* પહેલા ફ્રેન્ડીશીપ થાય પછી ટ્રસ્ટ આવે પછી લવની શરૂઆત થાય, પછી મન ભરાઈ જાય એટલે ધીરે ધીરે ઝગડા થાય અને પછી એકલા મૂકીને જતા રહે આ જ છે ઓનલાઈન દુનિયાના લોકોનો પ્રેમ!
* આજકાલની જનરેશન ચેટીંગ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ને આધારે પ્રેમમાં પડતી હોય છે ત્યારે એટલું ચોક્કસ સમજી લેવું કે તમે જેના પ્રેમમાં પડો છો એ વ્યક્તિના પ્રેમમાં તમે નથી તમે માત્ર એની ભાષાના પ્રેમમાં પડો છો અને આમ પણ ઈન્સ્ટા અને ફેસબુકમાં સાચા ને બદલે મોટાભાગે સારું જ દેખાડવાનો પ્રયત્ન કરેલ હોય છે. જ્યારે વાસ્તવિકતા કંઇક જુદી જ હોય છે.
* કોઈને તોડીને એની પાસેથી કેમ આશા રખાય કે એની મને બધી જ ખબર હોય!? એવું થાય કે હું આઉટ ગોઈંગ કરૂં પણ રીસ્પોન્ડ આપવો કે નહી! એની મરજીની વાત છે. જો ત્યાં જોહુકમી કરવા ગયા તો તમને માન પણ નહી મળે..
* પહેલા તમારી સાથે દગો થશે, પછી જ્યારે તમે મુવઓન કરીને તમારા જીવનમાં ખૂબ સારું કરી રહ્યા છો, ત્યારે તેમને કોઈ મળશે નહીં, પછી તમને રડવાનું અને મજબૂરી સાંભળવામાં આવશે.
* જેમ જેમ લોકોનો પરિચય થવા લાગશે એમ એમ એકાંત વધુ વ્હાલું લાગવા લાગશે.
* જિંદગીની ભાગદોડમાં બસ એ વાતનું ધ્યાન રાખજો, કે અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં કોઈ પોતાના છૂટી ના જાય!! આ ઓનલાઈનની દુનિયામાં લોકો પારકાં ને પોતાનાં બનાવવા, પોતાના લોકોને જ બ્લોક કરે છે. લોકો પાછળ ભાગવાનું છોડો, જીંદગી ભર કોઈ સાથ નથી આપતા એ જાણી લો, લોકો તો ત્યારે જ તમને યાદ કરે છે, જયારે એ પોતે એકલા હોય છે !!
* માણસ હવે માણસને કૈં મળતો નથી ને જો મળે, તો એ હવે હસતો નથી. બેસી રહે છે ફેસબુકના જ ફળિયે, કોઈ તમારા આંગણે જડતો નથી.
* આપ સ્માઇલી દેખાય છે એ ઓનલાઈનો ઉપર, એકલો પડેપણ એ સૂનો પડતો નથી. રોજે મઝા માણે છે સેલ્ફી હાથ લઈ, એ સેલ્ફ સિવાય, ચાહી પણ શકતો નથી. મારી-તમારી સૌની છે આ સ્થિતિ, માણસ હવે માણસને ઓળખતો નથી!
* આજે મને એક નવો અનુભવ થયો પોતાના જ મોબાઇલમાંથી પોતાનો જ નંબર લગાવી જોયું તો અવાજ આવ્યો, ધ નંબર યુ હેવ કોલ ઈઝ બીઝી!!
* કોઈ એ ખૂબ સરસ કહ્યું છે, બીજાને મળવામાં દુનિયા મસ્ત છે અને ખુદ ને મળવામાં બધી લાઇન વ્યસ્ત છે. આ ઓનાલાઈન વાળી દુનિયા એક મહત્વની જીવનમાં ઉતારવા જેવી સમજ આપી ગઈ કે ફ્રીમાં લાગણી તો શું, મેસેજ પણ મળતા નથી અને બીજું ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો!
* સત્ય ખાલી સોશિયલ મિડિયા પર જ સારું લાગે, રિયલ લાઈફ માં છોતરાં નીકળી જાય એ પણ કડવું સત્ય છે. સ્ટેટ્સ એટલે લોકોને ખરેખર કેવાં બનવાની જરૂર છે તે સમજ આપતો વિચાર પરંતુ અત્યારે લોકો સ્ટેટ્સનો ઉપયોગ કરે છે માત્ર કોઇને સંભળાવી દેવાની વાતોમાં. જેમનાં વાણી અને વર્તનમાં ફરક હોય છે, તે લોકો આવાં સ્ટેટ્સનો ઉપયોગ વધુ કરે છે. ઘરે મહેમાન ઓછા અને મેસેજ વધારે આવે છે અને લોકો હજી એમ સમજે છે કે મોબાઈલ આપણને નજીક લાવે છે..
* આજ કાલ કોઈને પગે લાગવું કે કોઈ ને ગળે કે હાથ થી મળવું સન્માન નથી હોતું. આપણા ઘરે કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં મૂકી દેવો એ પણ બહું મોટું સન્માન જ છે…
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026