મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. જો કોઈને પ્રોમિસ આપેલા હોય તો તે પ્રોમિસ પૂરા કરવામાં સફળ થશો. હાલમાં અપોઝિટ સેક્સનો ભરપૂર સાથ સહકાર મળતો રહેશે. ઘરમાં ધણી-ધણીયાણીને એકબીજાની વાત સમજતા વાર નહીં લાગે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે બને તો ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોશિશ અવશ્ય કરજો. તમારા પોઝીટીવ વિચારો તમને પોઝીટીવ પરીણામો આપશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Venus’ supportive rule till 13th April helps you fulfil promises and strengthen relationships. Harmony at home improves as partners understand each other better. Finances show steady progress, making this a good time to consider investments. Your positive thinking will bring encouraging results. For added strength and clarity, pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 5, 6, 7
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

14મી મેં સુધી તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. તમારા કામો સમય ઉપર પૂરા કરી શકશો. ખર્ચમાં વધારો થશે. શુક્રની કૃપાથી નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. મનગમતી વ્યક્તિને મળી શકશો. માર્કેટીંગ કરતા લોકો ઓછું કામ કરી વધુ નફો મેળવી શકશો. નવી વ્યક્તિ જીવનમાં આવી શકે છે. નવું રોકાણ કરવા માટે સમય સારો છે પરંતુ રોકાણ કરતા પહેલા તેની જાણકારી અવશ્ય લેજો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 4, 7, 9, 11 છે.
Venus’ favourable rule till 14th May assists you in completing your tasks on time. Expenses could rise, though finances stay stable. You could reconnect with someone special or meet someone new. Marketing professionals could benefit with better gains through smart work. Consider new investments after proper evaluation. Pray to Behram Yazad daily.
Lucky dates: 4, 7, 9, 11
GEMINI | મિથુન: ક.છ.ઘ.

આજથી તમે બુધના મિત્ર શુક્રની છાયામાં આવી ગયેલા છો. છેલ્લા 42 દિવસમાં જે પણ બાબતમાં અટકેલા હશો તેમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે શુક્રની કૃપાથી ગામ પર ગામ જવાના ચાન્સ મળશે સાથે અચાનક ધનલા પણ મેળવી શકશો. જુના રોકાણમાંથી ફાયદો લઈ બને તો બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરજો ભવિષ્ય માટે ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.
Under Venus’s rule, you will find solutions to recent challenges. Travel opportunities could arise along with unexpected financial gains. Returns from past investments look promising, making reinvestment worthwhile. This period encourages progress and forward movement. To maintain positive momentum and stability, pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 8, 10
CANCER | કર્ક: ડ.હ.

4થી મેં સુધી રાહુની દિનદશા ચાલશે. મિત્ર તથા સગા સંબંધીઓ સાથે રિલેશન બગડી જાય તેવા ચાન્સ છે. તમે સાચા હોવાછતાં તમારી સચ્ચાઈ કોઈને બતાવી નહીં શકો. કોઈને મદદ કરવા જતા તમે મુશ્કેલીમાં આવી જશો. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. આવક કરતા જાવક વધી જશે. તમારી અંગત બાબતો કોઈ સાથે શેર નહીં કરતા. બચાવેલા પૈસાને સંભાળવા માંગતા હો તો દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Rahu’s rule, until early May, could create misunderstandings with friends and relatives. Despite being in the right, you could end up struggling to express yourself clearly. Be cautious when helping others, as it could lead to complications. Health and expenses require attention. Avoid sharing personal matters. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 7, 8, 9, 10
LEO | સિંહ: મ.ટ.

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈની ભલાઈના કામો થઈ જશે. કોઈને મદદ કરી તેમની ભલી દુઆઓ મેળવી શકશો. ધનની બાબતમાં સારા સારી હોવાથી તમને ખર્ચ પણ સમજી વિચારીને કરી શકશો. બને તો થોડા ઘણા નાણાને ઇન્વેસ્ટ અવશ્ય કરજો. ફેમિલીમાં સારો સાથ સહકાર મળતો રહેશે. ઘરમાં ધાર્મિક કાર્ય કરી શકશો. ઓફીસનું વાતાવરણ શાંતિભર્યુ રહેશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Jupiter’s rule till 21st April brings you opportunities to help others and receive their blessings. Financial stability allows thoughtful spending and possible investments. Family life remains supportive. You could engage in religious activities at home. Workplace conditions stay calm. For enhanced positivity and balance, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 4, 5, 6, 7
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ હાથમાં લો તેને પૂરા કરીને મૂકશો. ધન મેળવવા માટે ખોટી ભાગદોડ નહીં કરવી પડે. દરેક કામમાં સકારાત્મક રહેવાથી તમારા કોન્ફીડન્સમાં વધારો થશે તથા દરેક કામમાં સફળતા મળશે. જૂના રોકાણમાંથી ફાયદો થવાના ચાન્સ છે. કોઈપણ બાબતમાં બીજાનો સપોર્ટ લેવાની જરૂરત નહીં પડે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મેળવી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.
Under Jupiter’s favourable influence, you will complete tasks efficiently and gain confidence through positive efforts. Financial gains could come without excessive struggle, including benefits from past investments. Independence increases as you manage responsibilities smoothly. Family demands will be met. Good news could arrive from distant places. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 7, 9, 10
LIBRA | તુલા: ર.ત.

