ડબલ્યુઝેડસીસી અને જીના લોજીસ્ટીકસ વચ્ચે સમુદાય વિકાસ માટે સહયોગ

વર્લ્ડ ઝરથુષ્ટી ચેમ્બર ઑફ કોમર્સ (ડબલ્યુઝેડસીસી) એ પ્રખ્યાત લોજિસ્ટિક્સ કંપની જીના એન્ડ કંપની સાથે મહત્વપૂર્ણ સહયોગની જાહેરાત કરી છે. 125 વર્ષથી વધુનો વારસો ધરાવતી આ સંસ્થા નૈતિકતા અને વિશ્વસનીયતા માટે જાણીતી છે. વૈશ્વિક સ્તરે કાર્યરત આ ગર્વભરેલી ઝરથુષ્ટી કંપનીએ આ અવસરને નિમિત્તે રૂપિયા 1.25 કરોડનું યોગદાન જીના લોજીસ્ટીકસ એન્ડોમેન્ટ ફંડ માટે આપ્યું છે.
આ ફંડનો હેતુ લોજીસ્ટીકસ ક્ષેત્રમાં શિક્ષણને પ્રોત્સાહન આપવો અને યુવા જરથોસ્તી ઝરથુષ્ટી ઉદ્યોગસાહસિકો તથા વ્યાવસાયિકોને સહાયતા કરવાનું છે. ફંડમાંથી મળતા વ્યાજનો ઉપયોગ આ પહેલ માટે કરવામાં આવશે, જેનું સંચાલન દ્વારા જીના કંપનીના પ્રતિનિધિઓ સાથે મળીને કરવામાં આવશે.
એ હોમી કાટગરા અને જીના પરિવારનો આભાર વ્યક્ત કર્યો. જાન્યુઆરી 2026માં યોજાયેલા ગ્લોબલ ક્નવેન્શન બાદ આ પહેલ શરૂ કરવામાં આવી છે. કમ્યુનિટી કનેક્ટ કાર્યક્રમ દ્વારા યુવાનો સાથે વધુ જોડાણ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

Leave a Reply

*