મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Try to spend the next two days as best possible, in calm and patience. A challenging phase could trigger disagreements, so avoid conflict. From 4th May, a new soothing phase, lasting till 25th June, could gradually ease difficulties. Work will progress smoothly. Stay composed while making decisions to achieve success. Good health could support sustained effort. Pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 4, 5, 6, 7
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

14મી મેં પહેલા અગત્યના કામો કરવાના હોય તે કરી લેજો. તમને ઓપોઝિટ સેક્સનો ભરપૂર સાથ સહકાર મળતો રહેશે. બચત કરવામાં સફળ થશો. જ્યાંથી ધનલાભ મળતો હશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થશે. કોઈ પણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. મન શાંત રહેતા તમારા વિચારો પોઝિટિવ થતા જશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 5, 7 છે.
You are advised to complete all your important tasks before 14th May. You could receive strong support from the opposite gender. Savings could improve and financial focus could sharpen. You will feel a rise in your confidence. Partnerships could bring gains. A calm mind could lead to positive thinking. For steady progress, pray to Behram Yazad daily.
Lucky dates: 2, 3, 5, 7
GEMINI | મિથુન: ક.છ.ઘ.

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે પૈસા બચાવવાની કોશિશ કરશો તેમાં સફળ નહીં થાઓ. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. જો નાણા બચાવવા માંગતા હો તો અંગત મિત્રની મદદ લઈ નવા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદો મેળવશો. ફેમિલી મેમ્બર તમારા કામની કદર કરશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Venus’ rule till 16th June ensures your financial stability remains intact even if saving money feels difficult. Consider advice from a close friend before investing in a new project. Family could appreciate your efforts. A positive home environment could uplift your mood. Health could stay stable. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 5, 6, 7
CANCER | કર્ક: ડ.હ.

આવતા બે દિવસ જ રાહુની છાયામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમને ખૂબ જ ગભરાવી નાખશે. હિંમતથી કામ લેશો તો 4થી મેંથી શુક્રની દિનદશા તમારા તમામ દુઃખને દૂર કરવામાં મદદ કરશે. ધનની સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. મિત્રોનો સાથ મળવાથી અગત્યના કામો સફળતાપૂર્વક પૂરા કરી શકશો. અટકેલા નાણા થોડી મહેનત પછી પાછા મેળવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 4, 5, 7, 8 છે.
A brief unsettled phase could test your patience, but your courage will help you manage the anxiety. From 4th May, a favourable phase commences which will ease your worries. Finances will improve gradually. Relationships will be on the mend. Friends could help complete key tasks. You could recover your pending money with a little effort. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 5, 7, 8
LEO | સિંહ: મ.ટ.

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે.તમે ખોટા વિચારોથી ખૂબ જ પરેશાન થશો. રાતની ઊંઘ ઓછી થતી જશે. માથાનો બોજો ઓછો થવાની જગ્યાએ વધી જશે. નાના કામો પૂરા કરવામાં નાકે દમ આવી જશે. હાલમાં કોઈને ધનની મદદ કરવાની ભૂલ કરતા નહીં. તમે સાચા હોવા છતાં તમે સાબિત નહીં કરી શકો. બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.
Until 4th June, unsettled thoughts could disturb peace of mind. Sleep could reduce and stress could rise. Even small tasks could feel demanding. Avoid making any financial commitments for others. Proving your point could be difficult. You are advised to speak less and stay composed. To keep the balance, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 6, 7
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે તમારી પસંદગીની ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી તમારા હાથથી ચેરિટી કે ધર્મનું કામ કરી શકશો. કોઈ વ્યક્તિને સાચી સલાહ આપી તેને ફાયદો કરાવી આપશો. ધન બચત કરવામાં સફળ થશો. તમારા કામમાં કંઈ નવું પ્લાનિંગ કરતા આગળ જતા પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. થોડો વધારે ધનલાભ મેળવવા એકસ્ટ્રા કામ કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.
A favourable phase till 22nd May, could help you acquire desired items. You would be inclined to contribute towards charity or meaningful causes. Offering guidance to others could bring satisfaction. Your savings could improve. New planning at work could deliver positive results. Extra effort could lead to additional income. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 8
LIBRA | તુલા: ર.ત.

