બાએ હળવાશથી જવાબ આપ્યો, બેટા, હું પણ તારી સાથે જ એક વાત કરવા માંગતી હતી સારું થયું તું જ અહીં આવી ગયો, નહીંતર હું તને બોલાવવાની જ હતી. મે એક નિર્ણય લીધો છે જે મારે તને જણાવવો હતો.
જયેશ બાના પગ પાસે પલંગ પર બેસી ગયો અને બોલ્યો ના બા, પહેલા તમે કહો. શું વાત છે?
રમીલા બેને ગંભીર સ્વરે કહ્યું, બેટા, વાત એમ છે કે ડોક્ટરે મારી બીમારીને ઘણી ગંભીર ગણાવી છે. અને મારી એવી ઈચ્છા છે કે મારું બાકીનું જીવન મારા જેવા જ બીમાર લોકો સાથે, જેમને ક્યાંયથી કોઈ સહાય મળતી નથી એવા વૃદ્ધોની સેવામાં પસાર કરૂં.
બોલતા બોલતા તેમના ગળે ડૂમો ભરાઈ ગયો. આ વાત સાંભળતા જ જયેશના મનમાં આનંદનો પાર ન રહ્યો. તેની બાએ સામે ચાલીને તેના મનની વાત કહી દીધી હતી! પરંતુ બહારથી તેણે નાટક કરતા કહ્યું, તમે શું કહી રહ્યા છો બા? તમને અહીં રહેવામાં શું તકલીફ છે?
ત્યારે રમીલા બેને દૃઢતાથી જવાબ આપ્યો, મને અહીં રહેવામાં શું તકલીફ હોય? મેં અને મારા ધણીએ આખી જિંદગી મહેનત કરીને આ મકાન, દુકાન અને પૈસા બનાવ્યા છે. એટલે મને આ ઘરમાં રહેવામાં કોઈ તકલીફ નથી. પરંતુ તને કહેતા પણ મને દુઃખ થાય છે કે હવે તું તારી પત્ની અને બાળકો માટે રહેવાની બીજી વ્યવસ્થા કરી લેજો.
કારણ કે મેં આ બંગલામાં એક વૃદ્ધાશ્રમ બનાવવાનો નિર્ણય લીધો છે જેનું નામ હશે બાનું વૃધ્ધાશ્રમ અને એવા નિરાધાર વૃદ્ધો કે જેમને પોતાના ઘરમાંથી પ્રેમથી કે પછી જબરદસ્તીથી કાઢી મૂકવામાં આવે છે, તેમને હું અહીં શાંતિથી રહેવા દઈશ. અને હું પણ મારા બંગલામાં શાંતિથી રહી શકીશ. અને હા, તું પણ કંઈક કહેવા માંગતો હતો, શું વાત હતી? બોલને બેટા, રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી જયેશ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ભારે મને ચાલ્યો ગયો. આખરે બાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.
- સુરત સમિટમાં ગુજરાત ટુરિઝમની નવી તકો પર ચર્ચા - 6 June2026
- નવસારીના વારસાને ઉજાગર કરતું ઐતિહાસિક કોફી ટેબલ બુક પ્રકાશિત - 6 June2026
- ભીખા બેહરામ કુવા ખાતે 200મી આવાં રોજ હમબંદગીની ઉજવણી - 6 June2026
