મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

The Moon’s favourable rule brings confidence and independence in completing pending tasks. Travel opportunities until 25th June could prove beneficial. Family support remains strong and religious activities at home could bring peace and positivity. Sudden financial gains are likely. Stay careful while communicating with others. Business opportunities could increase. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 23, 24, 25, 26
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

4થી જૂન સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમે તમારા અગત્યના કામો કરવામાં સફળ નહીં થાઓ. નાની વાતો ભૂલી જશો. નેગેટિવ વિચારો કરતા નહીં. તબિયતની ખાસ સંભાળ રાખજો. માથાના દુખાવાથી પરેશાન થશો. વડીલ વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડતાં વાર નહીં લાગે. મનમાં નકારાત્મકતાનો પ્રભાવ રહેશે. તમારી કોઈ ખાસ અથવા મૂલ્યવાન વસ્તુ ન મળવાથી ટેન્શનમાં રહેશો. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.
The Sun’s rule, till 4th June, could create delays in completing important tasks. Forgetfulness and negative thoughts could disturb your peace of mind. Take extra care of your health, especially headaches. Minor disagreements with elders are possible. Misplacing a valuable belonging could create stress. Maintain patience and positivity. For peace and stability, chant the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Auspicious Dates: 24, 25, 28, 29
GEMINI | મિથુન: ક.છ.ઘ.

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ખર્ચ ઓછો કરવાની કોશિશ કરવામાં સફળ નહીં થાઓ. શુક્રની કૃપાથી અપોઝિટ સેક્સ સાથેના સંબંધમાં સારા સારી થતી જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી રાહત મળશે અને તમે તમારા કાર્યો પર ફોકસ કરી શકશો. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બનાવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Venus good tidings favour you till 16th June, bringing improvement in relationships and financial stability. Expenses could remain high, but monetary worries are unlikely. Health concerns could ease, allowing better focus on responsibilities. A spiritual outing with family members could bring happiness. Your helpful nature will be appreciated. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 23, 24, 25, 26
CANCER | કર્ક: ડ.હ.
તમને શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈ પણ જાતનો ડર નહીં લાગે. તમારી કમાણી પ્રમાણે ખર્ચ કરી શકશો. તમે પ્રેમમાં હશો તો પ્રેમી પ્રેમિકાના મનની વાત સમજતા વાર નહીં લાગે. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા કામ માટે કોઈ પણ નિર્ણય લેતા પહેલા યોગ્ય પ્લાનિંગ કરવું જરૂરી છે. લકઝરી વસ્તુઓની ખરીદી કરી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Under Venus’s favourable rule, financial stability remains solid despite increased spendings. Confidence and emotional clarity could improve. Those in relationships will understand their partner’s feelings better. Investment opportunities look promising. Careful planning before major decisions will help avoid confusion. Luxurious purchases are likely. For positivity and balance, pray to Behram Yazad daily.
Auspicious Dates: 26, 27, 28, 29
LEO | સિંહ: મ.ટ.

રાહુની દિનદશા 4થી જુન સુધી તમને તમારા કામમાં સફળતા નહીં આપે. અગત્યની ચીજ વસ્તુ ખૂબ જ સંભાળીને રાખજો. બીજાને મદદ કરવા જતા તમે પરેશાન થઈ જશો. ફેમિલી મેમ્બર તમારા ડિસિઝનથી નારાજ થઈ જશે. સાથે કામ કરનાર તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ધ્યાન રાખો કે તમે તમારી કોઈ જીદના કારણે જ પોતાનું નુકસાન પણ કરી શકો છો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
Rahu’s rule, till 4th June, could create obstacles in important tasks. Handle valuable belongings carefully. Helping others excessively could leave you mentally exhausted. Family members could disagree with certain decisions. Colleagues could create unnecessary complications. Avoid stubborn behaviour, as it could lead to personal losses. For strength and protection, pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 23, 24, 28, 29
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

તમને રાહુની દિનદશા શરૂ થયેલી હોવાથી કારણ વગર દુશ્મન તમને પરેશાન કરશે. ખોટા ખર્ચાઓમાં વધારો થશે. તમે સાચા હોવા છતાં તમારી વાત સાબિત નહીં કરી શકો. બને તો તમારા કામો ઓછું બોલીને પૂરા કરવાની કોશિશ કરજો. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ સાથે કામ કરતા મેન્ટલી પરેશાન થશો. બીજાના મામલાઓમાં દખલગીરી કરવાને બદલે પોતાના કાર્યોમાં જ ધ્યાન આપો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.
Rahu’s ongoing rule could attract unnecessary opposition and rising expenses. Despite being right, you could struggle to prove your point. Complete your tasks quietly and avoid unnecessary discussions. Workplace stress with seniors is possible. Focus on your own responsibilities instead of interfering in others’ matters. For stability and clarity, pray the Mah Bokhtar Nyiash daily.
Auspicious Dates: 24, 25, 28, 29
LIBRA | તુલા: ર.ત.