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધણી ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. બીજાના મદદગાર બની શકશો. હાલમાં જે પણ બાબતમાં ફાયદો થતો હોય તે ફાયદો લઈ લેજો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. નવા કામ મેળવી શકશો. જૂના રોકાણમાંથી ફાયદો થશે. દરેક બાબતમાં પોઝિટિવ ચેન્જ આવતા જશે. અંગત વ્યક્તિ તમારો ભરપૂર સાથ આપશે. દરેક કામ સહેલાઈથી કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
The ongoing favourable phase could strengthen relationships and increase harmony. You could support others and gain benefits in return. Sudden financial gains could arise. New opportunities could come your way, and past investments could yield returns. Positive changes could unfold steadily. Support from loved ones could make tasks easier. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાના કામો પૂરા કરવામાં ખૂબ જ હેરાન થઈ જશો. નાણાકીય બાબતમાં કોઈની પાસે લોન લેવાનો સમય આવી શકે છે. તબિયતમાં જોઈન્ટ પેઈન અને માથાના દુખાવાથી પરેશાન થશો. વડીલ વર્ગ સાથે નાની બાબત મતભેદ પડતા રહેશે. મિત્રો સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. પોતાના નવા કામ બીજા સાથે શેર કરવાનું ટાળજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Until 24th May, challenges could arise in completing even small tasks. You might end up having to borrow money due to financial pressures. Health concerns like joint pain or headaches could trouble you. Differences with elders could surface. You are advised to think carefully before sharing personal matters. Avoid discussing new plans openly. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 4, 5, 6, 7
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. લેતી દેતીના કામો પૂરા કરવામાં કોઈપણ જાતની કસર કરતા નહીં. મિત્રોના મદદગાર થઈ શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. નોકરી કરતા હશો ત્યાં તમારાં માનપાનમાં વધારો થશે. તમારા ખર્ચાઓ ઓછા કરવા પાછળ લાગી જશો. ખરીદી કરતી વખતે પૈસા ખર્ચ કરવાનું ટાળજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 6, 8, 9 છે.
You are advised to focus on completing financial dealings carefully by 18th May. You could assist friends and improve your financial position. Consider investments for future gains. You will cater to fulfilling household needs. Recognition at work could increase. You are advised to work towards reducing expenses and try to avoid unnecessary spending. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 3, 6, 8, 9
CAPRICORN | મકર: ખ.જ.

હાલમાં મિત્ર ગ્રહ બુધની દિનદશા 18મી જૂન સુધી ચાલશે. તેથી હાલમાં જો તમારે ગામપરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. મિત્રોનો ભરપૂર સાથ મળશે. નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. બુદ્ધિ વાપરીને કામ કરી શકશો. તમારા વિચારો પોઝિટિવ થતા કામમાં સફળતા મળશે. લાંબા સમયથી અધુરૂં રહેલું કામ પુરૂં કરવા માટેનો હાલનો સમય ખૂબ જ સારો છે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Your favourable phase, lasting till 18th June, could bring travel opportunities. Support from friends could remain strong. Financial gains could be likely. Smart thinking could lead to success. Positive ideas could help complete pending tasks. This could be a good time to finish long-delayed work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 5, 6, 7
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

21મી મે સુધી મંગળની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં ખૂબ જ ગુસ્સે થઈ જશો. ભાઈ બહેન સાથે મતભેદ પડતાં વાર નહીં લાગે. વાહન ખૂબ સંભાળીને ચલાવજો. મગજને શાંત નહીં રાખો તો પ્રેશર વધી જાય તેવા હાલના ગ્રહો છે. બને તો બધા સાથે ઓછું બોલવાનું રાખજો. બીજાની પંચાતમાં પડતા નહીં. કામ ઓછા અને મગજમારી વધુ કરવી પડશે. કોઈને ઉધાર પૈસા આપવાની ભૂલ હાલમાં કરતા નહીં. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 8 છે.
Until 21st May, you could find your impatience rising quickly over small issues. Differences with siblings could occur. Drive carefully and stay alert. Mental stress could increase if calm is lost. Speak less and avoid unnecessary involvement in others’ matters. Work could feel demanding. Avoid lending money for now. Pray the Tir Yasht daily.
Lucky Dates: 3, 5, 6, 8
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી બને તો વિકેન્ડમાં ફેમિલી મેમ્બર સાથે ટ્રીપનો પ્રોગ્રામ બનાવી શકશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કરકસર નહીં કરો. મિત્રોને મળવાથી વધુ આનંદમાં આવશો. 24મી પહેલા ધનલાભ મળવાના ચાન્સ છે. કોઈના મદદગાર થઈ શકશો. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેવાથી તમે પણ ખુશ રહેશો. ઘરમાં સારા પ્રસંગો આવશે.દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 6, 7, 8 છે.
A soothing phase could bring opportunities to plan a short family trip. Spending on home needs could increase. Meeting friends could bring joy. Financial gains could come in by the 24th. You could help others and feel fulfilled. A positive home atmosphere could uplift your spirits. Pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 4, 6, 7, 8
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026
