લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે

લીંબુ શરીરમાં વિટામિન-સીની ખામી પૂરી કરે છે. જોકે સામાન્યમાં લોકો લીંબુનો ઉપયોગ ઓછો કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે ખાટું લીંબુ તબિયત બગાડી શકે છે અને એસિડિટી વધારી શકે છે પરંતુ સ્વાદમાં ખાટું હોવા છતાં પણ લીંબુ પેટની એસિડિટી ઓછી કરવામાં મદદ કરી શકે છે. કારણ કે એસિડિટી જ નહીં પરંતુ લીંબુ કબજિયાત, છાતીમાં બળતરા, અપચો જેવી તકલીફમાં પણ રાહત આપવામાં મદદ કરી શકે છે. લીંબુ એસિડિક હોય છે. આયુર્વેદમાં લીંબુને પિત્ત દોષકારક કહેવામાં આવે છે. શરીરમાં પિત્ત અસંતુલિત રહે તો પાચન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે અને ગેસ એસિડ બને છે અને ભોજન સારી રીતે પચે છે. પરંતુ આ બધા ફાયદા માટે એ જાણવું જરૂરી છે કે લીંબુ ક્યારે અને કેવી રીતે લેવું જોઈએ. જો તમને જમ્યા પછી પેટ ભારે લાગતું હોય કે ગેસની સમસ્યા રહેતી હોય તો જમતા પહેલા લીંબુનું સેવન કરી શકાય છે. પાણીમાં લીંબુ મિક્સ કરીને જમતા પહેલા પીવાથી પાચનમાં મદદ મળે છે. લીવરને સફાઈ કરવા માટે પણ લીંબુ સહાયક છે. લીંબુ લીવરને પિત્તને સંતુલિત કરે છે અને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેના માટે ખાલીપેટ સવારે પાણીમાં લીંબુ ઉમેરીને પી શકાય છે. આ સિવાય બદલાતા વાતાવરણમાં પણ લીંબુ અને પાણી મિક્સ કરીને પી શકાય છે. જો તમને મોંઢે ફોલ્લાં થાય તો પણ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પી શકાય છે. જો તમે રાત્રે જમ્યા પછી પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવો છો તો જમ્યા પછી થતી પેટની બળતરાની સમસ્યાથી રાહત મળે છે. જે લોકોને એસિડિટીની તકલીફ રહેતી હોય તેમણે રાત્રે વરિયાળી પલાળીને પીવી જોઈએ. સવારે વરિયાળી પલાળેલા પાણીમાં લીંબુ ઉમેરીને પી લેવુ. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને પાચન પણ ઝડપી થશે.

Leave a Reply

*