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નવા કામ કરવામાં સફળ થશો. ગામ પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. પોઝીટીવ વિચાર કરતા આનંદમાં વધારો થશે. ફેમીલી મેમ્બરની જરૂરિયાતોનું પુરી કરતા ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખો. પોતાની જૂની ભૂલોમાંથી શીખ લઈને નવા પ્લાનમાં સફળતા મેળવશો. કોઈ ધાર્મિક સ્થળ પર જઈને થોડો સમય પસાર કરતા શાંતિ મેળવશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Jupiter’s favourable rule helps you succeed in new ventures. Positive news from distant places could lift your spirits. Maintaining an optimistic attitude will increase happiness at home. Fulfilling family responsibilities will create a warm atmosphere. Lessons learnt from past mistakes will help you move ahead successfully. Spiritual visits could bring inner peace. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 23, 24, 27, 28
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજનો દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બને તો ફેમિલી મેમ્બર તથા નોકરો સાથે કામ કરતા હો તો કામ કરનારની સાથે બોલાચાલી કરતા નહીં. બાકી કાલથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમારા બગડેલા કામને સુધારી આપશે. નાણાકીય સ્થિતિને ખૂબ જ સારી બનાવી આપશે. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત તમને તમારા નવા પ્લાન અમલમાં મૂકવામાં મદદ કરશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Today marks the final phase of Saturn’s difficult rule, so avoid arguments with family members or co-workers. Tomorrow onwards, Jupiter’s rule, for the next 58 days, blessed you, could gradually improve pending matters and financial stability. Meeting an influential person could help execute new plans successfully. Continue reciting ‘Sarosh Yasht’ daily for support and positivity.
Auspicious Dates: 25, 26, 27, 28
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 25મી જુન સુધીમાં રોજ નવી મુશ્કેલીઓ આવતી રહેશે.જે વાતોથી તમે અજાણ હશો તે બાબતમાં પણ બીજાઓ તમને પરેશાન કરવામાં કોઈ પણ જાતની કસર નહીં મૂકે. શનિને કારણે અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ખર્ચ વધવાથી પરેશાનીઓમાં વધારો થશે. ફેમીલી સાથેના મતભેદ વધતા જશે. કામના સ્થળે બેદરકાર રહેતા નાણાકીય નુકસાની ભોગવવી પડશે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
Saturn’s influence until 25th June could continue bringing fresh challenges. Even matters unrelated to you could create stress through others’ interference. Sudden health concerns are possible, while rising expenses could increase pressure. Family disagreements may intensify. Carelessness at work could lead to financial setbacks. Continue reciting the larger ‘Haftan Yasht’ daily for protection and strength.
Auspicious Dates: 23, 24, 28, 29
CAPRICORN | મકર: ખ.જ.
18મી જુન સુધી વાણીયા જેવા બુધની દિનદશા ચાલશે. નાણાકીય બાબતની અંદર લેતીદેતીના કામો પહેલા પૂરા કરવાની કોશિશ કરજો.કોઈને ઉધાર આપેલા નાણાં પાછા મેળવવા માટેનો સારો સમય છે. મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. કોઈને સાચી સલાહ આપી નાણાકીય ફાયદો કરાવી આપશો. તમે સકારાત્મક ઉર્જાથી ભરપુર હશો. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી તમે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ અનુભવશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Mercury’s favourable influence until 18th June supports financial dealings and recovery of pending dues. Sweet communication could help you win hearts and assist others financially through valuable advice. Positive energy and confidence remain high. Spending time with experienced individuals could strengthen your self-belief and clarity. Continue reciting ‘Meher Niyayesh’ daily for continued success.
Auspicious Dates: 25, 26, 27, 28
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

હવે તો તમને પણ બુધની દિનદશા શરૂ થયેલી છે. તમે પારકાને પોતાના બનાવી લેશો. 20મી જુલાઈ સુધી નાણાકીય ફાયદો મળતો રહેશે. કરકસર કેમ કરવી તે તમને બુધ શીખડાવી દેશે.મુશ્કેલીભર્યા કામોને સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. મિત્રોની સલાહ લઈ જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. તમારી ગ્રહ સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.
Mercury’s positive influence has now begun supporting you as well. Financial gains could continue until 20th July. You will learn the importance of practical savings and disciplined spending. Difficult tasks could be completed successfully. Guidance from friends could help you benefit from older investments. Positive planetary changes are unfolding. Continue reciting ‘Meher Niyayesh’ daily.
Auspicious Dates: 23, 24, 26, 27
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ગામ પરગામના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. કામ, ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. ચંદ્રને કારણે તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. ફેમિલી મેમ્બરને જોઈતી ચીજ વસ્તુઓ અપાવવામાં કસર કરતા નહીં. મનને શાંત રાખી અગત્યના કામો પૂરા કરી લેજો. જો કોઈ પાસે ઉધાર નાણાં લીધા હોય તો તેની પાસે થોડો સમય માંગી લેજો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
આજે ફેમિલી મેમ્બરના દિલ જીતી શકશો. હરવા ફરવામાં દિવસ પસાર કરી લેજો. બાકી કાલથી 28 દિવસ મંગળની દિનદશા તમારી હિંમતને સાથ નહીં આપે. તમે જે પણ કરવા જશો તેનાથી ઊલટું થશે. નેગેટિવ વિચારો કરી પરેશાન થશો. તમારી જાતની સંભાળ નહીં રાખો તો નાનું એક્સિડન્ટ થવાના ચાન્સ છે. બીજાની બાબતો કોપી કરવાને બદલે પોતાની ક્ષમતા પર ભરોસો રાખો. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
