મુંબઈના ઐતિહાસિક અને પવિત્ર ભીખા બેહરામ કુવા ખાતે 21 મે, 2026ના આવાં રોજ નિમિત્તે 200મી આવાં રોજ હમબંદગીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ પ્રાર્થના, ભાઈચારો અને એકતાની પરંપરાને ઉજાગર કરતો આ પ્રસંગ પારસી સમાજ માટે યાદગાર બની રહ્યો હતો.
આ અવસર એકસ્ટ્રીમલી યંગ જરથોસ્તીઝ (એક્સવાયઝેડ) સંસ્થાના 13મા સ્થાપના દિવસ સાથે પણ સંકળાયેલો હતો. યુવા પેઢીમાં એકતા, સેવા અને જરથોસ્તી મૂલ્યોનું સંવર્ધન કરતી આ સંસ્થાના બાળકો, વડીલો અને પરિવારજનો દ્વારા સાંજે 4.30 વાગ્યે જશન વિધિ યોજાઈ હતી. જશન વિધિ એર.જીયાન દસ્તુર, એર. ઝાવી દસ્તુર, એર. ઝાન એન્જિનિયર, એર. શયાન બોડે, એર. કૈવાન કાત્રક, એર. બેઝાન શ્રોફ, એર. હોરમઝ ફટાકિયા, એર. આર્યન કાંગા, એર. અનોશ મુલ્લાં, એર. કેરમાન મુલ્લાં, એર. એરિક દસ્તુર, એર. સ્યામક દસ્તુર, એર. તારાચંદ અને એર. રૂખશાદ પંથકી દ્વારા સંપન્ન કરાઈ હતી.
સાંજે 530 વાગ્યે યોજાયેલી હમબંદગીમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ અને શુભેચ્છકોએ હાજરી આપી હતી, જેના કારણે સમગ્ર ભીખા બેહરામ કુવાનું પરિસર ભક્તિ અને સમાજભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
એક્સવાયઝેડના સ્થાપક હોશાંગ ગોટલાએ બાળકો, વડીલો અને પરિવારજનોને પ્રાર્થના અને એકતામાં જોડાતા જોઈ ગર્વ અને આભાર વ્યક્ત કર્યો હતો. ભીખા બેહરામ કુવાના ટ્રસ્ટી વિરાફ કાપડિયાએ હોશાંગ ગોટલા અને પરઝોન ઝેન્ડની પહેલને વખાણી હતી, જેણે દર મહિને સમાજને શ્રદ્ધા અને શાંતિમાં એકત્ર લાવવામાં સફળતા મેળવી છે. તેમણે વધુ સંસ્થાઓને પણ બાગો અને અગિયારીઓમાં આવા કાર્યક્રમો યોજવા અનુરોધ કર્યો હતો.
- જરથોસ્તી ધર્મના ઉપદેશો સાથે સુસંગત દૈનિક આદતો - 18 July2026
- શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે - 18 July2026
- જમશીદ મરોલિયાને પીએચ.ડી.ની પદવી એનાયત - 18 July2026
