Your Moonsign Janam Rashi This Week –
25 April 2026 – 01 May 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

4થી મેં સુધી સૂર્યની દિનદશા ચાલશે. તેથી હાલમાં સરકારી કામોમાં તમને સફળતા નહીં મળે. સરકારી બેંકમાં એકાઉન્ટના કામો કરનારને વધુ મુશ્કેલીઓ આવશે. સૂર્યને કારણે માથાનો દુખાવો, તાવ શરદી જેવી બીમારીથી પરેશાન થશો. વડીલવર્ગ નાની બાબતમાં તમને પરેશાન કરે તેવા હાલના ગ્રહો છે. તમારા કામ ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. સૂર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Till 4th May, the Sun’s rule makes any government-related work difficult. Banking matters could face delays. Health concerns like headaches, fever or cold could trouble you. Elders could create minor stress. Avoid haste in work to prevent losses. To placate the effect of the Sun, chant the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 27, 28


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મેં સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે. હાલમાં તમે તમારા મનની વાત જેને કહેવા માંગતા હો તેને કહેવામાં વાર લગાડતા નહીં. તમારા કામો સમય ઉપર પૂરા કરી શકશો. ધનનો ખર્ચ વધી જવા છતાં તમને ધનની કમી નહીં આવે સાથે ધન મેળવવા માટે ખોટી ભાગદોડ નહીં કરવી પડે. નવું કામ શોધતા હશો તો થોડી મહેનત પછી તમને મનગમતુ  કામ મળી જશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 26, 29, 30, 1 છે.

Venus’ rule till 14th encourages open communication. Complete tasks on time and avoid delays in expressing your thoughts. Expenses could rise, though finances remain stable. Job seekers could find suitable opportunities with effort. For positive outcomes, pray to Behram Yazad daily.

Lucky dates: 26, 29, 30, 1


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને મિત્રગ્રહ શુક્રની દિનદશા લાંબો સમય સુધી ચાલવાની છે. તેથી હાલમાં બને તો ખર્ચ ઉપર થોડો ઘણો કાપ મૂકીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દેજો. નાણાકીય બાબતમાં જરા પણ મુશ્કેલીમાં નહીં આવો. કામકાજની અંદર સારા સારી થતી જશે. ઓછી મહેનત કરી વધુ ધન કમાવી શકશો. ફેમિલીમાં આનંદિત વાતાવરણ રહેશે. ઘરમાં સારા પ્રસંગો આવશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 27, 28, 1 છે.

Venus’ long-term rule holds you in good stead for a while. You are advised to begin investing wisely by controlling unnecessary expenses. Financial stability remains strong. Work progresses smoothly with better gains through less effort. Family life stays joyful with happy occasions. For steady growth, pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 27, 28, 1


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે તમારા અગત્યના કામો કરવામાં સફળ નહીં થાઓ. ખોટી જગ્યાએ ફસાઈ જવાના ચાન્સ છે. પ્રેમી પ્રેમીકામાં મતભેદ પડશે. ફેમિલી મેમ્બર તમારી વાત સમજી નહીં શકે. માથા ઉપરનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. વિવાદોથી દૂર રહેજો. તમારી બેદરકારી તમારી મુશ્કેલીમાં વધારો કરશે. આર્થિક નુકસાન નહીં થાય તેનું ધ્યાન આપજો. રાહુને શાંત કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Rahu’s rule till 3rd April creates obstacles in important tasks. Misunderstandings in relationships could arise. Family members could fail to understand your perspective. Mental stress could increase. Avoid disputes and careless decisions. To reduce Rahu’s negative effects, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 26, 27, 28, 29


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને રાહુએ પોતાની માયાજાળમાં ફસાવી દીધા છે. 4થી જૂન સુધી કોઈ ઉપર આંધળો વિશ્વાસ રાખતા નહીં. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. ખાવા પીવા ઉપર વધુ ધ્યાન આપશો તો તકલીફ ઓછી થશે. તમારા અંગત વ્યક્તિ કે સગામાં તમારી સાથે વાદવિવાદ થવાના ચાન્સ છે. નેગેટીવ વિચાર ખૂબ જ આવશે. રાહુ તમારા હાથથી ખોટા ખર્ચાઓ કરાવશે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 29, 30, 1 છે.

Rahu’s rule continues till 4th June, so avoid trusting others blindly. Sudden health issues could arise. Pay attention to diet to stay stable. Arguments with close ones could occur. Negative thoughts could increase. Unnecessary expenses could cause you much concern. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 29, 30, 1


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામો સારી રીતે કરીને બીજાના દિલને જીતી લેશો. નાના ફાયદા મળતા રહેશે. ઉપરી વર્ગ તમારા કામથી ખુશ થશે. તમારી સાથે કામ કરનાર તમારા મદદગાર સાબિત થશે. કામમાં થોડો બે્રક લઈ શરીરને આરામ આપજો. નવા કામ કરવાના ચાન્સ મળે તો શરૂઆત કરજો આગળ જતા સફળતા મળશે. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 27, 28, 1 છે.

