મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

The Sun’s rule till 4th May suggests that you avoid government-related work for now. Routine tasks could feel exhausting. Sudden health issues are possible, so take medicines regularly, especially for blood pressure. Stay alert, as you could overlook obvious things. Control anger and rest in the afternoon. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 21, 22
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં જરા પણ પરેશાની નહીં આવે. રોજબરોજના કામો પૂરા કરીને મૂકશો. કામના સ્થળે પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ઓપોઝિટ સેક્સની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ પણ જાતની કસર નહીં મૂકો. તમારા વિચારો સકારાત્મક રહેતા આસપાસનું વાતાવરણ પણ આનંદિત રહેશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 23, 24 છે.
With Venus ruling your phase, financial stability remains strong. Daily tasks will be completed smoothly. Chances of promotion are high, and travel opportunities could arise. You will fulfil expectations in relationships, maintaining positivity around you. This brings a pleasant atmosphere. Pray to Behram Yazad daily.
Lucky dates: 18, 20, 23, 24
GEMINI | મિથુન: ક.છ.ઘ.

મિત્રગ્રહ શુક્રની દિનદશા 14મી મે સુધી ચાલશે. ખર્ચ ખૂબ વધી જવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમિલી મેમ્બર સાથે સંબંધો સારા થતા જશે. તેનાથી તમને મનમાં આનંદ મળશે. ફેમિલી પાછળ ખર્ચ વધુ કરવો પડશે. ગેટ ટુ ગેધરના પ્રોગ્રામ બનાવી શકશો. મોજ શોખ પર થોડો કાપ મુકજો. નવા કામ કરવા માટેનો હાલનો સમય ખૂબ જ સારો છે. નવા પ્રોજેક્ટ હાથમાં લઈ શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Venus’ rule till 14th May supports you. Expenses could rise, yet finances stay stable. Family bonds improve, bringing happiness. Spending on loved ones could increase. Social gatherings are likely. Limit indulgence and focus on new opportunities, as this is a favourable time for fresh projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 20, 23, 24
CANCER | કર્ક: ડ.હ.

રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધીમાં તમારો કોઈ પણ કામમાં સફળતા નહીં મળે.કોઈને કોઈપણ જાતના પ્રોમિસ હાલમાં આપતા નહીં.રાહુને કારણે નાણાકીય તંગી વધતી જશે. અંગત માણસો તમને સાથ નહીં આપે. તમારી સાથે ચીટીંગ થવાના ચાન્સ છે. અચાનક તબિયત બગડી જશે. હાલમાં લીધેલા ડિસિઝન તમને આગળ જતા પરેશાન કરશે. ઉતાવળમાં કોઈપણ કામ કરતા નહીં. રાહુના જોર ને ઓછું કરવા માટે દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 21, 22, 24 છે.
Rahu’s rule till 4th May, makes things difficult for you. Avoid commitments and taking on financial risks. Support from close ones could be lacking. You could get deceived by those you trust so be wary. Health needs attention. Decisions taken now could create future stress, so avoid haste. To reduce Rahu’s impact, pay the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 21, 22, 24
LEO | સિંહ: મ.ટ.

પહેલા ત્રણ દિવસ ધર્મ કે ફેમિલી માટે સારા કામ કરી શકશો. બાકી 21મીથી તમારા કોન્ફિડન્સ ને તોડી નાખે તેવા રાહુની દિનદશા શરૂ થશે. 21મીથી આવતા 42 દિવસમાં રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. તમારા કરેલા કામ તમને પોતાને નહીં ગમે. પૈસા ને પાણીની જેમ વાપરવા છતાં પણ તમને મનની શાંતિ નહીં મળે. ફેમિલી મેમ્બર સાથે મતભેદ પડતા રહેશે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.
The first three days favour good deeds for family or faith. From 21st April, Rahu’s oncoming rule, for the next 42 days, could affect your sense of confidence. Restlessness, disturbed sleep, and dissatisfaction with your own work could arise. Spending increases without peace of mind. Differences with family may grow. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 19, 23, 24
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામને પૂરા કરવામાં કોઈની મદદ લેવાનો સમય નહીં આવે. ધન માટેની ચિંતા ધીરે ધીરે ઓછી થતી જશે. કામકાજમાં નાણાકીય ફાયદો અથવા પ્રમોશન મળવાના ચાન્સ છે. માન-ઈજ્જત વધી જાય તેવા કામ કરવામાં સફળ થશો. ઉપરી વર્ગ તમારા કામથી ખુશ થશે. ફેમિલી મેમ્બર સાથે મેલ મિલાપમાં વધારો થશે સાથે તેમની જરૂરિયાતો પૂરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Jupiter’s rule till 22nd May has you completing your tasks independently and with growing confidence. Financial worries ease gradually. Promotions or gains are possible. Respect and recognition increase. Seniors remain pleased with you. Family harmony improves, creating a happy home environment. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 19, 20, 23, 24
LIBRA | તુલા: ર.ત.

