હૈદરાબાદ સ્થિત બાઈ માણેકબાઈ ચેનોય અગિયારી કોમ્પ્લેક્સના રહેવાસીઓ ભક્તિભાવ અને સમુદાયની એકતા સાથે જમશેદી નવરોઝ અને આવાં યઝદ પરબની ઉજવણી માટે એકત્રિત થયા. 20મી માર્ચે અગિયારી હોલમાં સુંદર રીતે સજાવેલ હફ્ત-સીન ટેબલ ગોઠવાયું, જે વસંતઋતુના આગમનનું પ્રતિક હતું. 40 પરિવારોમાંથી દરેકે એક વસ્તુનું યોગદાન આપીને સંપૂર્ણ સહભાગિતા સુનિશ્ચિત કરી.
વર્નલ ઇક્વિનોક્સના ચોક્કસ સમયે સૌ ભેગા થયા. મુખ્ય દસ્તુર એર. બુરઝીન દસ્તુરે દુઆ તંદુરસ્તી સાથે પ્રાર્થનાઓનું નેતૃત્વ કર્યું અને સર્વ માટે આશીર્વાદની કામના કરી, ત્યારબાદ મધુર મોનાજાત રજૂ કરવામાં આવ્યા. ફરીદા આંટિયાએ પ્રાર્થનાનું મહત્વ સમજાવી સભ્યોને આ પડકારજનક સમયમાં ઈરાનિયન સમુદાયના કલ્યાણ માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી. ફરામ દેસાઈએ આભારવિધિ આપી અને અગિયારીના ટ્રસ્ટીઓ, સચિવ રૂસી ડોકટર, મુખ્ય દસ્તુર એર. બુરઝિન દસ્તુર, ફરીદા આંટીયા આંટિયા તથા અગિયારી સહાયકો પર્સી અને વિસ્પી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સાંજનુ સમાપન છૈએ હમે જરથોસ્તીના સમૂહ ગાન સાથે થયું, ત્યારબાદ નાસ્તા અને નવરોઝની શભેચ્છાઓની આપ લે થઈ. 22મી માર્ચે રહેવાસીઓ ફરીથી અગિયારીના પવિત્ર કૂવા પાસે આવાં યઝદ પરબ જશન બાદ એકત્રિત થયા. આ વિધિનું નેતૃત્વ એર. બુરઝીન દસ્તુરે કર્યું, ત્યારબાદ હમબંદગી યોજાઈ અને ચાસણી તેમજ પરંપરાગત દારની પોરીનો પ્રસાદ લેવાયો.
- એર. ડો. રામિયાર કરંજીયા દ્વારા રચિત ધાર્મિક કોર્સ - 11 April2026
- માથ્રવાણી અને મંત્રની શક્તિ - 11 April2026
- નવસારીના પારસીઓએ આદરપૂર્વક આવા યઝદ પરબની ઉજવણી કરી - 11 April2026
