Your Moonsign Janam Rashi This Week –
06 June 2026 – 12 June 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરતા હશો તે કામને ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. તમારા મનથી કરેલા કામના બીજા પણ વખાણ કરશે. માઈન્ડ ફ્રેશ કરવા માટે બને તો મુસાફરીનો પ્લાન અવશ્ય બનાવજો. નાણાકીય મુશ્કેલી હાલમાં નહીં આવે. ચંદ્રની કૃપાથી બીજાના મન જીતી લેશો. જ્યાં કામ કરતા હશે ત્યાં માન ઇજ્જતમાં વધારો થશે. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.

The Moon’s favourable rule helps you complete tasks efficiently and earn appreciation for your efforts. A short trip could refresh your mind and boost your energy. Financial matters remain stable, while your ability to connect with others strengthens. Respect and recognition at work could increase. Business and professional activities bring satisfaction and confidence. Chant the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 7, 8, 11, 12


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 26મી જુલાઈ સુધી તમારા દિવસો ખૂબ જ સારી રીતે પસાર કરી શકશો. નાની મોટી મુસાફરી કરવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે સાથે સાથે ધંધાકીય ફાયદો પણ મેળવી શકશો. તમારા ખરાબ થયેલા કામોને સુધારવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારી થતી જશે. ઘરમાં કોઈ સારો પ્રસંગ ઉજવી શકશો. આ અઠવાડિયામાં તમે ઊર્જાથી ભરેલા રહેશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.

With the Moon guiding you till 26th July, things looks positive and productive. Travel plans, whether personal or business-related, could prove rewarding. You could successfully revive delayed projects and see gradual improvement in finances. A happy family occasion could be celebrated at home. Energy levels remain high throughout the week. Pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 6, 9, 10, 11


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જુન પણ સુધી અપોઝિટ સેક્સ ને આપેલા પ્રોમિસ પૂરા કરી લેજો. શુક્રની કૃપાથી ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કરકસર નહીં કરો. ધનની બચત હોય તો થોડું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. સાથે કામ કરનારની મદદ કરી તેમના દિલ જીતી લેવામાં સફળ થશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા મિત્રોની કામમાં મદદથી તેમની સાથેના સંબંધમાં સારા સારી થતી જશે. લાંબા સમયથી અટકેલું કામ પુરૂં કરશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.

You are advised to complete any promises made to a loved one before 16th June. Venus encourages you to spend on comforts and desired possessions. If you have savings, consider making a thoughtful investment. Helping colleagues could strengthen relationships and earn goodwill. Career growth and even a promotion is possible. Long-pending matters could finally move forward. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 9, 10, 12, 13


CANCER | કર્ક: ડ.હ.

04Cancerતમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા કામો સમય ઉપર પૂરા કરી શકશો. શુક્રની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધણી ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ખર્ચમાં વધારો થશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. મિત્રોથી ફાયદાની વાત જાણવા મળશે. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરો. ઘરનું વાતાવરણ પ્રેમાળ અને સકારાત્મક બનતું જશે. જે પણ કામ કરશો તેમાં આનંદ આવશે.  દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.

Venus’ rule supports timely completion of your plans and brings gradual improvement in financial matters. Relationships between partners could become warmer and more affectionate. Expenses could rise, but finances remain manageable. Useful advice from friends could benefit you. Sharing your thoughts with a trusted person brings relief. The home environment becomes more loving and positive. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 6, 9, 10, 11


LEO | સિંહ: મ.ટ.

05Leo

હવે તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. શુક્રની કૃપાથી તમારા અટકેલા કામો પાછા શરૂ કરવામાં સફળ થશો. ફસાયેલા નાણા થોડી મહેનત કરવાથી ફરી પાછા મેળવી શકશો. તમારા કરેલા કામમાં સફળતા મળશે. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. ઓપોઝિટ સેક્સ તરફથી સારા સમાચાર મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Venus’ rule now brings fresh opportunities and renewed momentum. Delayed projects could restart successfully, while efforts to recover stuck funds could bear fruit. Your hard work is likely to bring rewarding results. New contacts could open doors to future benefits. A purchase for the home could bring joy. Pleasant news from someone special could brighten your week. Continue praying to ‘Behram Yazad’ daily.

Auspicious Dates: 8, 9, 10, 11


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા સીધા કામ પણ ઉલટા થઈ જશે. તમે આપેલા પ્રોમિસ પૂરા નહીં કરી શકો. માથા ઉપરના બોજામાં વધારો થશે. માથું ખૂબ જ ભારી થઈ જશે. માથાના દુખાવાને કારણે રાતની ઊંઘ ઓછી થતી જશે. તમારી બીમારી તમારા સેલ્ફ કોન્ફિડન્સ ને ઓછો કરી નાખશે. ઘરનું વાતાવરણ ધીરે ધીરે ખરાબ થતું જશે. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. રાહુના ડરને ઓછો કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 9, 12 છે.