Jupiter’s rule till 22nd May brings in positive growth. Your work could win appreciation. Small gains could come regularly. Seniors remain supportive. Colleagues could assist you effectively. Take short breaks for rest. New opportunities could lead to success. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 27, 28, 1


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તમે કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. બીજાને મદદ કરી આનંદમાં આવી જશો. બને તો રોજ કે દર ગુરૂવારે ધર્મના સ્થળ ઉપર જવાથી મનને વધુ શાંતિ મળશે. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સુધરતી જશે. અગત્યના કામો ઉપર વધુ ધ્યાન આપી પુરા કરતા આગળ જતા ફાયદો થવાના ચાન્સ છે. ઘરમાં ધાર્મિક કાર્ય કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે. 

Till 23rd June, Jupiter rule inclines you towards charitable actions and brings inner satisfaction. Helping others could bring happiness. Visiting religious places could calm the mind. Financial conditions improve gradually. Focus on completing important work for future benefits. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 27, 30, 1


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioશનિ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને રોજબરોજના કામો કરવામાં ખૂબ જ આળસ આવશે. તબિયતની ખાસ સંભાળ લેજો. ઘરની અંગત વ્યક્તિ કે ધણી ધણીયાણીમાં મતભેદ પડવાના ચાન્સ છે. કોઈ અગત્યની વસ્તુ ગુમાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. તમારા કામ પોતે જ કરવાનું રાખજો બીજા પાસે આશા રાખતા તમે નિરાશ થશો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 1 છે.

Saturn’s ongoing rule could cause you laziness in daily tasks. You are advised to take care of your health. Differences with close family members could arise. Stay alert to avoid losing valuable items. Depend on your own efforts as relying on others could disappoint. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 1


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમે બીજાને સમજાવી પટાવીને પોતાના કામો કરવામાં સફળ થશો. જે પણ કમાશો તેમાંથી થોડી કરકસર કરી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. દરેક કામમાં તમને જશ અને સફળતા બંને મળશે. જમીન કે
પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં સારો ફાયદો મેળવશો. બિન જરૂરી ખર્ચ પર કાપ મુકજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.

Mercury’s rule till 18th May supports smart communication, helping you complete tasks effectively. Manage earnings wisely and invest carefully. Success and recognition could come your way. Property investments could prove beneficial. Try to cut down on unnecessary expenses. For better outcomes, pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 30, 1


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજમાં અચાનક સફળતા મળશે. બુદ્ધિબળ વાપરીને તમે જોઈતા નાણાં મેળવી લેશો. હિસાબી કામ ઉપર વધુ ધ્યાન આપી લેતી દેતીના કામમાં સફળતા મેળવશો. બીજાની પંચાતમાં પડવા જતા નહીં. લાંબા સમયથી અધુરૂં રહેલું કામ પૂરું કરવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 29, 1 છે.

Mercury’s ongoing rule brings unexpected success in your work. Use your intelligence to achieve financial gains. Focus on accounts and transactions for positive results. Avoid interfering in others’ matters. This is a favourable time to complete pending work. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 28, 29, 1


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં ખૂબ જ ગુસ્સામાં આવી જશો. ફેમિલી મેમ્બર સાથેના સંબંધો સુધારવાની જગ્યાએ બગડી જશે. તમારૂં સાચું બોલવાનું કોઈકને કડવું ઝેર જેવું લાગશે. હાલમાં બને તો બધા સાથે જરૂર પૂરતા સંબંધ રાખજો. ધનની ચિંતા વધુ પરેશાન કરશે. કોઈપણ જાતની લેતી દેતી કરવાની હાલમાં ભૂલ કરતા નહીં. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.

Mars’ rule creates a tendency to get angry over small matters. Relationships with family could become strained. Honest words could hurt others. Maintain only necessary interactions for now. Financial worries could increase. Avoid getting into any monetary transactions or lending money. Pray the Tir Yasht daily.

Lucky Dates: 27, 28, 30, 1


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી તમે તમારા મનને શાંત રાખીને તમારા કામો પૂરા કરવામાં સફળ થશો. મિત્ર મંડળ સાથે મેળાપ ખૂબ જ વધી જશે. તમારા કરેલા કામની અંદર તમને વધુ આનંદ મળશે. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભૂલતા નહીં. નાની મુસાફરી કરી શકશો. ઘરમાં કોઈપણ જાતના ચેન્જીસ કરવાના હોય તો કરી લેજો હાલનો સમય ખુબ જ સારો છે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Till 24th May, a calm mindset helps you complete tasks successfully. Social interactions increase and bring joy. Work satisfaction remains high. Gains from past investments could come through. Short trips are possible. This is a good time for changes at home. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 27, 28

Leave a Reply

*