Your Moonsign Janam Rashi This Week –
11 April 2026 – 17 April 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજ અને કાલનો દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. બે દિવસ ધણી-ધણીયાણી તથા ફેમીલી મેમ્બર સાથે સારા સારી રહેશે. બાકી 13મીથી 20 દિવસની અંદર ફેમિલી મેમ્બર સાથે મતભેદ પડતા રહેશે. સૂર્યની દિનદશામાં તમારા મગજને જરા પણ શાંતિ નહીં મળે. માથાના દુખાવાથી પરેશાન થશો. હાલમાં સરકારી કામ કરતા નહીં સફળતા નહીં મળે. વીસ દિવસ નવા કામ કરવાનો વિચાર કરતા નહીં. સૂર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 11, 12, 16, 17 છે.

Today and tomorrow could feel peaceful, with harmony at home and supportive family interactions. After April 13th, differences with family members could arise, bringing mental unrest. Headaches and stress could trouble you. You are advised to avoid government work and any new plans for now. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates:11, 12, 16, 17


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. તમારા રોજબરોજના કામો ખૂબ સારી રીતે કરવામાં સફળ થશો.  શુક્રની કૃપાથી બીજાના મદદગાર બની શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. વધુ ખર્ચ કર્યા બાદ પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા મિત્રોની મુલાકાત  તમને નવા કામ સાથે ફાયદો પણ આપશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાથી આનંદમાં રહેશો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

With Venus’ rule influencing your sign, your heartfelt wishes could be fulfilled. Daily tasks could be handled efficiently, and you could become a source of support for others. Finances could remain stable despite expenses. New friendships could bring benefits. Pray to Behram Yazad daily.

Lucky dates: 13, 14, 15, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને ચમકીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો ખૂબ સારી રીતે પુરા કરી શકશો. ઓપોઝિટ સેક્સ સાથેના સંબંધમાં સારા સારી થતી જશે. જો તમે પ્રેમમાં હશો તો એકબીજાના મનની વાત સમજી લેશો. મનગમતી વ્યક્તિને મળવા માટે રાહ જોતા નહીં. મોજશોખ ઉપર કંટ્રોલ રાખી નહીં શકો. લાંબા સમયથી અધુરૂં રહેલું કામ પુરૂં કરવા માટેનો હાલનો સમય ખુબ સારો છે. ફેમિલી ગેટ ટુ ગેધર કરી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

Venus’ rule brings smooth progress in your tasks and harmony in relationships, especially with the opposite gender. Love life could deepen with better understanding. Avoid waiting to meet someone special. Spendings could increase. This is a good time to complete any pending work and enjoy family gatherings. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 16, 17


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામ કરવામાં પણ સફળતા નહીં મળે. નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા દસ વાર વિચાર કરજો. હાલમાં કોઈપણ જાતના નવા પ્લાન બનાવતા નહીં. આવક કરતા ખર્ચ વધી જવાથી પરેશાનીમાં વધારો થશે. બને તો કોઈબી સાથે બોલાચાલીમાં ઉતરી પડતા નહીં. તમને મદદ કરનાર કોઈ નહીં મળે. રાહુના દુઃખને ઓછું કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.

Rahu’s ongoing rule could create obstacles even in small tasks. Financial stress could increase. You are advised to think things through before trusting others. Avoid new plans for now. Do not participate in unnecessary arguments. Expenses could rise beyond your income. Support could feel limited. To reduce difficulties, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 14, 15, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ પહેલા અગત્યના કામો પૂરા કરવાની કોશિશ કરજો. 21મી સુધી નાણાકીય બાબતમાં ધ્યાન આપીને તમારી લેતી દેતી પહેલા પુરી કરજો. બને તો કોઈને મદદ અવશ્ય કરજો. ઉતરતી ગુરૂની  દિનદશા તમને ધનલાભ અપાવી જશે. ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ આનંદીત રહેશે. ફેમિલી મેમ્બરનો સાથ મળતો રહેશે. બચત કરવામાં પણ હાલમાં સફળ થશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.

You are advised to complete all important tasks before 21st April. Focus on clearing financial matters during this phase. Helping others could bring blessings. Jupiter’s influence could support financial gains. Family life could remain joyful with guests visiting. Savings could improve. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 15, 16, 17


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 22મી મે સુધીમાં તમને દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્પ મળતી રહેશે. ગુરૂની કૃપાથી જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરા પણ મુશ્કેલી નહીં આવે. ફેમિલી મેમ્બરની દરેક જરૂરિયાત પૂરી કરી શકશો. સાચી સલાહ આપી કોઈનું દિલ જીતી લેશો. કામકાજમાં સારા સારી થતી રહેશે. તમારા મનની વાત મનમાં રાખવા કરતા જેને કહેવી હોય તેને કરી દેજો. રિસાયેલી વ્યક્તિને તમે મનાવી લેશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Jupiter’s rule, till 22nd May, could bring unseen support in all areas. You will be able to fulfil family needs with ease. You will win hearts through wise advice. Work could progress smoothly. Express your thoughts openly instead of holding back. You could reconcile with someone upset with you. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 14


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તમારે તમારી તબિયતની ખૂબ સંભાળ રાખવી પડશે. શારીરિક બાબતમાં બેદરકાર રહેતા નહીં. હાલમાં નાનું રોકાણ પણ તમને મોટું નુકસાન આપી શકે છે. ખોટી ભાગદોડ થશે અને તમે પરેશાન થશો. એસીડીટી અથવા કોન્સ્ટીપેશન જેવી માંદગીથી પરેશાન થશો. સગા સંબંધીઓ સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. શનિના ક્રોધને ઓછો કરવા મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.