છેલ્લા પાંચ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેમ છતાં આખા અઠવાડિયામાં અગત્યના કામો શરૂ નહીં કરતા. ઉતરતી શનિની દિનદશા તમારા અધુરા કામ પુરા થવા નહીં દે. શનિ તમને બેદરકાર બનાવી દેશે. બાકી 23મીથી મનને શાંતિ મળવાની શરૂઆત થઈ જશે. તબિયતમાં સુધારો દેખાઈ આવશે. ફેમિલી મેમ્બર સાથે થયેલા મતભેદો ધીરે ધીરે ઓછા થતા જશે. તબિયતમાં સુધારો થતો જશે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.
The descending rule of Saturn continues for five days, so avoid starting any major tasks this week, as delays may persist. Carelessness could increase. From 23rd onwards, mental peace begins to return. Health improves, and family tensions reduce gradually. Maintain patience during this transition. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 22, 23, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી 24મી મે સુધીમાં તમને કોઈપણ કામમાં સફળતા નહીં મળે. તમારા રોજના કામ પૂરા કરવામાં આળસ આવશે. હાલમાં તબિયતની ખાસ સંભાળ લેજો. જોઈન્ટ પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન થશો. તમારા લીધેલા ડિસિઝનથી વડીલ વર્ગને ખોટું લાગી જશે. તમે વાંક ગુના વગર પરેશાન થશો. બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Saturn’s rule till 24th May, could result in slowing progress. Laziness could affect daily tasks. Take special care of health, especially joint pain and headaches. Decisions may upset elders, causing unnecessary stress. Try to speak less and stay mindful. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં બુદ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામોને સહેલા બનાવી દેશો. ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવામાં સફળ થશો. બચાવેલા નાણાને સારી જગ્યાએ ઉપયોગ કરવામાં સફળ થશો. બીજાને મદદ કરવા માટે દરેક સમયે તૈયાર રહેશો. ઓછું કામ કરી વધુ ધન મેળવી શકશો. નવા કામ માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Mercury’s rule supports you, helping you handle challenges with intelligence. You will cut unnecessary expenses and use savings wisely. Helping others brings satisfaction. Less effort could bring better financial returns. Travel opportunities for new work could arise. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 19, 20, 23, 24
CAPRICORN | મકર: ખ.જ.

પહેલા ત્રણ દિવસ જ મંગળ તમને ખોટી રીતે ગરમ કરશે. ઉપરી વર્ગ સાથે આરગ્યુમેન્ટ કરવાનું ટાળજો. બને તો ઓછું બોલજો. 21મી સુધી મગજને શાંત રાખીને કામ કરજો બાકી 21મી થી બુધની દિનદશા તમારા દુઃખ, દર્દને ભુલાવી દે તેવી બુદ્ધિ આપશે. બુધની કૃપાથી તમારા કામમાં સફળ થવાનો સીધો રસ્તો મળી જશે. હિસાબી કામ ઉપર વધુ ધ્યાન આપતા ધનલાભ થવાના ચાન્સ છે. માથાનો બોજો ધીરે ધીરે ઓછો થતો જશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Mars’ rule could create irritation in the first three days. Avoid arguments with seniors and speak less. Stay calm till 21st April. After that, Mercury’s rule brings clarity and solutions, helping you overcome difficulties. Financial gains are possible through careful planning. Mental stress reduces gradually. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 21, 22, 23, 24
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

છેલ્લા પાંચ દિવસ ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. ઉતરતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રાખીને જે પણ ડિસિઝન લેશો તેમાં સફળતા આપશે. બાકી છેલ્લા બે દિવસમાં તમે તમારા મગજનો કાબુ જલ્દીથી ગુમાવી દેશો. મંગળને કારણે મગજનો બોજો વધી જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. તમારા દરેક કામમાં મુશ્કેલીઓ આવતી જશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ સાથે `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
The Moon’s calm influence continues for another five days, helping you make thoughtful decisions. Towards the last two days, Mars’ incoming rule could cause stress, headaches and mental pressure. Challenges in tasks could increase. Try to stay composed and avoid any impulsive actions. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, along with the Tir Yasht, daily.
Lucky Dates: 19, 20, 23, 24
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન કહેશે તે કામ કરતા તમે ફતેહના ડંકા વગાડશો. બીજાના મદદગાર બની શકશો. તમારા કામકાજ ખૂબ સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. તબિયતમાં સારા સારી રહેશે. માથાનો બોજો ઓછો થતો જશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 24 છે.
With the Moon’s rule influencing your phase, following your instincts brings success. You will support others and complete tasks efficiently. Travel opportunities could arise. Financial conditions improve steadily. Health remains stable, and stress reduces. Fulfilling family expectations creates a joyful environment. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 18, 20, 21, 24
