ટ્રાઈબલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટુરિઝમની તકો તથા ગુજરાતમાં વેડિંગ ટુરિઝમ વિષય પર આધારિત વાયબ્રન્ટ ગુજરાત 2026 રિજનલ સમિટનું આયોજન 1 અને 2 મે, 2026ના રોજ સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. સમિટ દરમિયાન વિવિધ સંસ્થાઓ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા તેમજ ટૂરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના આગેવાનો, નિષ્ણાતો અને સરકારી સલાહકારોએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. ચર્ચાનો મુખ્ય વિષય દારૂબંધીની નીતિનો હોસ્પિટાલિટી અને વેડિંગ ટુરિઝમ પર પડતો પ્રભાવ રહ્યો હતો. વિવિધ પ્રતિનિધિઓએ નીતિ નિર્માતાઓને વધુ વ્યવહારુ અને સંતુલિત અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો.
હેરિટેજ ટુરિઝમ એસોસિએશન ગુજરાતના ઉપપ્રમુખ તથા પેલેસિઝ ઑફ ઇન્ડિયાના સ્થાપક અને સીઈઓ રણજીતસિંહ પરમારે ગુજરાતના 2,340 કિલોમીટર લાંબા દરિયાકિનારાને પ્રવાસન માટે વિશાળ સંભાવના ગણાવી, ટૂરિઝમ વિકાસને અસર કરતી નીતિઓ પર ગંભીર વિચારવિમર્શ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
ઇન્ટેક નેશનલ ગવર્નિંગ કાઉન્સિલ અને હેરિટેજ ટૂરિઝમ એડવાઇઝરી કમિટીના સભ્ય રૂઝબેહ ઉમરીગરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેડિંગ ટૂરિઝમ માટે સંપૂર્ણ હોસ્પિટાલિટી અનુભવ જરૂરી ગણાય છે, અને ગુજરાત પાસે વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષે તેવો સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસો ઉપલબ્ધ છે.
- જરથોસ્તી ધર્મના ઉપદેશો સાથે સુસંગત દૈનિક આદતો - 18 July2026
- શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે - 18 July2026
- જમશીદ મરોલિયાને પીએચ.ડી.ની પદવી એનાયત - 18 July2026
