ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ ઇન્ડિયા (ઝેડટીએફઆઈ) દ્વારા 12 એપ્રિલ, 2026ના રોજ એક ભવ્ય દિવસભરનું કમ્યુનિટી બજાર આયોજન કરવામાં આવ્યું, જે સમુદાય માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. આ મંચ વ્યક્તિઓને સશક્ત બનાવવા, પ્રતિભાને ઉજાગર કરવા અને સમુદાયિક બંધનોને મજબૂત કરવા માટે રચાયો હતો.
મુખ્ય અતિથિ ઝરીન દારૂવાલા દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ જીવંત બજારમાં અનેક સ્ટોલ્સ પર ઘરેલું વાનગીઓ, હસ્તકલાના ઉત્પાદનો અને સર્જનાત્મક રજૂઆતો જોવા મળી. મોજમસ્તી માટે હાઉસી રમતો, રાફલ કુપન દ્વારા 32 ઇંચ ટીવીનું ઇનામ અને ગ્રાન્ડ લકી ડ્રોમાં વિવિધ ભેટો આપવામાં આવી, જેના કારણે ખુશીના પળો સર્જાયા. સમુદાયના સભ્યોની ભારે ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ સફળતા અપાવી.
સેઠના અગિયારીના ટ્રસ્ટીઓનો સ્થળ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. યાસ્મિન મિસ્ત્રીને આ અનોખી પહેલના આયોજન અને નેતૃત્વ માટે અભિનંદન આપવામાં આવ્યા, સાથે જ અરનવાઝ જાલ મિસ્ત્રી અને ઝેડટીએફઆઈની ટીમ તથા સહયોગીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો.
ઝેડટીએફઆઈ પોતાની કમ્યુનીટી ફર્સ્ટ દ્રષ્ટિ સાથે પારસી ઇરાની ઝોરોસ્ટ્રિયન સમુદાય માટે અર્થપૂર્ણ તકો સર્જવાનું કાર્ય ચાલુ રાખે છે અને આ કાર્યક્રમને યાદગાર બનાવવા બદલ તમામ સહભાગીઓ અને સમર્થકોનો આભાર માને છે.
- દાદીમાની બેંક પાસબુક - 1 August2026
- પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વઃ તેને શરીરનું બિલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે. - 1 August2026
- ફ્યુચર જરથોસ્તીઓ કાર્યક્રમ દ્વારા ભાવિ ધર્મગુરુઓનું ઘડતર - 1 August2026
