે. તમે નાની બાબતમાં ચીડાઈ જશો. ગુસ્સો ખૂબ જ આવશે. ખોટા વિચારોથી દૂર રહેજો. જો વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. તમારી કીંમતી વસ્તુ સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. હાલમાં કોઈપણ મોટા ડિસીઝનો લેતા નહીં આગળ જતા નુકસાનકારક સાબિત થઈ શકે છે. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.

Mars’ current rule influences your behaviour, bringing noticeable changes in temperament. You could feel irritable and become short-tempered. Stay away from negative thoughts. Be cautious while driving and take care of valuables. Minor health issues like fever or headaches could trouble you. Avoid making major decisions at this time. Pray the Tir Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 1


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી શીતળ ચંદ્રની દિનદશા તમારા મનને ખૂબ જ શાંતિ આપશે. જે પણ ડિસિઝન લેશો તે ખૂબ સમજી વિચારીને લેજો. હાલમાં લીધેલા ડિસિઝન ભવિષ્યમાં સારો ફાયદો આપશે. ફેમિલી મેમ્બરના દિલ જીતી લેવામાં સફળ થશો. ભવિષ્યમાં મનગમતી વ્યક્તિને મળવાથી મનને શાંતિ મળશે. ધનની મુશ્કેલીમાં હાલમાં નહીં આવે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 1, 3 છે.

The calming rule of the moon till 23rd April supports emotional balance. You will take thoughtful and well-planned decisions that benefit you in the long run. Relationships within the family strengthen. Meeting someone special could bring much contentment. Financial concerns remain stable for now. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.

Lucky Dates: 28, 29, 1, 3


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

એપ્રિલ સુધી સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમારા રોજના કામો કરવામાં ખૂબ જ આળસ આવશે. બપોરના સમયમાં માથાનો બોજો વધી જશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. ઇન્વેસ્ટમેન્ટના કામો હાલમાં કરતા નહીં. તમારા જજમેન્ટ ખોટા પડે તેવા હાલના ગ્રહો છે. કોઈની સલાહ સાંભળી ઈનવેસ્ટમેન્ટ કરવા જતા નુકસાની થવાના ચાન્સ છે. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The Sun’s rule till April could cause laziness in daily routines. Mental pressure could rise, especially in the afternoon. Government-related work could face delays. Avoid making investments as judgment may not be reliable now. Acting on others’ advice in financial matters could lead to losses. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 30, 31, 1, 2

Leave a Reply

*