Rahu’s rule could create unexpected obstacles, causing even simple tasks to become challenging. Promises could be difficult to fulfil, while stress and mental pressure increase. Headaches and disturbed sleep could affect your confidence. Be cautious in personal relationships, as misunderstandings are possible. Maintain patience and avoid overreacting to situations. To reduce Rahu’s adverse effects, pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 6, 7, 9, 12


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જુન સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે બીજાની ભલાઈનું કામ કરી શકશો. મિત્રોને આર્થિક મદદ કરી તેમની ભલી દુઆઓ મેળવી શકશો. હાલમાં કરેલી ઇન્વેસ્ટમેન્ટ તમારા ખરાબ સમયમાં મદદમાં આવશે. ધનની મુશ્કેલી ધીરે ધીરે ઓછી થતી જશે. ફેમિલીનો સારો સાથ સહકાર મળતો રહેશે. ઘરમાં ધાર્મિક કાર્ય કરી શકશો. ઓફીસનું વાતાવરણ શાંતિભર્યુ રહેતા તમારા કામ સરળતાથી પુરા કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.

Jupiter’s rule continues to bless you until 23rd June, encouraging acts of kindness and generosity. Financial assistance offered to others could earn heartfelt gratitude. Investments made now could prove useful during challenging times. Financial concerns gradually ease, while family support remains strong. Religious or spiritual activities at home bring peace. A calm workplace helps you complete responsibilities smoothly. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 6, 8, 10, 11


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામને ખૂબ સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. તમારા મનની એક મુરાદ પૂરી થઈને રહેશે. અચાનક ધનલાભ મળતા આનંદમાં આવશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર ખૂબ જ સારો મળતો રહેશે. શેર બજારમાં લાંબા સમયનું રોકાણ કરતા આગળ જતાં સારો એવો ફાયદો મેળવી શકશો. કામમાં થોડો બે્રક લઈ શરીરને આરામ આપજો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Jupiter’s positive influence helps you accomplish important tasks successfully. A cherished wish could finally come true. Unexpected financial gains could lift your spirits. Family members remain supportive and encouraging. Long-term investments, especially in the stock market, could prove beneficial in the future. Take occasional breaks from work and allow your body adequate rest. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 7, 8, 9, 10


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusશનિની દિનદશા ચાલુ હોવાથી ફેમિલીમાં મતભેદનો વધારો થશે. શારીરિક મુશ્કેલીઓ આવ્યા કરશે. ગામ પરગામથી મનને દુઃખ લાગે તેવા સમાચાર મળશે. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. જે પણ કામ કરો તે સમજી વિચારીને કરજો. કોઈને ઉધાર પૈસા આપવાની ભુલ કરતા નહીં. લેતીદેતીના કામ હાલમાં કરતા નહીં નુકસાની થવાના ચાન્સ છે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.

Saturn’s rule could increase differences of opinion within the family. Physical discomfort and unexpected worries could affect your mood. News from distant places could cause concern. A small mistake could create bigger complications, so think carefully before acting. Avoid lending money or entering financial transactions at present. Caution and patience will serve you well. Continue praying the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 7, 10, 11, 12


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornબુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી લેતીદેતીના કામ પહેલા પૂરા કરી લેજો. તમારા ફસાયેલા નાણા 18મી પહેલા મળી જાય તેવા હાલના ગ્રહો છે. દરરોજના કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. મિત્રોનો કામમાં સાથ સહકાર મળે તો લઈ લેજો. બચત કરવાનું ભૂલતા નહીં. મનગમતી ચીજ વસ્તુ લેવામાં જરા પણ કરકસર કરતા નહીં. શારીરિક રીતે ફિટ રહો તેના માટે ખાવાપીવામાં ધ્યાન આપજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

Mercury’s rule supports financial dealings and practical matters. Complete important transactions promptly, as recovery of pending funds looks favourable before 18th June. Daily responsibilities can be handled efficiently. Accept support from friends whenever offered. Continue building your savings and enjoy buying something you truly desire. Pay attention to diet and health to maintain fitness. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 6, 7, 8, 9


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમે નાણાને બચાવવાની કોશિશ કરવામાં સફળ થશો. ખરીદી કરતી વખતે, હાથ ખોલીને પૈસા ખર્ચવાનું ટાળશો. બીજાને મદદ કરી તમારા મનને શાંતિ મળશે. તમારા કામો સમય ઉપર પૂરા  કરવામાં સફળ થશો. કોઈને સાચી સલાહ આપી નાણાકીય ફાયદો કરાવી આપી તેમનું દિલ જીતી લેશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.

Mercury’s favourable rule till 20th July, helps you manage and protect your finances wisely. You are likely to avoid unnecessary spending and make thoughtful purchasing decisions. Helping others could bring inner satisfaction and goodwill. Tasks are completed on time, while your advice could help someone improve their financial situation. This strengthens your relationships and reputation. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 7, 10, 11, 12


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces23મી જુન સુધી ખોટા વિચારો કરીને પરેશાન થશો. નાની નાની બાબતમાં પ્રેશર વધી જશે. ફેમિલી મેમ્બર સાથે મતભેદમાં વધારો થશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થઈ જાય તેવા હાલના ગ્રહો છે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નાણાકીય મુશ્કેલીમાં વધારો થશે. કોઈ પાસે ઉધાર નાણાં લેવા પડે તેવા હાલના ગ્રહો છે. તમારી સાથે કામ કરનાર સાથે બોલાચાલી ન થાય માટે ઓછું બોલવાનું રાખજો. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 11 છે.

Until 23rd June, unnecessary worries and negative thoughts could increase stress levels. Differences of opinion with family members may require careful handling. Someone close to your heart could appear upset with you. Drive carefully and avoid taking risks while travelling. Financial pressures could rise, and borrowing money may become necessary. Speak thoughtfully to avoid conflicts with colleagues. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 6, 8, 9, 11

Leave a Reply

*