ઘણા રોગો હકીકતમાં રોગ નથી એ ઉંમર વધતાં શરીરમાં દેખાતા કુદરતી સંકેત છે. બેઇજિંગના એક હોસ્પિટલના ડિરેક્ટરે વૃદ્ધો માટે આપેલી પાંચ સલાહ પર ધ્યાન આપો તમે બીમાર નથી, ફક્ત ઉંમર વધી રહી છે. તમને લાગતા ઘણા લક્ષણો હકીકતમાં શરીર વૃદ્ધ થતું હોવાનું સ્વાભાવિક નિશાન છે.
1 સ્મૃતિ શક્તિ ઓછી થવી ઃ આ અલ્ઝાઇમર નથી. આ મગજની પોતાને બચાવવાની રીત છે. ડરશો નહીં મગજ જૂનું થઈ રહ્યું છે , બીમાર નથી. જો તમે ચાવી ક્યાં મૂકી તે ભૂલી જાઓ, પણ પછી પોતે શોધી શકો તો તે ડિમેન્શિયા નથી.
2 ચાલવાની ગતિ ધીમી થવી અથવા પગ અસ્થિર થવાઃ આ પેરાલિસિસ નથી, પણ નસો અને સ્નાયુઓની કમજોરીનું પરિણામ છે.
ઉપાય દવા નથી વધુ હલનચલન જ ઉપાય છે.
3 ઉંઘ ન આવવીઃ આ રોગ નથી, મગજ પોતાની રિધમ બદલી રહ્યુ છે. ઉંઘની રચના બદલાઈ રહી છે. ઊંઘની ગોળીઓ પર આધાર રાખશો નહીં એથી પડવાનું, ભૂલકાંપણું અને નબળાઈ વધે છે. સર્વોત્તમ ઊંઘની દવા દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાં સમય પસાર કરો,
અને નિયમિત જીવનશૈલી અપનાવો.
4 શરીરમાં દુખાવો થવોઃ આ સંધિવાત નથી, પણ વૃદ્ધત્વથી નસોની નબળાઈનું કુદરતી પરિણામ છે.
5 હાથપગમાં દુખાવો ઘણા લોકો કહે છે આ સંધિવાત છે કે હાડકાંની વૃદ્ધિ? હાડકાં નબળાં થાય છે, પણ 99% દુખાવો રોગ નથી. નસોની સંવેદના ધીમી થાય છે, એટલે દુખાવો વધારે લાગે છે તેને સેન્ટ્રલ સેન્સિટાઈઝેશન કહે છે. આ વૃદ્ધાવસ્થાનું સામાન્ય લક્ષણ છે. વેદનાશામક દવા ઉપાય નથી. ઉપાય હળવો વ્યાયામ, ફિઝિયોથેરાપી, ગરમ પાણીનો શેક, હળવી મસાજ દવાઓ કરતાં વધુ અસરકારક છે.
6 તપાસમાં દેખાતા થોડા અસામાન્ય મૂલ્યો તે પણ રોગ નથી કારણ કે ધોરણો જૂના છે.
7 વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે વૃદ્ધો માટે ચકાસણીના ધોરણો થોડી છૂટછાટવાળા હોવા જોઈએ. થોડું વધારે કોલેસ્ટ્રોલ ખરાબ નથી
એવા લોકો વધુ જીવે છે! કારણ કે કોલેસ્ટ્રોલ હોર્મોન્સ અને કોષની દિવાલ બનાવવા જરૂરી છે. ખૂબ ઓછું હોય તો પ્રતિકાર શક્તિ ઘટે છે.
ચીનના માર્ગદર્શનમાં વૃદ્ધો માટે બ્લડ પ્રેશરનું લક્ષ્ય 150/90 રાખવામાં આવ્યું છે, જ્યારે યુવાનો માટે 140/90 છે.
વૃદ્ધત્વને રોગ તરીકે ન જુઓ, પરિવર્તનને લક્ષણ તરીકે લો.
8 વૃદ્ધ થવું રોગ નથીઃ તે જીવનનો સ્વાભાવિક પ્રવાસ છે.
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026