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાના કામ પણ સારી રીતે પૂરા નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. નાણાકીય લેતી દેતી કરવાની ભૂલ કરતા નહીં. જો તમે નોકરી કરતા હો તો ઉપરી વર્ગ સાથે બોલવાનું ઓછું રાખજો. તમારી સમસ્યાઓમાં વધારો થશે. તમારા મિત્રો તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. સરકારી કામ હાલમાં કરતા નહીં. શનિના દુઃખને ઓછું કરવા મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 8, 10 છે.
Saturn’s rule could slow down your progress, making even simple tasks seem challenging. Avoid any financial dealings. Maintain caution at work, especially with seniors. Minor misunderstandings with friends could arise. It is best to delay government-related work for now. To reduce stress and bring stability, pray the Moti Haptan Yasht.
Lucky Dates: 4, 5, 8, 10
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી સુધી તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. એકાઉન્ટના કામમાં વધુ ધ્યાન આપજો. હાલમાં કરેલી ઇન્વેસ્ટમેન્ટ તમારા ખરાબ સમયમાં કામમાં આવશે. મુશ્કેલી ભર્યા કામોને બુદ્ધિ વાપરીને પૂરા કરી શકશો. તમારા ટાર્ગેટ સમય કરતા પહેલા પુરા કરતા સહકર્મીઓ પ્રભાવિત થશે. બુધની કૃપાથી બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવામાં સફળ થશો. કોઈને સાચી સલાહ આપી ધનલાભ કરાવી આપશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
Complete your important tasks before 17th April. Pay close attention to financial and accounting matters. Current investments will prove useful during difficult times. You will handle challenges with intelligence and achieve targets ahead of time, impressing colleagues. Try to control unnecessary expenses. Offer sound advice to others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 9
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમારા રોજબરોજના કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. જો તમારા પૈસા ક્યાં ફસાઈ ગયેલા હશે તો મીઠી જબાન વાપરી તેને પાછા મેળવવામાં સફળ થશો. કામકાજને સફળ બનાવવા માટે વધુ મહેનત કરવી પડશે. મિત્ર તથા સગસબંધીઓમાં તમારૂં માન વધી જાય તેવા કામ કરી શકશો. કામ માટે મુસાફરી કરતા સફળતા સાથે ધનલાભ મેળવશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 4, 7, 8, 10 છે.
Mercury’s supportive rule till 18th May helps you manage your daily tasks effectively. You could recover stuck finances through careful communication. Success will require consistent effort, but rewards will follow. Your reputation among friends and relatives will improve. Travel related to work brings gains. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 7, 8, 10
CAPRICORN | મકર: ખ.જ.

21મી એપ્રિલ સુધી તમે શાંત રહેવા માંગતા હશો તો પણ મંગળ તમને શાંત રહેવા નહીં દે. હાથ નીચે કામ કરનારા લોકો તમારાથી નારાજ થઈ જશે. વાહન સંભાળીને ચલાવજો. મંગળને કારણે પડવા લાગવાના ચાન્સ છે. ભાઈ બહેનનું સારૂં કરવા છતાં તમને જશ નહીં મળે. બને તો તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો અને ઓછું બોલવાનું રાખજો
પોતાના પર ભરોસો રાખજો કોઈની ખોટી સલાહ તમને નુકસાની આપી શકે છે. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.
Mars’ rule could create much restlessness until 21st April, making it difficult for you to remain calm. Workplace tensions and minor conflicts could arise. Drive carefully and stay alert to avoid accidents. Efforts for siblings could go unrecognised. Control anger and avoid unnecessary arguments. Trust your judgment. Pray the Tir Yasht daily.
Lucky Dates: 4, 5, 6, 9
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

મનને શાંત રાખીને ધનલાભ અપાવે તેવા ચંદ્રની દિનદશા ચાલુ છે. 26મી સુધીમાં ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. મનને આનંદ મળે તેવી વાત જાણવા મળશે. મનગમતી વ્યક્તિને મળવાનો ચાન્સ મળે તો ચાન્સ ગુમાવતા નહીં. તમારા કરેલા સારા કામનો સારો બદલો મળશે. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ઓછી મહેનત કરી વધુ કમાઈ શકશો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.
The Moon’s rule brings in calmness and financial gains. Positive news from distant places could lift your spirits. Opportunities to meet someone special should be embraced. Your good deeds will bring rewarding results, and professional success will follow. You could earn more with less effort. For continued growth and peace, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 4, 5, 6, 9
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

આજ અને કાલનો દિવસ સૂર્ય તમને ખૂબ જ તપાવશે. ખોટા વિચારથી પરેશાન થઈ જશો. મગજ ઉપરનો બોજો વધી જશે. બાકી 6ઠ્ઠીથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા મનની નેક મુરાદ પૂરી કરાવીને આપશે. ચંદ્ર તમારા મનને સ્થિર અને શાંત બનાવી તમારા કામમાં સફળતા આપશે. હરવા ફરવાનું વધી જશે. માથા ઉપરનો બોજો ઓછો થતો જશે. મગજ શાંત થઈ જશે. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ સાથે 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.
The Sun’s rule could cause temporary stress and mental pressure for you over the next two days. The Moon’s rule, starting from 6th April, brings in relief, stability and fulfilment of your wishes. Your mind will become calmer and success in work will follow. Travel could increase, easing your burden. Pray the 96th Name, ‘Ya Rayomand’, as well as the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 4, 5, 6, 9
