અદભુત દૃઢતા અને ઉત્તમ પ્રદર્શનના પ્રતિક રૂપે, ખુરશીદ મિસ્ત્રીએ 17થી 19 એપ્રિલ, 2026 દરમિયાન થાઈલેન્ડના શ્રીરાચામાં યોજાયેલ વર્લ્ડ માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026માં બે ગોલ્ડ મેડલ્સ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવ્યું. પોતાની વય કેટેગરીમાં સ્પર્ધા કરતાં, તેમણે 50 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટસમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
આ પ્રસંગે સાથે વાત કરતાં, ખુરશીદે જણાવ્યું કે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી તેમની લાંબા સમયથી સંભાળેલી ઇચ્છા હતી અને તેને સાકાર કરતાં તેઓ અત્યંત આભારી અનુભવે છે. બે વર્ષ પહેલાં થયેલી ઘૂંટણની ઇજાથી સાજા થવાના પ્રયત્ન તરીકે શરૂ થયેલો આ સફર આજે એક અદભુત સફળતામાં પરિણમ્યો છે. વૈશ્વિક મંચ પર દેશ અને સમુદાયનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ગૌરવપૂર્ણ અને સંતોષજનક રહ્યું.
તેમની સ્વિમિંગ ક્ષેત્રની પ્રગતિમાં ચાર રાષ્ટ્રીય અને બે રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં જીતનો સમાવેશ થાય છે. સ્વિમિંગ ઉપરાંત, તેમણે ટાટા મુંબઈ મેરેથોન 2026માં પોતાની કેટેગરીમાં 10 કિ.મી. રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું. 2012થી દોડવીર તરીકે સક્રિય રહેલી ખુરશીદે 70થી વધુ હાફ મેરેથોન અને 10 કિ.મી. રેસ પૂર્ણ કરી છે અને ઘણીવાર પોડિયમ સ્થાને રહી છે.
એથ્લેટિક્સમાં પણ તેમના પ્રદર્શન નોંધપાત્ર રહ્યા છે, જેમાં 13 રાજ્ય અને 13 રાષ્ટ્રીય માસ્ટર્સ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સનો સમાવેશ થાય છે. તેમણે મલેશિયા, બ્રુનેઇ, બેન્કોક, ન્યૂઝીલેન્ડ અને દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને અનેક સન્માનો પ્રાપ્ત કર્યા છે. તેમના સતત ઉત્તમ પ્રદર્શનને કારણે તેમને વિવિધ પ્રતિષ્ઠિત એવોડર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026