Saturn’s rule till 23rd April calls for careful attention to health. Avoid negligence in your physical well-being. Even small investments could lead to losses now. Unnecessary running around could cause stress. Digestive issues could arise. Think before sharing personal matters. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 12, 15, 16, 17


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioછેલ્લુ અઠવાડિયું જ બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમે તમારા લેણાના કે કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મેળવવા માટે રાત દિવસ એક કરી નાખજો સફળતા અવશ્ય મળશે. બાકી 18મીથી તમને આવતા 36 દિવસમાં ધન મેળવવામાં ખૂબ જ મુશ્કેલી આવશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ ખૂબ સારા છે. જૂના મિત્રોને મળતા તમે આનંદમાં આવશો તેમની સલાહથી નાણાંકીય ફાયદો મેળવી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14  છે.

Mercury’s rule is nearing its end, making this the right time to recover pending dues. Put in full effort and success could follow. After 18th April, financial challenges could increase. Chances of meeting someone special are strong. Reconnecting with old friends could bring joy and financial insight. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 14


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુદ્ધિશાળી બુધની દિનદશા ચાલુ હોવાથી તમે ધન બચાવી શકશો. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખીને ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો અથવા તમને કામમાં આવે તેવી ચીજવસ્તુ વસાવી શકશો. નાણાકીય મુસીબતમાં નહીં આવો. તમારા રોજબરોજના કામો બુદ્ધિ વાપરીને સહેલાઈથી પૂરા કરી શકશો. બીજાને સલાહ આપી તેને ધનલાભ કરાવી આપશો. સાથે તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 14, 16, 17 છે.

Mercury’s rule supports smart financial planning. You could control unnecessary expenses and invest wisely or purchase useful assets. Financial stability could continue. Daily tasks could be completed with ease using intelligence. Your advice could benefit others financially. Focus on reducing your expenses. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 12, 14, 16, 17


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મંગળની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ ડીસીઝન લેતા પહેલા  સોવાર વિચાર કરજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. જો વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો. ઘરમાં ભાઈ બહેન સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. હાલતા ચાલતા બેલેન્સ ગુમાવી વાગવા પડવાના બનાવો બની શકે છે. ગુસ્સો કરવાનું ઓછું રાખજો તેનાથી તમારા બનતા કામ બગડી જશે અને તબિયત પર અસર પડશે. મંગળને શાંત કરવા દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.

Mars’ rule urges caution in decision-making. Think carefully before acting, as even small mistakes could lead to bigger issues. Drive carefully and maintain balance to avoid injuries. Differences with siblings could arise. Control anger, as it could disrupt work and affect health. Pray the Tir Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી સુધી તમારા મગજને શાંત રાખીને અગત્યના કામો પૂરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલીમાં નહીં આવો. તમારા મનની વાત મનમાં રાખવા કરતા જેને કહેવી હોય તેને પહેલા કહી દેજો મિત્રોથી ફાયદાની વાત જાણવા મળશે. આ અઠવાડિયામાં બે ત્રણ દિવસની મુસાફરી કરવાનો સારો ચાન્સ મળશે સાથે ધનલાભ પણ મેળવશો તમારા મનને શાંત કરવા દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

You are advised to wtay calm till 23rd April in order to complete important tasks without difficulty. Speak your mind clearly to those concerned. Friends could share beneficial insights. Short travel opportunities could arise along with financial gains. For peace of mind, pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 17


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

 તમને પણ મિત્ર ગ્રહ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામમાં ફત્તેહના ડંકા વગાડશો. ઉધાર આપેલા નાણાં પાછા મેળવવામાં સફળ થશો. ફેમિલી મેમ્બર અને સગાઓ સાથેના સંબંધમાં સારા સારી થતી જશે. કામકાજને વધારવામાં સફળતા મળશે. બચત અવશ્ય કરજો. તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. જુના રોકાણમાંથી ફાયદો મળશે. નેગેટીવ વિચારા ઓછા થતા જશ. અચાનક ધનલાભ પણ મેળવશો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 17 છે.

The Moon’s influence could bring success in your efforts. You could recover pending money and improve relationships with family and relatives. Work progress could increase, and savings should be prioritised. Confidence will grow. Gains from past investments are likely. Positive thinking could rise. Pray the 36th Name, ‘Ya Behstarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 17

Leave a Reply

*