મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
A calm planetary phase will help you complete tasks peacefully and with confidence. Decisions taken now could work in your favour and improve your self-belief. Family matters can be handled wisely and patiently. You will also enjoy meaningful moments with friends while guiding them towards financial gains. Chant the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.
Auspicious Dates: 16, 17, 18, 19
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

સૂર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવશે. તમે નાની બાબતની અંદર ખૂબ જ ગુસ્સે થઈ જશો તેની અસર તમારા કામ ઉપર થઈ શકે છે. તમે પ્રેશરની બીમારીથી પરેશાન થશો. માથાનો દુખાવો તથા આંખમાં બળતરા જેવી બીમારી આવવાના ચાન્સ છે. કોર્ટ કે સરકારી કામો હાલમાં કરતા નહીં સફળતા નહીં મળે. સૂર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.
The Sun’s rule could make you more short-tempered than usual, affecting your work and peace of mind. Health concerns related to blood pressure, headaches or eye irritation could arise. Avoid legal matters and government-related work for now, as success looks uncertain. To calm the Sun’s effects, continue chanting the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Auspicious Dates: 17, 20, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજ શોખ ખૂબ જ વધી જશે. ગામ પરગામ જવા માટે તૈયાર રહેજો. શુક્રની કૃપાથી નાણાકીય મુસીબત હાલમાં નહીં આવે. જે પણ કામ કરતા હશો ત્યાં તમારા કરેલા કામની કદર થશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ ખુબ સારા છે. ઘરમાં નવી ચીજ-વસ્તુઓ વસાવી શકશો. નવા મિત્રો મળી શકશે જેનાથી આગળ જતા તમને તમારા કામમાં મદદ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Venus’ rule brings comfort, enjoyment and opportunities for travel. Financial worries could remain under control and your efforts at work will receive appreciation. Sudden financial gains are possible. You could also buy new items for your home. In this phase, you could meet helpful new friends who would support your future growth. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 16, 17, 18, 19
CANCER | કર્ક: ડ.હ.
14મી જુલાઈ સુધી લકી ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાંથી પણ ભરપૂર સુખ શાંતિ મેળવશો. હરવા, ફરવા અને ખાવા પીવામાં ખર્ચનો વધારો થશે. કામકાજને વધારવા માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. સફળતા મેળવવા માટે થોડી ભાગદોડ કરી લેજો. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા ફાયદો જોવા મળશે. માનસિક રીતે શાંતિ મળતા તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Venus’ rule till 14th July, brings peace, comfort and emotional happiness. Spending on leisure, travel and food could increase. Work-related travel opportunities could also arise. Partnerships look favourable and could bring good results. Mental peace will positively influence your health and daily routine. For positive energy and balance, pray to Behram Yazad daily.
Auspicious Dates: 18, 20, 21, 22
LEO | સિંહ: મ.ટ.

4થી જૂન સુધી રાહુ તમને હેરાન કરવામાં કોઈ પણ કસર નહીં મૂકે. તમારા સફળ થયેલા કામો બગડતા વાર નહીં લાગે. ઘરમાં કારણ વગર ખર્ચ કરવો પડશે. હાલમાં શેરસટ્ટાના કામોથી દૂર રહેજો. જૂના રોકાણમાં નુકસાન દેખાય તો ડરી જઈને કોઈ પણ ડિસિઝન લેતા નહીં. કોઈને ઉધાર પૈસા આપતા નહીં તમારી સાથે ચીટીંગ થવાના ચાન્સ છે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Rahu’s rule, till 4th June, could create obstacles and disturb completed work unexpectedly. Avoid risky investments, speculation and lending money, as chances of deception remain high. Financial stress and unnecessary expenses could trouble you. Do not panic over losses in old investments. Stay patient and practical. For protection, pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 16, 17, 19, 20
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

છેલ્લું અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈને ઉધાર પૈસા આપતા નહીં. કોઈ અંગત વ્યક્તિ તમારી ભલાઈની વાત કરી જશે. ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરવામાં સફળ થશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. તમારા દુશ્મનો તમારૂં ખરાબ નહીં કરી શકે. સરકારી નોકરી કરનારને ફાયદો થવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.
The final phase of Jupiter’s influence could bring support, wise guidance and positive financial decisions. Avoid lending money to others for now. Good news from distant places could cheer you up. Your rivals will fail to harm you. Government employees could benefit professionally. Fulfilling family expectations will maintain harmony at home. Pray the Sarosh Yasht daily
Auspicious Dates: 16, 18, 19, 20
LIBRA | તુલા: ર.ત.

ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી ચેરીટીના કામ કરવામાં આનંદ આવશે. બીજાને મદદ કરીને તેમના આશીર્વાદ મેળવી લેશો. દરેક બાબતમાં પોઝિટિવ ચેન્જ આવશે. બની શકે તો શરીરને થોડો આરામ આપજો. વડીલ વર્ગની સેવા કરી શકશો સાથે તેમની સલાહથી ઇન્વેસ્ટમેન્ટ કરતા આગળ જતા ફાયદો મેળવી શકશો. તમારી દરેક મુશ્કેલીનો સુખદ ઉકેલ મેળવી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Jupiter’s blessings could inspire you towards charity, kindness and helping others. Positive changes are likely in several aspects of life. Take proper rest and avoid overworking yourself. Guidance from elders could help you make beneficial investments. Problems troubling you could gradually find peaceful solutions. For strength and positivity, pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 16, 17, 19, 20
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા તમારા અને ફેમિલી મેમ્બર વચ્ચે મતભેદ ઉભા કરી દેશે. ઉતરતી શનિની દિનદશા તમારી તબિયતને ખરાબ કરી નાખશે. મનથી ખૂબ જ બેચેન થઈ જશો. તમારી સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. નાણાંનો ખર્ચ વધી જવાથી પરેશાન થશો. નેગેટીવ વિચારો ખૂબ જ આવશે. નાણાકીય બાબતમાં કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો સમય આવશે. થોડા સમય માટે ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Saturn’s rule could create misunderstandings between you and family members. Health could require extra care. Your mental restlessness could increase. Rising expenses and negative thoughts could add to your worries. Financial pressure could force you to borrow money temporarily. You are advised to speak less and avoid unnecessary arguments. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 16, 17, 18, 19
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બે દિવસ સુખ શાંતિમાં પસાર કરવામાં સફળ થશો. બને તો લેતી દેતીના કામો પહેલા કરી લેજો. નહીં તો 25મી જૂન સુધી શની તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બંને ઉડાવી દેશે. તમે કરેલી મહેનત પાણીમાં જતી રહેશે. શનિ તમને આળસુ બનાવી દેશે. રોજબરોજના કામો કરવામાં કંટાળો આવશે. તમારા કામ ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. અગત્યના કામ સમજી વિચારીને કરજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
The next two days could pass peacefully, so complete important financial dealings early. After that, Saturn’s rule, till 25th June, could create delays, laziness and frustration. Hard work could fail to give expected results immediately. Avoid haste in business and important matters. Think carefully before taking decisions. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 18, 20, 21, 22
CAPRICORN | મકર: ખ.જ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો જલ્દીથી પુરા કરવામાં સફળ થશો. સાથે કામ કરનારને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો.ગામ પરગામથી સારા સમાચાર મળશે. બને તો થોડીઘણી રકમને ઇન્વેસ્ટ અવશ્ય કરજો. ધનની કમી નહીં આવે. બુધની કૃપાથી તમે કોઈને સમજાવી તેમની મદદથી તમારા કામ પુરા કરવામાં સફળ થશો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ હશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 19, 22 છે.
Mercury’s positive rule will help you complete tasks quickly and efficiently. Your grounded advice and communication skills will impress people around you. Good news from distant places is on the way. Financial stability looks promising and investments could prove beneficial. Family happiness will grow as you fulfil their wishes. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 16, 17, 19, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન સંભાળીને ચલાવજો.તમારા ફેમિલી મેમ્બર તમારા કામથી ખુશ નહીં થાય. તમારૂં સાચું બોલવાનું કોઈને નહીં ગમે. અગત્યના કામો ધ્યાનથી કરજો. ખોટા ખર્ચાઓમાં વધારો થશે. પ્રેમમાં હશો તો તમારા પાર્ટનરને નાની વાતમાં દુઃખ લાગી જશે. કોઈને સલાહ આપવા જતા નહીં. ઘરમાં અશાંતિ રહેવાથી નેગેટિવ વિચારથી વધુ પરેશાન થશો. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.
The final phase of Mars’ rule could bring stress, disagreements and unnecessary expenses. Drive carefully and stay alert while handling important responsibilities. Family members could remain dissatisfied despite your honesty. Emotional misunderstandings in relationships are possible. Avoid giving advice unless asked. Negative thoughts could increase due to domestic tension. Pray the Tir Yasht daily.
Auspicious Dates: 16, 17, 20, 21
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ગામ પરગામના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. કામ, ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ચંદ્રને કારણે તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. ફેમિલી મેમ્બરને જોઈતી ચીજ વસ્તુઓ અપાવવામાં કસર કરતા નહીં. મનને શાંત રાખી અગત્યના કામો પૂરા કરી લેજો. જો કોઈ પાસે ઉધાર નાણાં લીધા હોય તો તેની પાસે થોડો સમય માંગી લેજો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
The Moon’s rule, till 24th May, will help you successfully complete pending work and travel-related plans. Professional progress will bring happiness and satisfaction. Long-awaited wishes could finally come true. Support your family wholeheartedly and maintain emotional calm while handling important matters. If you owe money, politely request for more time from your creditors. Chant the 96th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 18, 19, 20, 21
